મુંબઇથી ગોવાની રોમાંચક ટ્રીપ કરી લ્યો ક્રૂઝથી, સસ્તું છે ભાડું……. વાંચો બધી માહિતી આર્ટિકલમાં

0

તમારો ગોવા નો અનુભવ હવે વધુ રોમાંચક બનવાનો છે કેમ કે મુંબઈ થી ગોવા ની વચ્ચે બુધવાર થી ક્રુઝ સર્વિસ શરૂ થઇ ચુકી છે. જેની શરૂઆતી કિંમત એક વ્યક્તિ ની 7 હજાર રૂપિયા છે. મુંબઈ ના નવા ડોમેસ્ટિક ટર્મિનલ થી શરૂ થનારા આ ક્રુઝ નું નામ ‘અંગ્રીયા’ છે જે મરાઠા નેવી ના પહેલા એડમિરલ કનહોજી આંગ્રે ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આગળના મહિને આ ક્રુઝ નો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો જેના પછી શિપિંગ મિનિસ્ટર નીતિક ગડકરી એ ઘોષણા કરી હતી કે 1 ઓગસ્ટ થી આ ક્રુઝ ને અધિકારિક રૂપ થી શરૂ કરવામાં આવશે.

ક્રુઝ માં હશે આ 6 કૈટેગરીલ:

ક્રુઝ ને ચલાવનારી કંપની સી ઇગલ ના આધારે ક્રુઝ માં યાત્રીઓ માટે ટિકિટ ની 6 કૈટેગરી હશે. ટિકિટ ના વાઉચર માં ભોજન, રિફ્રેશમેન્ટ અને બ્રેકફાસ્ટ શામિલ હશે. આ સિવાય લંચ અને ડિનર ની પણ વ્યવસ્થા છે. ક્રુઝ માં એકવાર માં 500 જેટલા યાત્રીઓ સફર કરી શકશે. મુંબઈ થી ચાલીને ગોવા જનારું આ ક્રુઝ નું રત્નાગીરી, મલવાન, વિજયદુર્ગ અને રાયગઢ જેવી જગ્યાઓ પર પ્લાન્ડ હોલ્ટ પણ હશે.

આ હશે ટાઈમિંગ:

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ના ચેયરમૈન સંજીવ ભાટિયા ના આધારે ક્રુઝ ને ત્યારે જ ઓપરેટ કરવામાં આવશે જયારે મોસમ એકદમ સાફ હશે. રોજ સાંજે 5 વાગ્યે આ ક્રુઝ મુંબઈ થી ચાલશે અને આગળના દિવસે સવારે 9 વાગે ગોવા પહોંચશે.

ક્રુઝમાં મળશે લગ્ઝરી સુવિધાઓ:

ક્રુઝ માં 8 રેસ્ટોરેન્ટ અને બાર સિવાય ડેક પર 24 કલાક ખુલ્લી રહેનારી કોફી શોપ પણ છે. આ સિવાય મહેમાનો ની પસંદ ના અનુસાર ભોજન પણ ક્રુઝ માં મળશે. ક્રુઝ માં એક સ્વિમિંગ પુલ, આધુનિક લાઉન્જ અને મનોરંજન રૂમ પણ છે. ક્રુઝ ને સુંદર પેન્ટિંગ અને તસ્વીરો થી સજાવામાં આવ્યું છે.રોકાવાની વ્યવસ્થા:
ક્રુઝ માં દરેક રૂમ અલગ-અલગ સાઈઝના હશે, અને તેમાંથી બહારનો નજારો જોવા મળશે. રૂમના સિલેક્શન પર અલગ અલગ ફેસિલિટી હશે. જેમ કે તમે જો Dorm અથવા તો Podને બુક કરાવો છો, તો તમને શેરિંગ બાથરૂમ મળશે. તમે અહીં ફેમિલી રૂમ પણ બુક કરાવી શકો છો.પહેલાથી જ છે અન્ય ક્રુઝ સર્વિસ:

મુંબઈ-ગોવા ક્રુઝ સર્વિસ ભારત ની પહેલી ક્રુઝ સર્વિસ છે પણ ઘણી આંતરરાષ્ટ્રીય ક્રુઝ કંપનીઓ મુંબઈ થી અલગ અલગ જગ્યાઓ પર ક્રુઝ યાત્રા નું આયોજન કરે છે. વાઇકિંગ ઓશન ક્રુઝ સર્વિસ મુંબઈ થી ગોવા, શ્રીલંકા અને સિંગાપોર થઈને બેન્કોક લઇ જાય છે. તેના સિવાય કોસ્ટા લાઈન ક્રુઝ સર્વિસ થી તમે મુંબઈ થી માલદીવ સુધી જઈ શકો છો. ઘણી અન્ય ક્રુઝ કંપનીઓ પણ મુંબઈ અને ગોવા સિવાય કોચીન થી ક્રુઝ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. આ ક્રુઝ સર્વિસ ની ટિકિટ તમે ઓનલાઇન પણ બુક કરાવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here