જુસ્સાને સલામ: કંપની સેક્રેટરીની નોકરી છોડીને શહીદ મેજરની પત્ની પહેરશે ભારતીય આર્મીની વર્દી, સેનામાં થશે સામેલ

0

દેશ માટે પોતાનું જીવન અર્પિત કરી દેનાર જવાનોના પરિજનોના દુઃખને આપણે ફક્ત અનુભવી જ શકીએ છીએ કે તેમના પુત્ર, પતિ કે ભાઈના બલિદાન પછી તેઓ તેમના પરિવારની જવાબદારીઓ કેવી રીતે સંભાળે છે. ખાસ કરીને એ પત્નીઓ કે જે પોતાના પતિના શહીદ થયાના દુઃખની સાથે સાથે સમગ્ર પરિવારની જવાબદારી પણ ઉઠાવે છે. આવું જ એક જીવંત ઉદાહરણ છે ગૌરી પ્રસાદ મહાદિકનું.

 

ગૌરી પ્રસાદ મેજર પ્રસાદ મહાદિકની પત્ની છે, જે ડિસેમ્બર 2017માં, અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં આવેલા ઇન્ડો-ચીન બોર્ડર શેલ્ટરમાં લાગેલી આગમાં માર્યા ગયા હતા. મેજર પ્રસાદ બિહાર રેજિમેન્ટની 7મી બટાલિયનમાં પોસ્ટ કરાયેલા શ્રેષ્ઠ અધિકારીઓમાંના એક હતા.શહીદ મેજર પ્રસાદ મહાદિકની પત્ની ગૌરી પ્રસાદ મહાદિક પોતાના પતિને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય સેનામાં સામેલ થવા માંગે છે. રવિવારે ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં ગૌરી મહાદિકે કહ્યું કે ‘પતિના શહીદ થયાના 10 દિવસ પછી જ હું વિચારી રહી હતી કે હવે મારે શું કરવાનું છે. પછી મેં નિર્ણય કર્યો કે મારે એમના માટે કંઈક કરવું છે અને હું સેનામાં સામેલ થઈશ. તેઓ મને હંમેશા ખુશ જોવા માંગતા હતા. હું એમનો યુનિફોર્મ અને તેમના સ્ટાર્સ પહેરીશ. હું ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં પ્રશિક્ષણ બાદ લેફટનન્ટ તરીકે આવતા વર્ષે સેનામાં જોડાઈ જઈશ.’

માહિતી અનુસાર, ગૌરીને વૉર વિડોઝ માટે બિન-તકનીકી શ્રેણીમાં લેફટેનન્ટના રૂપમાં નિયુક્ત કરવામાં આવશે.

વ્યવસાયે વકીલ ગૌરી પ્રસાદે પોતાના પતિના મૃત્યુ બાદ પોતાની નોકરી છોડી અને આર્મીમાં જોડાવાની તૈયારીઓ શરુ કરી. તેમણે વિધવા કેટેગરીથી Services Selection Board (SSB)ની પરીક્ષા પાસ કરી. ગૌરી પ્રસાદ એપ્રિલથી ઇન્ડિયન આર્મીમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં જોડાશે, અને તેમની 49 સપ્તાહની ટ્રેનિંગ શરુ થશે. આ ટ્રેનિંગ પછી ગૌરીને સેનામાં લેફટનન્ટ તરીકે સામેલ કરવામાં આવશે.

પોતાની નોકરી છોડીને ઇન્ડિયન આર્મીમાં જોડાવાના નિર્ણય પર ગૌરીનું કહેવું છે કે એ પોતાના પતિના મૃત્યુ પછી બેસીને રોવા માંગતી ન હતી, પણ સેનામાં જોડાઈને પોતાના પતિને ગર્વ મહેસૂસ કરાવવા માંગતી હતી.જણાવી દઈએ કે મેજર પ્રસાદ મહાદિક 31 વર્ષની ઉંમરે ડિસેમ્બરમાં અરુણાચલ સીમાના કઈં બોર્ડર પર ગોળા-બારૂદ ટેન્ક ચેક કરવા દરમ્યાન અચાનક થયેલા વિસ્ફોટમાં શહીદ થયા હતા.ગૌરીનાં લગ્ન વર્ષ 2015માં મેજર પ્રસાદ મહાદિક સાથે થયા હતા. હાલમાં ગૌરી મહારાષ્ટ્રમાં વિરારમાં આવેલા પોતાના સાસરે રહે છે. પતિના શહીદ થયા પછી ગૌરીએ સેનામાં જોડાવા માટે પોતાની નોકરી છોડી દીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here