સલમાન ની EX ભાભી એ આખરે આપી દીધી અર્જુન સાથે પ્રેમ ની સાબિતી, આ તસ્વીરે ખોલી નાખ્યું રાઝ….

0

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોની કપૂરના દીકરા અર્જુન અને અરબાઝ ખાન ની પૂર્વ પત્ની મલાઈકા ના રિલેશન ની ચર્ચાઓ ચારે બાજુ થઇ રહી છે. બંને મોટાભાગે એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળે છે. આ સિવાય મલાઈકા એ પોતાના નામ ની પાછળ ખાન ને હટાવી નાખ્યું છે અને માત્ર મલાઈકા અરોરા જ રાખ્યું છે. જે દર્શાવે છે કે હવે મલાઈકા અરબાઝ ખાન સાથેથી પુરી રીતે અલગ થઇ ચુકી છે અને પોતાના જીવનમાં આગળ વધી ચુકી છે.
આ વચ્ચે મલાઈકા એ પોતાના અને અર્જુન કપૂરની વચ્ચે પ્રેમ ની એક એવી સાબિતી આપી છે કે જેના પછી ચારે બાજુ તેની જ ચર્ચા થઇ રહી છે. મલાઈકા એ જયારે પોતાના એકાઉન્ટ ની સ્ટોરી માં એક તસ્વીર શેયર કરી હતી જેના પછી તેની ચર્ચા કરવામાં આવી રહેલી છે. આ તસ્વીર ની ખાસ વાત એ છે કે તેણે પોતાના ગળામાં AM લખેલું પેન્ડલ પહેરી રાખ્યું હતું.જેવું જ ફેન્સ ને તેના ગળામાં આ પેન્ડલ જોવા મળ્યું તો દરેક એ તેને અર્જુન અને મલાઈકા નું નામ જોડીને જ જોયું હતું. લોકોએ તેને મલાઈકા ના પ્રેમનો ઈઝહાર માની લીધો પણ બીજી તરફ મલાઈકા એ અન્ય સ્ટોરી શેયર કરીને ફેન્સ ને ચોંકાવી દીધા હતા. તેમણે પોતાની બીજી તસ્વીર માં જણાવ્યું કે આ પેન્ડલ તેની એક ફ્રેન્ડ એ તેને ગિફ્ટ કર્યું છે. જેનો અર્થ M A એટલે કે મલાઈકા અરોરા છે.આ વચ્ચે એ પણ ખબર આવી હતી કે કપૂર પરિવાર ને હવે તેઓના રિલેશન પર કોઈ જ વિરોધ નથી. પરિવાર ના લોકો પણ બંને ને મંજૂરી આપી ચુક્યા છે. એવામાં ઇન્ડસ્ટ્રીમાં એ ચર્ચાઓ થઈ રહી છે કે આખરે ક્યારે તેઓ બંને મીડિયાની સામે પોતાના રિલેશન ને સ્વીકાર કરે અને લગ્ન ની ઘોષણા કરે. એવામાં બની શકે કે વર્ષ 2019 માં બંને સાત ફેરા લઇ શકે તેમ છે. જણાવી દઈએ કે હાલ મલાઈકા 45 વર્ષ અને અર્જુન કપૂર 33 વર્ષના છે.અમુક દિસવો પહેલા મલાઈકા ના જન્મદિવસ પર બંને ઇટલી માં ઉજવણી કરી રહેલાની ચર્ચા થઇ હતી. જેના પછી ભારત પાછા આવ્યા પછી બંને ને એકબીજાનો હાથ[પકડેલા એયરપોર્ટ પર પણ જોવામાં આવ્યા હતા.જણાવી દઈએ કે બંને એ મળીને મુંબઈ ના પૉશ લોખંડવાલા વિસ્તારમાં એક ફ્લેટ પણ ખરીદી રાખ્યો છે જેની હાલ ઇન્ટિરિયર ડિઝાઇન ચાલી રહી છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here