મકર સંક્રાંતિ ના દિવસે આ 1 ભૂલ ક્યારેય પણ ના કરો, નહીંતર શરૂ થઇ જાશે તમારો ખરાબ સમય….

0

આ વખતે મકર સંક્રાંતિ નો તહેવાર રવિવાર ના રોજ ઉજવવામાં આવશે.મકર સંક્રાંતિ નો આ તહેવાર સૂર્ય દેવને સમર્પિત થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે અને સૂર્ય ને અર્ધ્ય ચઢાવામા આવે છે(સૂર્ય ને જળ અર્પણ).જ્યોતિષ માં કુલ 9 ગ્રહ હોય છે અને સૂર્ય ને આ બધાનો રાજા માનવામાં આવે છે.મકર સંક્રાંતિ ને તે સમયે ઉજવવામાં આવે છે જયારે સૂર્ય નો પ્રવેશ ધનુ રાશિ થી મકર રાશિમાં થાય છે. 14 જાન્યુઆરી પછી સૂર્ય દક્ષિણાયન થી ઉત્તરાયણ થી જાય છે. મકર સંક્રાંતિને લઈને પંચાંગ ભેદ સામે આવી ગયા છે. અમુક પંચાંગો માં જણાવામાં આવ્યું છે કે સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન 14 જાન્યુઆરી ના દિવસે બપોરના 2 વાગ્યા પછી કરશે, જયારે અમુક પંચાંગો મા રાતના 8 વાગ્યા પછી સૂર્ય નો પ્રવેશ મકર રાશિમાં થશે. આ દિવસે સૂર્ય ઉતરાયણ ની સાથે સર્વાર્થ સિદ્ધિ અને પારિજાત યોગ પણ બની રહ્યો છે. આ યોગો ને શુભ અને મંગલકારી માનવામાં આવે છે.

હાલના સમયે સૂર્ય ધનુ રાશિમાં બેઠેલો છે જેને લીધે દરેક શુભ કામ રોકાયેલા છે, પણ જેવો જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે દરેક શુભ કાર્ય પ્રારંભ થઇ જાશે. મકર સંક્રાંતિ ના દિવસથી કમુર્તાઓ સમાપ્ત થઇ જાશે. સર્વાર્થ સિદ્ધિ યોગ રવિવાર ના બપોર થી શરૂ થઇ જાશે. આ યોગ શરૂ થતા જ દરેક માંગલિક કાર્ય કરી શકાશે. શાસ્ત્રો ના અનુસાર ઉતરાયણ ના સમયે દેવતાઓ ના દિવસ ને દક્ષિણાયણ દેવતાઓ ની રાત માનવામાં આવે છે, આ પ્રકારે મકર સંક્રાંતિ દેવતાઓ ની સવાર કહેવામાં આવે છે.
મકર સંક્રાંતિ ના દિવસે દાન-પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ ના દિવસે નદી સ્નાન, હવન,શ્રાદ્ધ, મંત્ર જાપ તથા પૂજા-પાઠ વગેરે નું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે જે વ્યક્તિ દાન કરે છે તેઓ સો ગણું વદારે ફળ મેળવે છે. કહેવાય છે કે મકર સંક્રાંતિ ના દિવસે ઘી, તલ, ખીચડી વગેરેનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે.
મકર સંક્રાંતિ ના દિવસે વ્યક્તિ એ મોડી રાત સુધી સુવાની ભૂલ ક્યારેય પણ કરવી ના જોઈએ. આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ ચઢાવવું જોઈએ. આ દિવસે સવારે જલ્દી ઉઠવાની કોશિશ કરવી જોઈએ. કહેવામાં આવે છે કે આ દિવસ જેવું વ્યક્તિઓ મોડા સુધી સુવે છે તેઓને સૂર્ય ના પ્રભાવ ને લીધે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. એવું કરવાથી કુંડળી માં સૂર્યના દોષ વધવા લાગે છે અને ખરાબ સમય નજીક આવવા લાગે છે. સૂર્ય દેવતાની પૂજા કરવા માટે સવાર ના સમય ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેઓની વિશેષ કૃપા મેળવવા માટે સૂર્યોદય ના સમયે તેને જળ અર્પણ કરવું જોઈએ.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here