લીંબુને મોજામાં રાખવાના 6 ફાયદા જાણો!! ખુબ જ ફાયદેમંદ માહિતી વાંચો

0

મોટાભાગનાં ઘરોમાં ઘણા સભ્યોનાં પગમાંથી દુર્ગંધ આવે છે. એવું નથી કે ઘરમાં જ શરમાવું પડે છે. પણ ક્યારેક બહારનાં લોકો સામે પણ શરમાવું પડે. એટલું જ નહી, પણ જો પગની એડી ફાટી ગઈ હોય એમાં ચીરા પડ્યાં હોય તો રાત્રે સૂતાં પહેલાં મોજામાં લીંબુ મૂકીને સૂવાનો પ્રયોગ બેસ્ટ સાબિત થશે.


એવું નથી કે લીંબુનો પ્રયોગ માત્ર ગરમીમાં જ હેલ્થ માટે ઉપયોગી છે. પરંતુ પગની સારસંભાળ માટે પણ ખૂબ ઉપયોગી છે. લીંબુ એવું નથી કે સ્વાસ્થય માટે જ ઉપયોગી છે. લીંબુથી પગની સુંદરતા પણ વધારો કરી શકાય છે છે અને પગની સમસ્યાનું પણ સમાધાન મેળવી શકાય છે. .

તો ચાલો જોઈએ પગની સમસ્યાનાં શાનદાર ઉપાયો :

પગની ફાટી ગયેલી એડી :

રાત્રે સૂતા સમયે મોજા પહેરી એમાં તળિયે એક લીંબુ મૂકી આખી રાત સૂઈ જાવ. સવારે પગની ત્વચા એકદમ સોફ્ટ ને મુલાયમ થઈ જશે. પગનાં ચીરામાં પણ રાહત મળશે.

બદબૂ ને કરશે દૂર :

મોટાભાગનાં લોકોની એક જ સમસ્યા. પગમાં પહેરેલ મોજામાંથી આવતી ગંદી વાસ. બૂટ કે મોજડી પહેર્યા પછી પગમાં પરસેવો વળે છે. ત્યારે જોરદાર ગંદી વાસ આવે છે. જે લોકોની પરેશાનીનું કારણ બની ગઈ છે. જો તમે આ ગંદી વાસમાંથી છૂટકારો મેળવવા ઈચ્છો છો. તો તમારે રાત્રે સૂતી વખતે મોજામાં જ લીંબુ મૂકીને સુવાનું છે.

પગને બનાવે છે ગોરા ગોરા

જો તમારા પગમાં વાગ્યાના નિશાન હોય કે પછી કોઈ ચામડીના રોગનાં ડાઘ હોય તો તો લીંબુ તમારા માટે બેસ્ટ રહેશે. લીંબુનો પ્રયોગ કરવાથી ચામડી પરનાં ડાઘ તો દૂર થશે જ સાથે સાથે ચમડીને પણ ગોરી બનાવશે.

પગને બનાવે છે મુલાયમ

પગની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે પગની ત્વચા બરછ્ટ બની જાય છે. જેનાં કારણે ઘણાં લોકો ફૂટ ક્રીમનો પણ ઉપયોગ કરતાં હોય છે. એટ્લે જો લીંબુનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે તો પગની સ્કીન પણ સોફ્ટ ને મૂલાયમ બનાવી શકાય છે.

પગમાં દાદર થતી અટકાવે છે.

રાત્રે સૂતી વખતે મોજામાં લીંબુ રાખવાથી પગની ચામડીમાં નમી તો જળવાઈ જ રહે છે. સાથે સાથે પગમાં દાદર તો ક્યારેય થતી નથી કે કોઈ ખંજવાળ પણ નથી આવતી. એટલું જ નહી, લીંબુમાં જે પોષકતત્વો છે એ ગંદીવાસને પણ શોષી લે છે.

લીંબુનો પ્રયોગ કેવી રીતે કરવો :  

લીંબુને બે ભાગમાં કાપી નાખો. પછી આખાં તળિયામાં સરખી રીતે ઘસી લો. હવે તમે વધેલા ટુકડાને પગની એડીમાં જ મૂકીને એને ઢાંકી રાખો. લીંબુ થોડું મોટું લેવાનું જેનાથી તમારી આખી એડી જ ઢંકાઈ જાય.

હવે તમે મોજા પહેરી લો. લીંબુ પર મોજા પહેરેલાં માત્ર બે કલાક જ રાખો. તમને આ પ્રયોગ થોડાં દિવસ અજીબ જરૂર લાગશે. પરંતુ આ પ્રયોગથી તમને રિજલ્ટ જોરદાર મળશે.

કેવી રીતે અસર કરે છે લીંબુ :

લીંબુનાં રસમાં કેટલાય તત્વો રહેલાં છે. જે પગની સમસ્યાઓને આરામથી ઠીક કરવામાં મદદરૂપ થાય છે. પગની ફાટી ગયેલી ને બરછ્ટ ચામડીને સુંદર બનાવે છે. માટે લીંબુનાં આ ઘરેલુ ઉપચારથી તમે તમારા પગને સુંદર ને મૂલાયમ બનાવી શકો છો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here