LICની નવી પોલિસી: દર મહિને 1,302નું રોકાણ કરો, તમને મળશે 63 લાખ રૂપિયા – પુરી માહિતી વાંચો

0

દરેક વ્યક્તિ પોતાના પરિવારને એક સારું ભવિષ્ય આપવા માંગે છે અને સારા ભવિષ્ય માટે રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં જો તમે પણ પોતાના પરિવારને ભવિષ્યમાં આર્થિક રૂપથી સધ્ધર જોવા માંગતા હોય તો તમારા માટે લાઈફ ઇન્શ્યોરન્સથી વધુ સારો બીજો કોઈ જ વિકલ્પ નથી. લાઈફ ઇન્શ્યોરન્સ આપણા જીવનમાં આર્થિક રિસ્કને ઘટાડે છે અને તેનાથી આપણે આપણા પરિવારને એક સારું ભવિષ્ય આપી શકીએ છીએ.

LIC પોતાના ગ્રાહકો માટે એક નવી પોલિસી લઈને આવ્યું છે, જેનું નામ છે જીવન ઉમંગ. આ પોલિસીથી તમે પોતાના પરિવારને એક સારું ભવિષ્ય આપી શકો છો. આ પોલિસીની ખાસિયત છે કે એનો ફાયદો ત્રણ વર્ષ બાળકથી લઈને 55 વર્ષ સુધીના લોકો ઉઠાવી શકે છે અને પોલિસી હોલ્ડરના મૃત્યુ બાદ તેમના બધા જ પૈસા તેમના પરિવારને મળી જશે. એવામાં તમે પોતાનું ભવિષ્ય તો સાચવી જ લેશો પરંતુ સાથે જ પોતાના બાળકોને એક ઉજ્જવળ ભવિષ્ય પણ આપી શકશો. આટલું જ નહિ, જીવન ઉમંગ 100 વર્ષની ઉમર સુધી કવર આપે છે.

જીવન ઉમંગ પોલિસી અંતર્ગત રોકાણ કરો મહિને ફક્ત 1302 રૂપિયા
જીવન ઉમંગ પોલિસી અંતર્ગત જો તમે 30 વર્ષ સુધી 1302 રૂપિયાનું પ્રીમિયમ ભરો છો તો તમારું કુલ રોકાણ  4,58,940 રૂપિયા થઇ જશે. એવામાં 31માં વર્ષે તમને વાર્ષિક 40,000 રૂપિયાની રિટર્ન મળશે. આ હિસાબે જો 100 વર્ષ સુધીની ઉમર માટે રિટર્નની ગણતરી કરીયે તો આ 28 લાખ રૂપિયા થઇ જશે. કુલ મેળવીએ આ પોલિસીથી તમને 23,41,060 રૂપિયાનો ફાયદો થશે. જે તમારા પરિવારને આર્થિક રૂપથી મજબૂત કરવા માટે ઉત્તમ છે. સાથે જ જો પોલિસી ધારકની ઉમર 101 વર્ષ થઇ જાય છે તો અલગથી તેને 62.95 લાખ રૂપિયા મળશે.

આ વિકલ્પો સાથે છે ઉપલબ્ધ
LICની જીવન ઉમંગ પોલિસી અંતર્ગત તમને ઘણા વિકલ્પ મળી શકે છે. આ વિકલ્પ પોલિસીની સીમાના હિસાબથી છે. 15, 20, 25, 30 વર્ષોના વિકલ્પ સાથે ઉપલબ્ધ આ પોલિસી માટેની પ્રીમિયમ રાશિ 25,000 અથવા તેના ગુણાંકમાં હશે, જે પોલિસી ધારકના જીવનકાળ સુધી હશે. ત્યારબાદ નોમિનીને બધા જ પૈસા મળી જશે. એવામાં જીવન ઉમંગ પોલિસી અમારા પરિવારને એક સારું ભવિષ્ય આપી શકે છે.

સંતુષ્ટ ન હોવા પર તમે કરી શકો છો પોલિસી રદ્દ
જીવન ઉમંગ પોલિસીથી તમે સંતુષ્ટ ન હોવ તો તમે એને વચ્ચેથી કેન્સલ કરી શકો છો. અને તમે રોકાણ કરેલી રાશિ તમને મળી જશે. આ LICની જીવન ઉમંગ પોલિસી ગ્રાહકો માટે ઉત્તમ છે. એના વિશે વધુ જાણકારી માટે તમે વીમા એજન્ટનો સંપર્ક કરી શકો છો, અને આ પોલિસીનો લાભ લઇ શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here