દીપવીર કે નીક્યાંકા, જાણો ક્યાં કપલ ની કુલ સંપત્તિ છે સૌથી વધુ….આખરે આવી જ ગયો સંપત્તિ નો આંકડો

0

બોલીવુડમાં હાલના દિવસોમાં લગ્ન ની સીઝન ચાલી રહી છે. દીપિકા-રણવીર ના લગ્ન પછી હવે પ્રિયંકા-નિક લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેઓના લગ્ન ના રિવાજો પણ શરૂ થઇ ચુક્યા છે. 14-15 નવેમ્બર ના રોજ દીવ-વીર ના લગ્ન ઇટલીના આલીશાન લેક કોમોમાં થયા હતા અને હવે પ્રિયંકા અને નિક જોધપુર ના તાજ ઉમ્મેદ ભવન પૈલેસ માં 2-3 ડિસેમ્બર ના રોજ સાત ફેરા લેવા જઈ રહ્યા છે.

હાલના દિવસોમાં આજે હાઈ પ્રોફાઈલ લગ્ન ની વાત કરીયે તો કોઈ કેટલી પણ કોશિશ કરી લે પણ આ બે કપલની એકબીજા સાથે તુલના કરતા રહી શકશે નહિ. તેમાં તે વાત પર તુલના કરવી સ્વાભાવિક છે કે તે બંનેમાંથી ક્યાં કપલ ની કુલ સંપત્તિ વધુ છે. આખરે આજના સમયમાં પૈસા જ પાવર છે અને તે વાત તેઓના પર પણ લાગુ પડે છે.

એક રીતે જોવા જઈએ તો પ્રિયંકા દુનિયામાં એક મોસ્ટ પાવરફુલ વુમેન છે, જેની કુલ સંપત્તિ 28 મિલિયન ડોલર એટલે કે 200 કરોડ રૂપિયા છે. જેમાંની મોટા ભાગની કમાણી તેની ફિલ્મો દ્વારા જ થાય છે. તેના સિવાય જ્યારથી હોલીવુડમાં તેણે એન્ટ્રી લીધી છે ત્યારથી તેની સંપત્તિમાં અનેક ગણો વધારો થતો જઈ રહ્યો છે.

આ સિવાય તેમણે મોટા-મોટા ઇન્ટરનેશનલ બ્રાન્ડ ને એન્ડોર્સ કર્યું છે. જેનાથી તેની કમાણી પણ અનેક ગણો વધારો થયો છે. જયારે તેના થનારા ભાવિ પતિ નિક જૉનસ ની વાત કરીયે તો તેની કુલ સંપત્તિ 25 મિલિયન ડોલર એટલે કે 175 કરોડ રૂપિયા છે, તે એક અમેરિકી સિંગર, મ્યુઝિશિયન અને એક અભિનેતા પણ છે. આવી રીતે જો બંને ની સંપત્તિ ને જોડી દેવામાં આવે તો તે 375 કરોડ રૂપિયા થાય છે.

જયારે બીજી તરફ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ની કુલ સંપત્તિ ની વાત કરીયે તો દીપિકા ની કુલ સંપત્તિ 11 મિલિયન ડોલર છે, જયારે રણવીર ની કુલ સંપત્તિ પણ 11 મિલિયન ડોલર ની આસપાસ જ છે. જેથી બંને ની સંપત્તિ ને મિલાવીને તે 22 મિલિયન ડોલર એટલે કે 147 કરોડ રૂપિયા છે. તેઓ બંને ની કમાણી નો મુખ્ય સ્ત્રોત ફિલ્મો, બ્રાન્ડ એંડોર્સમેન્ટ છે. દીપિકા-રણવીર હાલ બોલીવુડમાં સૌથી વધુ ફી લેનારા કલાકારો છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here