કોઈપણ એડવેન્ચર ટ્રીપ પ્લાન કરતા પહેલા, દુનિયાની આ 11 સુંદર જગ્યાઓ વિશે જાણી લો..

0

આજકાલ ની ભાગદોડ ભરેલી જિંદગીમાં હરવું-ફરવું પણ ખુબ જ જરૂરી છે. પણ હરવા-ફરવા માટે સમયની સાથે-સાથે પૈસા પણ જરૂરી છે. જો તમને લાગતું હોય કે હર વારની જેમ આ વખતે પણ તે ગણી ગાઠી જગ્યાઓ જ મળે છે તો તમારે હવે પરેશાન થવાની જરૂર નથી. જો તમે હરવા ફરવા માટે એડવેન્ચર અને સુંદરતાનાં મિશ્રણનો પ્લાન કરી રહ્યા છો, તો આજે અમે તમારા માટે અમુક એવી જગ્યાઓ લઈને આવ્યા છીએ, જે અત્યારે લોકોની પહોંચથી દુર છે. જો કે અહી જવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.

1. Thridrangar Lighthouse, Island:આ લાઈટહાઉસને 1939 માં દક્ષીણી આઈસલૈંડ નાં તટ પર સ્થિત એક ચટ્ટાન પર બનાવામાં આવ્યું હતું. આ દુનિયામાં સૌથી સુંદર દીપગૃહોમાનું એક છે. Thridrangar સુધી તમે સડક માર્ગ દ્વારા જઈ શકો છો, જ્યારે લાઈટહાઉસ સુધી પહોંચવા માટે તમારે હેલિકોપ્ટરની મદદથી જવું પડશે.

2. Deception Island, Antarctica:એન્ટાર્કટિકા નાં ઉત્તરી પ્રાયદ્વીપમાં સ્થિત આ દ્વીપ ટોરંટોનાં નજીક 11,963 કિમી દુર, લંડનથી 13,764 કિમી દુર જ્યારે સિડનીથી 8,800 કિમી દુર સ્થિત છે. અહી જવા માટે અર્જનીટાનાં બ્યુંનસ આયર્સ નાં ગ્રેલું ફ્લાઈટ લઇ શકો છો.

3. Lake Baikal, Russia:Lake Baikal દક્ષિણ-મધ્ય સાઈબેરિયામાં સ્થિત છે. તે ઘેરા જંગલો, પહાડો અને નદિયોંથી ઘેરાયેલી ખુબ જ સુંદર જગ્યા છે. આ દુનિયાની સૌથી પુરાની અને સૌથી ઊંડી મીઠા પાણીની ઝીલ છે. દુનિયાનાં કુલ સાફ અને સ્વચ્છ પાણીના 20% પાણી આ લેઈકમાં મોજુદ છે. અહી પહોંચવા માટે તમે Irkutsk થી Ulan-Ude સુધી ફ્લાઈટ લઇ શકો છો.

4. Svalbard Archipelago, Norway:Svalbard Archipelago આર્કટીક મહાસાગર માં સ્થિત છે, જો કે મધ્ય યુરોપનાં ઉત્તર માં સ્થિત છે. તે નોર્વ અને ઉત્તરી ધ્રુવમાં મધ્ય માં છે અને અહી જહાજથી ફરવું સૌથી સારું માનવામાં આવે છે. અહી તમને બધું જ બરફથી ઢંકાયેલું જોવા મળશે. અહી તમે ધ્રુવીય ભાલું પણ જોઈ શકો છો. અહી પહોંચવા માટે તમારે નોર્વેની રાજધાની ઓસ્લો જવાનું રહેશે. અહીંથી તમે ટ્રોમ્સો માટે ઉડાન ભરી શકો છો.

5. Ittoqqortoormiit, Greenland:ઇસ્ટર્ન ગ્રીનલૈંડનાં આ શબ્દનો ઉચ્ચારણ  કરવામાં તમને સમય લાગી શકે છે. પણ 500 લોકોથી પણ ઓછી આબાદી વાળા આ ગ્રીનલૈંડનાં અધીકાંશ ભાગ પર પુરા વર્ષ બરફ રહે છે. અહી પહોંચવા માટે તમારે એયર ગ્રીનલૈંડ હેલિકોપ્ટરોની સાથે Ittoqqortoormiit Heliport પણ લેવાનું રહેશે. જો કે અહી નેરલેટર ઇનાટ હવાઈ અડ્ડા સુધી ટુરિસ્ટ ને લાવવામાં કામ કરે છે.

6. Foula, Scotland:આ સુંદર જગ્યા સ્કોટલૈંડ નાં શેટલૈંડ દ્વીપસમૂહમાં સ્થિત છે. અહી માત્ર 38 લોકો રહે છે. ફોલા યુનાઈટેડ કિંગડમનાં સૌથી દુરદરાજનાં દ્વિપોમાંનું એક છે. 1955 માં 48 દિવસો માટે આ લૈંડ ને અલગ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે બાદમાં એક સમજોતાનાં ચાલતા તેને ફરીથી યુંનાઈટેડ કિંગડમ સાથે જોડી દેવામાં આવ્યું હતું. અહી પહોંચવા માટે ફોલામાં એક નાનું એવું હવાઈ મથક છે જે શીટલૈંડનાં ટીંગવોલ હવાઈ મથકને જોડે છે.

7. Amundsen–Scott South Pole Station:નવેમ્બર 1965 થી આ પોલ સ્ટેશનની દેખરેખ United States Scientific Research નાં તૌર પર કરવામાં આવી રહી છે. આ એન્ટાર્કટિકાનાં ઉપરી ભાગમાં સ્થિત છે અને અહીંથી શાનદાર નજારો જોવા મળે છે. આ પોલ સ્ટેશન પર હવાઈ જહાજ માટે એક રન-વે પણ બનાવામાં આવેલું છે, જે મોટાભાગે ગારમીઓની સીજનમાં ચાલે છે.

8. Macquarie Island:આ શાનદાર દ્વીપ ન્યુઝીલેન્ડ અને એન્ટાર્કટિકાની વચ્ચે સ્થિત છે. યુનેસ્કોએ  તેને બે કારણોથી વિશ્વ ધરોહરની શ્રેણીમાં રાખ્યું છે. પહેલું-તે ગ્રહ પર એકમાત્ર એવું સ્થાન છે, જ્યાં પૃથ્વીનાં આવરણથી ચટ્ટાનો સમુદ્ર તળથી ઉપર જોવા મળે છે. બીજું-વન્ય જીવોના ઝીલો, ઝીલો અને વનસ્પતિ પરિવર્તન, પ્રાકૃતિક વન્યજીવોની વિશાળ પ્રજાતિઓ અહી જોવા મળે છે.

9. Gurbantünggüt Desert, China:આ રેગીસ્તાન ઉત્તરી ઝીંજીયાંગમાં  Dzungarian બેસીનનો એક મોટો હિસ્સો છે, જે ચીનના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. અહી પહોંચવા માટે તમારે ઉત્તર-દક્ષીણ દિશામાં રેગીસ્તાનને પાર કરીને ચીનના આંતરરાષ્ટ્રીય રાજમાર્ગ 216 થી થઈને Altay City થી Urumqi જવાનું રહેશે.

10. Bouvet Island, Norway:આ દ્વીપ એટલાન્ટીક મહાસાગરમાં સ્થિત છે. તમે Bouvet Triple Junction થી અહી પહોંચી શકો છો. જે બોવેટ દ્વીપના 275 કિમી પશ્ચિમ માં સ્થિત છે. તે દક્ષિણ અમેરિકી પ્લેટ, આફ્રિકી પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ અને મીડ-એટલાન્ટીક રીજ, દક્ષિણ પશ્ચિમ ભારતીય રીજ અને અમેરિકી-એન્ટાર્કટિક રીજ વચ્ચે સ્થીત્ત છે.

11. Socotra, Yemen:Socotra યમનમાં સ્થિત છે. પણ તે અરબ સાગરમાં સ્થિત ચાર દ્વીપોનાં દ્વીપસમૂહનો સૌથી મોટો હિસ્સો છે. વર્ષ 2008 માં Socotra ને યુનેસ્કોના વિશ્વ ધરોહરની શ્રેણીમાં રાખ્યું હતું. અહી પહોંચવા માટે મીની બસ કે કાર ભાળા પર લઈને જઈ શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.