કોઈ પણ ગ્રહ ને બદલવાની તાકાત ધરાવે છે આ શક્તિશાળી નંગ, વાંચો કોને પહેરવો જોઈએ અને કોઈને નહિ?

0

દેવતાઓનો ગુરુ ગ્રહના રત્ન એ પોખરાજ છે આમ તો એ ઘણાબધા રંગમાં આવતો હોય છે પણ મુખ્ય પોખરાજનો રંગ એ પલાશના ફૂલ જેવા હોય છે.

આ રત્ન એ ગુરુ ગ્રહથી સંબંધ રાખે છે. ગુરુ ગ્રહની બે રાશિઓ હોય છે. ધન અને મીન. જે પણ જાતકોની કુંડળીમાં ગુરુ ગ્રહ એ પીડિત થઈને અશુભ ફળ આપતા હોય છે, એવા લોકોને પોખરાજ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

પોખરાજ ધારણ કરવાના ફાયદા.

પોખરાજ ધારણ કરવાથી માન-સન્માનમાં તો વૃદ્ધિ થાય જ છે પણ સાથે સાથે તમારી નામના પણ વધશે. પોખરાજ ધારણ કરવાથી શિક્ષા અને કરિયર બનાવવા માંગતા લોકોને તેમના મનપસંદ કામમાં સફળતા મળશે. આ રત્ન પહેરવાથી જે તે વ્યક્તિને ધર્મ-કર્મ પ્રત્યે રૂચી વધે છે. જો કોઈ મિત્રના લગ્નમાં કોઈ પરેશાની આવી રહી છે કે પછી અનેક પ્રયત્નો પછી પણ લગ્ન નાથી થઇ રહ્યા તો તેમને ફાયદો જરૂર થશે. અધિકારીઓ, વકીલો, ન્યાયાધીશ, શિક્ષક અને રાજનેતાઓને પોખરાજ પહેરવાથી અઢળક લાભ મળશે. બીજી એવી છ રાશિઓ છે જે લોકો પોખરાજ પહેરી શકશે અને તેઓને ફાયદો અચૂક મળશે. મેષ, કર્ક, સિંહ, વૃષિક, ધન અને મીન રાશિના જાતકોને પોખરાજ બહુ ફાયદો અપાવશે. પોખરાજ રત્ન પહેરવાથી સંતાન, ધન, યશ દરેકમાં સફળતા મળે છે.

હવે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે એવા કયા બીજા રત્નો છે જેની સાથે ક્યારેય પોખરાજ રત્ન પહેરવો જોઈએ નહિ. જયારે પણ તમે પોખરાજ પહેરો છો તો તમારે પન્ના, નીલમ, હીરો, ગોમેદ અને લસણીયા જેવા નંગ કે રત્ન પહેરવા જોઈએ નહિ. વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોએ પોખરાજ પહેરવો જોઈએ નહિ. આ રાશિના જાતકોના લગ્ન સ્થાનમાં ગુરુ હોય છે એટલા માટે તેમણે પોખરાજ પહેરવું જોઈએ નહિ. જો છઠા, આઠમાં અને બારમાં ભાવમાં સ્વામી છે તો તેમણે પોખરાજ ક્યારેય ના પહેરવું જોઈએ. જો તમે પોખરાજ પહેરશો તો તમારે નુકશાનનો સામનો કરવો પડશે.

સ્વાસ્થ્ય માટે પોખરાજ એ કેટલું ફાયદાકારક છે. જો તમને લીવરની કોઈ તકલીફ છે અને હેપેટાઈટીસ જેવો રોગ છે તો તમારે સોનાની વીંટીમાં પોખરાજનો રત્ન પહેરવો જોઈએ. અલ્સર, ગઠીયા, પેચીસ, નપુંસકતા અને હૃદય વગેરે જેવા રોગ છે તો તમને પોખરાજ પહેરવાથી ફાયદો થશે. જવર, કમળો, વીર્યમાં વૃદ્ધિ, વાતરોગ નાશક, બવાશીર નાશક અને ગેસ વગેરે જેવા રોગમાં પોખરાજ પહેરવાથી લાભ થશે.

પોખરાજ કેવીરીતે ધારણ કરશો. જો તમે પોખરાજ પહેરવા માંગો છો તો તમારે બુધવારનો દિવસ પસંદ કરવાનો રહેશે. બુધવારના દિવસે સવારે સ્નાન-ધ્યાન કરીને ગંગાજળમાં દૂધ ઉમેરી દેવું. પછી બીજા દિવસે ગુરુવારે ધ્યાન કરીને ‘ऊॅ बृं बृहस्पते नमः’ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવાની રહેશે. પૂજા થઇ ગયા પછી તર્જની આંગળીમાં પોખરાજની વીંટી પહેરવી જોઈએ. બની શકે તો પ્રયત્ન કરો કે સુદ પક્ષના પહેલા ગુરુવારે તમે આ વીંટી ધારણ કરી શકો. સૂર્યોદય પછી સવારના ૧૦ વાગ્યા સુધીમાં તમે ગમે તે સમયે પોખરાજ પહેરી શકો છો. બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ ત્રણ દિવસ નોનવેજ ખાવું નહિ અને ધૂમ્રપાન પણ ના કરવું જોઈએ નહીતો પોખરાજ પહેર્યા પછી તેની ખરાબ અસર થશે.

ખાસ નોંધ પોખરાજ રત્ન એ કોઈ કર્મકાંડી અને પ્રોફેશનલ જ્યોતિષ કે પછી કોઈ મહારાજને બતાવીને જ પહેરવો જોઈએ. ધ્યાન રાખવું કે કોઈપણ હાલતા ચાલતા ગુરુ કે પછી સંત સાધુ ની સલાહથી પોખરાજ પહેરવું જોઈએ નહિ અને તેમના દ્વારા આપવામાં આવતું કોઈપણ રત્ન કે નંગ પણ પહેરવો જોઈએ નહિ. રત્ન એ એક વિજ્ઞાન છે તેને સંપૂર્ણ માહિતગાર અને વિદ્વાન વ્યક્તિની સલાહથી જ ધારણ કરવો જોઈએ. કોઈપણ રત્ન પહેરવા માટે તેમાં અલગ અલગ કેરેટ નક્કી કરવામાં આવ્યા છે જો જણાવેલ કેરેટ કરતા વધારે કેરેટમાં પહેરવામાં આવે તો નુકશાન પણ થઇ શકે છે અને અને જો ઓછા કેરેટમાં પહેરવામાં આવે તો તેનો લાભ મળતો નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here