કોઈને ટમેટા થી તો કોઈને લાગે છે પંખાથી બીક, જાણો આ 10 સેલિબ્રિટીઝની બીક ની ચીજો વિશે….વાંચો આર્ટિકલ

0

ડર દરેક લોકોને લાગતો હોય છે પણ જણાવતું કોઈ નથી. તમારી આસપાસ નજર કરશો તો તમને જાણ થશે કે કોઈને પાણીથી તો કોઈને ઉંચાઈથી બીક લાગતી હોય છે. કોઈને ભીડમાં ઉલજન લગતી હોય છે તો કોઈને અંધારાથી કંપારી છૂટતી હોય છે. આવી જ રીતે બૉલીવુડ સેલિબ્રિટીઝને પણ અમુક ચીજોથી બીક લાગતી હોય છે. આજે અમે તમને બોલીવુડના એવા જ મહાન સિતારાઓ વિશે જણાવીશું જેઓ સિંહાસન પર રાજ કરતા હોવા છતાં પણ સામાન્ય એવી ચીજોથી ડરે છે.1. રણબીર કપૂર:
આ રોકસ્ટારની બીક પણ તેના જેવી જ ક્યૂટ છે. રણબીર ને કોક્રોચ અને મકડીઓથી બીક લાગે છે.

2. સોનમ કપૂર:સોનમ કપૂર ને લિફ્ટથી બીક લાગે છે. માટે તે સીઢીઓ થી જવાનું પસંદ કરે છે. કે પછી ત્યારે જ તે લિફ્ટ માં જાય છે જયારે તેની સાથે પોતાનું કોઈ અંગત હોય.

3. અનુષ્કા શર્મા:અનુષ્કા ને બાઈકથી ખુબ જ બીક લાગે છે છતાં પણ તેમણે પોતાની ફિલ્મ રબ ને બના દી જોડી માં બાઈક સાથે ધૂમ મચાવી હતી.

4. કેટરીના કૈફ:ખુદ પોતે ટમેટાની જેમ દેખાતી કેટરીના કૈફ ને ટમેટાથી બીક લાગે છે. ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારા માં ટોમેટો ફેસ્ટિવલ વાળા સીને કેટરીના ની આ બીકને વધારી દીધી હતી.

5. સેલિના જેટલી:સેલિનાને પતંગિયાથી બીક લાગે છે.આ તો કઈક વધુ પડતું જ થઇ ગયું.

6. વિદ્યા બાલન:ડર્ટી ગર્લ વિદ્યા ને બિલાડી જોવી બિલકુલ પણ પસંદ નથી. અને જો તેની આસપાસ પણ બિલાડી નજરમાં આવે તો તેને તેનાથી ખુબ જ ગુસ્સો આવે છે.

7. આલિયા ભટ્ટ:પોતાની એક્ટિંગ થી દરેકને દીવાના બનાવનારી આલિયા રૂમમાં લાઈટ ચાલુ રાખીને જ સુવે છે કેમ કે તેને અંધારાથી બીક લાગે છે.

8. દીપિકા પાદુકોણ:દીપિકાને સાંપ ના નામથી જ બીક લાગે છે, તો જોવાની તો દૂર ની જ વાત રહી.

9. શાહરુખ ખાન:આ શો દરમિયાન શાહરૂખે જણાવ્યું હતું કે તેને ઘોડાઓ થી ખુબ જ બીક લાગે છે.

10. અર્જુન કપૂર:ગુંડે ભાઈ સાહેબને પંખા થી બીક લાગે છે, અર્જુનના ઘરમાં ક્યાંય પણ પાંખો લાગેલો નથી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here