ધોરાજીના નાનકડા ગામના ખેડૂત પુત્ર યુવાને બનાવી માત્ર 7 રૂપિયાના ખર્ચે 40 કિલોમીટર ચાલતી બેટરી આધારીત AIM’s હાઈબ્રીડ સાઇકલ …..!!!

0

રાજકોટની દર્શન એંજિનિયર કોલેજમાં અભ્યાસ કરતાં ધોરાજી પાસે આવેલા કલાણા ગામના એક યુવાને તેના પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે બનાવી બેટરી આધારીત સાયકલ.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૌલિક નામનો યુવાન છોકરો જે હાલ રાજકોટની એંજિનિયર કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા લક્ષ્મણભાઈ ખેડૂત છે. તેમજ મૌલિકને તેના પિતાને ખેતીમાં મદદ પણ કરાવે છે. એક સમયે મૌલિક તેના પિતા સાથે મોંઘવારી બાબતે અને પેટ્રોલ, ડિઝલના ભાવના વધતા જતાં ભાવના કારણે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે વાત વાતમાં એના પિતા એવું બોલ્યા હતા કે એવું કોઈ સાધન ન બની શકે જેને પેટ્રોલ, ડિઝલના ભાવ ગમે તેટલા વધે તો પણ કોઈ અસર જ ન થયા ? ના કોઈને મોંઘવારી નડે કે ના કોઈ પ્રદૂષણ. બસ, એ વાત મૌલિકના મનમાં ઘર કરી ગઈ. એ સતત એ બાબત વિષે જ વિચાર કરતો અને એનાવિશે જ આખો દિવસ અભ્યાસ કર્યા કરતો.
અંતે એક દિવસ તેના મગજમાં બેટરી આધારીત એઈમ્સ હાઈબ્રીડ સાઇકલ આખરે બની જ ગઈ. એ પણ સાવ સસ્તામાં. આ સાયકલ એવી બની છે કે માત્ર સાત રૂપિયાના ખર્ચે જ પૂરા ચાલીસ કિલોમીટર ચાલે છે અને એ પણ 42 કિમી ની પૂર ઝડપે. એ ઉપરાંત આ સાયકલમાં એલ.ઇ ડીની હેડ લાઇટ પણ લગાવવામાં આવી છે તેથી રાત્રે પણ એ સાયકલનો બિન્દાસ ઉપયોગ કરી શકાય છે. આ સાયકલ 100 % પ્રદૂષણ મુક્ત, ઈંધણ મુક્ત હોવાથી વાપરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક બની શકે છે.

મૌલિક જણાવે છે કે, મે મારા પિતાના સ્વપ્ન પ્રમાણે જ સાયકલ બનાવી છે. એકદમ પ્રદૂષણ મુક્ત અને મોંઘવારીની પણ કોઈ અસર ન થાય તેવી. તો હું મારા જન્મદિવસના દિવસે આ સાયકલ મારા પિતાને ગિફટ કરીશ.

Maulik Sherathiya ૯૭ ૨૭ ૭૭ ૪૦ ૯૭

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here