એક પગે બાંધેલો કાળો દોરો અપાવશે અનેક દુખ અને દર્દમાંથી રાહત, આજથી જ શરૂઆત કરો.

0

તમે ઘણા લોકોને જોયા હશે જે લોકો ફક્ત એક જ પગમાં કાળો દોરો બાંધતા હોય છે. પણ શું તમને ખબર છે કે એ લોકો કેમ આવું કરતા હોય છે. ઘણા લોકોને એમ હશે કે એ ફેશન છે અને અમુક લોકો હોય છે એવા જે ફેશનના કારણે પહેરતા પણ હોય છે પણ અમુક એવા લોકો છે જે ધાર્મિક રીતે પણ એક પગમાં કાળો દોરો બાંધતા હોય છે. આજે અમે તમને જણાવીશું એક પગમાં કે અંગુઠામાં કાળો દોરો બાંધવાથી શું ફાયદો થાય છે.

પગમાં કાળો દોરો બાંધવાના ફાયદા

જે પણ લોકોને પેટમાં દુખાવાની ફરિયાદ હોય એ વ્યક્તિને પેટનો દુખાવો ત્યારે ત્યારે થાય છે જયારે એ વ્યક્તિની પેટની પીસોટી (દુંટીની પાછળ આવેલ નાડી) એ ખસી જતી હોય છે. આના કારણે પેટમાં સહન ના કરી શકીએ એટલો દુખાવો થતો હોય છે. આવા લોકો જો પોતાના એક પગ પર કે પછી પગના અંગુઠા પર કાળો દોરો બાંધી દેવો જોઈએ. આમ કરવાથી પેટના દુખાવાથી રાહત મળે છે. માટે જયારે પણ અસહનીય પેટનો દુખાવો હોય ત્યારે એક પગ પર કે પછી અંગુઠા પર કાળો દોરો બાંધી દેવો.

જો તમારું કામ આખો દિવસ બહુ મહેનત વાળું હોય છે તો પગમાં દુખાવો થશે જ એ બહુ સીધી વાત છે. કારણ કે આપણું શરીરની સહન કરવાની એક હદ હોય છે કે અમુક સમય સુધી જ તે બરોબર કામ કરો શકે પછી આપણું શરીર એ સાથ આપતું નથી. એટલા માટે જો તમે તમારા પગને વધુ ચલાવવા માંગો છો અને ઈચ્છો છો કે દુખાવો ના થાય તો પછી તમારે પગમાં કાળો દોરો બાંધવાનો રહેશે. આમ કરવાથી પગનો દુખાવો તરત દુર થઇ જશે. આ વાતનો ઉલ્લેખ એ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. માટે જો પગના દુખાવાથી રાહત મેળવવા માંગો છો તો કાળો દોરો આજે જ તમારા એક પગ પર બાંધી લો.

પગ પર કાળો દોરો બાંધવાથી શું થશે.

પગ પર અમુક ઘાવ એવા થતા હોય છે જે બહુ જલ્દી સારા થતા નથી અને આપણને એ દુખાવો હેરાન કરતો હોય છે.તમે ઘણી દવાઓ પણ કરાવી હશે પણ એ છતાં કશો ફરક પડતો નથી તો તેના માટે તમારે એક કામ કરવાનું છે એક પગ પર કાળો દોરો બાંધી દેવો આમ કરવાથી પગનું જૂનામાં જુનું દરદ પણ મટી જશે.

શાસ્ત્રો મુજબ જો કાળા દોરાને મંગળવારના દિવસે પોતાના જમણા પગ પર બાંધવામાં આવે તો તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ પણ થાય છે અને સાથે સાથે જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. એટલા માટે જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો મંગળવારે તમારા જમણા પગ પર કાળો દોરો બાંધી લો.

તો જોયું તમે આજે ઘણા લોકો આ કળા દોરાને ફેશન બનાવીને પહેરતા હોય છે એ કાળો દોરો એ તમારા માટે કેટલો ફાયદાકારક છે. તો તમારા જીવનના તમામ દુખો દુર કરવા અને દરેક સમસ્યાનો સામનો કરવામાં મદદ કરશે ફક્ત એક કાળો દોરો. તો તમે પણ દોરો બાંધી જ લો. તમારા બીજા મિત્રો સુધી આ માહિતી પહોચાડવા આજે જ આ પોસ્ટ શેર જરૂર કરજો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here