જયારે આ ખેડૂત કેક લઈને પહોંચ્યો પોલીસ સ્ટેશન તો ચોંકી ગયા બધા, તેની પાછળનું કારણ તમને પણ હૈરાન કરી દેશે…..

0

કેક એવી વસ્તુ છે જે કોઈને પણ પસંદમાં આવતી હોય છે. આજકાલ તો તેનો ઉપીયોગ દરેક નાની-મોટી ખુશીના સેલિબ્રેશન માટે કરવામાં આવતો હોય છે. પછી વાત અળધી રાતે જન્મદિવસ પર કેક કાપવાની હોય કે પછી કોઈ ઉપલબ્ધી ને કેક ખવડાવવાની. જ્યારે પણ કોઈ તમને આ કેક વાળી સ્વીટ સરપ્રાઈઝ આપે છે, તો તમારા ખુશીનો પાર જ નાં હોય, પણ શું તમે ક્યારેય આવું પબ્લિક સર્વેન્ટ માટે કર્યું છે, જે રાત-દિવસ તમારી સેવામાં લાગેલા હોય છે. આ વ્યક્તિ પોલીસથાણામાં પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલા કાર્યને સહારવા અને તેમને ધન્યવાદ આપવા માટે કેક લઈને પહોંચ્યા હતા. અમુક દિવસો પહેલા રાજક્કડ પોલીસ સ્ટેશનના અધિકારીઓને કન્નપ્પનને ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે ફાઈન કર્યું હતું.    

કન્નપ્પન માટે આગળના 23 વર્ષોમાં આં પહેલો મૌકો હતો, જ્યારે તેને દારુ પીવા પર સજા આપવામાં આવી હતી. આ ફાઈન તેના દ્વારા એક મહિનો શરાબ પર ઉડાળવામાં આવેલા રૂપિયાથી ઘણું ઓછું હતું. પણ આ બાબતે તેની પૂરી જિંદગી જ બદલી નાખી, તેના બાદ કન્નપ્પને શરાબ પીવાનું છોડી દીધું હતું. સાથે જ તેને એ અહેસાસ પણ થયો કે દારુ પી ને ગાડી ચલાવવી બીજાની સાથે-સાથે ખુદની જિંદગી માટે પણ ખતરનાક છે.

તેમાં આવેલા આ બદલાવનો શ્રેય સબ-ઇન્સ્પેકટર જોય અબ્રાહમ અને તેની ટીમને જાય છે. જો તેઓ તેને દંડિત ન કરતા, તો કદાચ તે આ ખરાબ લતથી છુટકારો ન મેળવી શક્યો હોત. માટે કન્નપ્પને તેને ધન્યાવાદના સ્વરૂપે કેક ખવડાવી હતી. તેનાં આ ઉમદા વિચારથી પૂરું પોલીશ સ્ટેશન પણ સરપ્રાઈઝ બની ગયું હતું.  

આ એ વાતનું એક સટીક ઉદાહરણ છે કે ઘણીવાર સજા દેવા પર પણ લોકોની ખરાબ આદતો સુધરી જાતી હોય છે. માટે જો આગળ ચાલીને કોઈ સરકારી અધિકારી તમારું ચલણ કાપે, તો તેની સાથે દલીલ કરવાની જગ્યાએ તેને સમજવાની કોશીસ કરો કે આવું શા માટે થયું અને તેનાથી આપણને શું શીખ મળે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!