જો તમને પણ છે પૈસા ની તંગી તો આ ગામમાં આવો, થઇ જાશો માલામાલ….વાંચો રસપ્રદ માહિતી

0

આજના સમયમાં પૈસા ની જરૂર દરેક કોઈને છે. એવામાં તમને પણ જો પૈસા ની તંગી છે તો ભારતનું એક એવું ગામ છે જ્યાં જાવાથી પૈસા ની તંગી દૂર થઇ જાય છે. તો ચાલો આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ આ ગામ વિશે.અમે અહીં વાત કરી રહ્યા છીએ ભારત નું છેલ્લું ગામ ‘માણા’ ની. ભારત નું આ છેલ્લું ગામ આર્થિક તંગી થી પરેશાન લોકો માટે એક ચમત્કાર સમાન છે. ઉત્તરાખંડ ના ચમોલી જિલ્લા માં સ્થિત આ ગામ બદ્રીનાથ થી લગભગ 3 કિમિ ની દુરી પર સ્થિત છે.
માનવામાં આવે છે જે આર્થિક તંગી થી પરેશાન જે પણ લોકો અહીં આવે છે ભોલેનાથ ની કૃપા થી તેની પરિસ્થતિ સુધરી જાય છે. આ ગામ નું નામ ભગવાન શિવ ના ભક્ત મણિભદ્ર દેવ ના નામ પરથી રાખવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ ગામ શ્રાપ મુક્ત છે અને અહીં આવનારા વ્યક્તિ ને પાપો થી મુક્તિ મળી જાય છે. આ ગામ સમુદ્ર તળ થી લગભગ 3 હજાર ફૂટ ઊંચાઈ પર વસેલું છે.
અહીં ઘણા એવા ઐતિહાસિક સ્થાન પણ છે. ગામમાં જતા જ સૌથી પહેલા ગણેશ ગુફા નજરમાં આવે છે. કહેવામાં આવે છે કે જયારે ગણેશ જી વેદો ની રચના કરી રહ્યા હતા તો સરસ્વતી નદી પોતાના વેગ ને લીધે ખુબ જ અવાજ કરી રહી હતી.  જેને લીધે ગણેશ જી એ તેને કહ્યું હતું કે તે વેગ ને લીધે ઓછો અવાજ કરે કેમ કે તેને કામમાં બાધા આવી રહી છે. પણ સરસ્વતી નદી એ તેની વાત નહિ માની. તેની વાત થી નારાજ થઈને ગણેશ જી એ તેને શ્રાપ આપ્યો કે તેનાથી આગળ તે કોઈને પણ દેખાવામાં ન આવે. જેને લીધે સરસ્વતી નદી અમુક અંતર પર જઈને અલકનંદા માં મળી જાય છે.સરસ્વતી નદી ની ઉપર ભીમ પુલ છે. આ વિષય માં કહેવામાં આવે છે કે જયારે પાંડવ સ્વર્ગ માં જઈ રહ્યા હતા તો સરસ્વતી નદી પાસે થી કિનારો માંગ્યો પણ તેણે તેને ન આપ્યો. જેના પર ભીમે બે મોટી શિલાઓ ઉઠાવીને નદી ની ઉપર રાખી દીધી હતી. જેનાથી આ પુલ નું નિર્માણ થયું હતું. જેને લીધે તેનું નામ ભીમ પુલ પડ્યું હતું.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here