આ મંત્રોના જાપથી ખુદ હનુમાનજી કરે છે તમારા સંકટ દૂર, થશે આર્થિક સ્થિતી મજબૂર….

0

હાલના સમયમાં ઘણા લોકોને ભગવાન હનુમાન પર અતૂટ વિશ્વાસ રહેલો છે. રામ ભક્ત હનુમાન એક જ એવા દેવતા છે કે જે પોતાના ભક્તની થોડી ભક્તિ જોઈને પણ તરત જ પ્રસન્ન થઈ જાય છે ને પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે ને બધા જ દુખ દર્દને દૂર કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી હનુમાનજીના મંત્રોનો જાપ જપવામાં કરે છે એ ભક્ત પર હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે. મહાબલી હનુમાન જીની સાચા મનથી ભક્તિ કરનારને મનથી એક અલગ જ શક્તિનો અહેસાસ થાય છે. તે તન અને મનથી મજબૂત બને છે. જો તમારા પર કોઈ દુશ્મનનો સંકટ હોય કે પછી કોઈ બીમારીનો માત્ર હનુમાનજીના નામનું સ્મરણ કરતાં જ બધા જ સંકટો ટળી જાય છે. આપણાં દેશમાં હનુમાનજીની પૂજા મોટેભાગે કરે છે. અને મહાબલી હનુમાનજી પર શ્રદ્ધા રાખતા હોય છે. આજે અમે તમને હનુમાનજીના વિશેષ મંત્રો વિષે જણાવીએ છીએ જે ભક્ત આ મંત્રોનો જાપ કરે છે તે ભક્તને હનુમાનજીનું સાક્ષાત સુરક્ષા કવચ બની રક્ષા કરે છે. .

શસ્ત્રો અને હિંદુધર્મોમાં મહાબલી હનુમાનના જાપ કરવાના ઘણા બધા ફાયદા કહ્યા છે. જે ભક્ત હનુમાનજીના સાચા મનથી જાપ કરે છે તેમના જીવનમાં કોઈ બૂરી શક્તિ પ્રવેશી શકતી નથી. કેમકે ખુદ મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને બૂરી શક્તિથી દૂર રાખે છે. જો તમે પણ હનુમાનજીના આ મંત્રોનો જાપ કરશો ટો તમે પણ કોઈ જાદુ, ટોણાં કે બૂરી નજરની કોઈ અસર તમને લાગુ નહી પડે.

તો આવો જાણીએ હનુમાનજીના આ મંત્રો વિશે :
મંત્ર – ૐ શ્રી હનુમંતે નમ : –

આ મંત્રના જાપ સાચ્ચા મનથી રુદ્રાક્ષની માળાથી ઓછામાં ઓછી એક માળા નો જાપ જે ભક્ત આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજીનું સુરક્ષા કવચ બની જાય છે. જો તમે આ માળાનો જાપ એક માળાથી વધારે કરો છો તો તમારા પર હનુમાનજીનું કવચ 24 કલાકથી વધારે સમય રક્ષા કરશે તમારી.

મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા –
આ મંત્રનો જાપ રોજ ઓછામાં ઓછા એક માળા જરૂર કરવી જોઈએ. જો તમે આવું કરો છો તો તમને આનું સકારાત્મક પરિણામ 45 દિવસમાં જોવા મળશે. સાથે સાથે તમારી આર્થિક પરિસ્થિતી પણ મજબૂત બનશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય , રામ દૂતાય સ્વાહા !!

જો કોઈ વ્યક્તિને એવું લાગે છે કે, તેની ઉપર કોઈ મુસીબત આવવાની છે તો આ મંત્રનો જાપ જરૂર કરો. જરૂર ફાયદામંદ સાબિત થશે. આ મંત્રના જાપ કરવાથી ખુદ હનુમાનજી તમારું દુશ્મનોથી રક્ષણ કરશે. અને તમારી તમારા દુશ્મનો પર જીત થશે.
મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે :

જો કોઈ વ્યક્તિના મનમાં કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો પોતાની ઇચ્છાને પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપની ઓછામાં ઓછી એક માળા રોજ કરવી પડશે. ઘણી જ જલ્દી પૂરી થાય છે.

જો તમે ઈચ્છો છો કે હનુમાનજીના ઉપરોક્ત મંત્રોનો પૂરો ફાયદો મળે તો તેના માટે તમારે નિયમો સાથે વિધી વિધાન પૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આના માટે તમારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિની સામે આસન પાથરીને બેસવું ને દીવો કરવો ને પૂજા આરંભ કરતાં પહેલા ભગવાન શ્રી રામનું સ્મરણ કરવું અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ લેવા. પછી હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. પછી જ મંત્રોનો જાપ શરૂ કરવા. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here