જીઓ ગીગા ફાઈબર-આ શહેરો માં સૌથી પહેલા શરૂ થાશે સર્વિસ, જાણો તમારું પણ શહેર છે કે નહિ…

0

જીઓ ગીગા ફાઈબર ના લોન્ચ ની રાહ ઘણા દિવસોથી દેશભરના લોકો કરી રહ્યા છે. કંપની એ તેનું એલાન પોતાના 41 માં જનરલ મિટિંગ માં કરી હતી. જો કે આ સેવા ને દિવાળી પર શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી પણ અમુક કારણો ને લીધે આવું થઇ શક્યું હતું. રિપોર્ટ અનુસાર કંપની એ આ નવા સર્વિસ ની શરૂઆત સૌથી પહેલા દેશભર ના માં 30 શહેરો માં કરશે.જીઓ ગીગા ફાઈબર ને 30 શહેરમાના સૌથી પહેલા શરૂ કરવામાં આવશે જેમાં બેંગ્લોર ચેન્નાઈ, પુણે, લખનૌ, કાનપુર, રાયપુર, નાગાપુર, ઇન્દોર, થાણે, ભોપાલ, ગાજિયાબાદ, લુધિયાના, કોયંબટુર, આગ્રા, મદુરાઈ, નાસિક, ફરીદાબાદ, મેરઠ, રાજકોટ, શ્રીનગર,અમૃતસર, પટના, ઈલાહાબાદ, રાંચી, જોધપુર, કોટા, ગુવાહાટી, ચંદીગઢ, સોલાપુર, અને નવી દિલ્લી જેવા શહેરો શામિલ છે. એટલે કે આ શહેરો ના યુઝર્સ ને જીઓ ની આ સર્વિસ સૌથી પહેલા મળશે.

જીઓ નું લક્ષ્ય છે આ નવી સર્વિસ ને 1100 કસ્બો અને 50 મિલિયન લોકો સુધી પહોંચાડવાનું છે. કંપની એ તેના માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે અને આગળના વર્ષ સુધી આ સેવા ને પણ શરૂ કરી દેવામાં આવશે. હાલ તેના પર કામ ચાલી રહ્યું છે અને દરેક દિવસ હજારો લોકો રજીસ્ટ્રેશન પણ કરી રહ્યા છે. જીઓ ગિગાફાઈબર નો સૌથી શરૂઆતી પ્લાન 500 રૂપિયામાં આવશે. તેના સિવાય કંપની પોતાના યૂજર્સ ને શરૂઆતના ત્રણ મહિના 100Mbps ની સ્પીડ થી 100GB મહિનાના ડેટા ફ્રી માં આપશે. એટલે કે ત્રણ મહિના તમને ફ્રી માં સર્વિસ મળશે.

જણાવી દઈએ કે યુઝર્સ ને શરૂઆત માં સિક્યોરિટી ડિપોઝીટ પર 4,500 રૂપિયા ચૂકવવાના હશે, આ સિવાય આ સર્વિસ ને લેવાના દરમિયાન તમારે ગીગા ફાઈબર અને જીઓ ટીવી રાઉટર ફ્રી માં મળશે. તેના સિવાય કંપની 750,999 અને 1,299 રુપિયા નો પ્લાન પણ રિલીઝ કરી શકે છે. કંપની એ આવનારા દરેક પ્લાન્સ 1 મહિનાની માન્યતા વાળા હશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળે પળ ની ન્યુઝ વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here