હિન્દૂ ધર્મની પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવા માટે કઈ ઉંમર સૌથી સારી? જાણવા માટે વાંચો…

0

સામાન્ય રીતે લગ્ન માટે યુવક અને યુવતી વચ્ચે ઉંમરનો તફાવત રાખવામાં આવે છે. લગભગ દરેકમાં યુવકની ઉંમર એ યુવતીથી મોટી હોય છે. બહુ ઓછા એવા કિસ્સા હોય છે જેમાં યુવતીની ઉંમર એ યુવકથી વધારે હોય. એટલા માટે એ સમજવું બહુ જરૂરી છે કે કેમ યુવક અને યુવતીની ઉંમરમાં તફાવત હોવો જોઈએ.

ઘણા લોકો એવું કારણ આપતા હોય છે કે જો યુવક એ યુવતી કરતા મોટો હશે તો તે સમજદાર હશે અને દરેક વાતમાં એ યુવતીને સહયોગ આપશે, તો અમુક લોકોનું કહેવું છે કે યુવતીઓ એ બહુ લાગણીશીલ હોય છે એટલે જો યુવકની ઉંમર એ વધારે હશે તો તે તેને સારી રીતે સાથ આપી શકશે.

ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે યુવકમાં એ વધતી ઉંમરના લક્ષણ એ યુવતીઓની તુલનામાં બહુ મોડેથી દેખાય છે, જયારે યુવતીઓની ઉંમર એ બહુ વહેલા દેખાવા લાગે છે, એવામાં યુવતીની ઉંમર ઓછી હોવી એ સામાન્ય વાત છે. પણ આવા કોઈ વિચારને કોઈ ખાસ બાયોલોજીકલ આધાર નથી. ઘણા એવા યુવક હોય છે જે ઉમરથી પહેલા જ ઘરડા દેખાતા હોય છે. પુરુષની સરખામણીએ સ્ત્રીમાં પ્રતિરોધક શક્તિ એ વધારે હોય છે.

અમુક લોકો અનુસાર ઉમરમાં અંતર હોવાથી સંબંધોમાં સંતુલન રહે છે કારણકે ઉંમરની સાથે વ્યક્તિની વિચારશક્તિ એ વિકાસ પામે છે, તે અમુક વસ્તુઓને વધારે સારી રીતે સમજી શકે છે અને કોઈપણ વાતમાં સંતુલન રાખવાના રસ્તા સરળતાથી કરી શકે છે.

જો બંનેની ઉંમર સરખી હોય તો યુવતી એ યુવકને એવું સન્માન નથી આપતી જેવું એક પતિને મળવું જોઈએ. આવામાં બંનેની વચ્ચે અહંકારની લડાઈ શરુ થઇ જાય છે અને અંતે લડાઈ ઝઘડા થવા લાગે છે. ઉંમરમાં તફાવત હોવાથી એકબીજાનું સન્માન અને પ્રેમ વધારે છે.

કાનૂની રીતે લગ્ન માટે યુવતીની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ નો નિયમ છે જે એકદમ પરફેક્ટ છે. બાયોલોજીકલ રૂપથી યુવક અને યુવતી બંને જો ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરવામાં આવે તો તે યોગ્ય છે. કાનુન અને પરંપરાનું હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. સ્થાનિક પરંપરામાં તો યુવક અને યુવતીનું લગ્ન એ તેઓ જયારે નાના બાળક હોય છે ત્યારે જ કરી દેવામાં આવે છે. અને અમુક રીવાજો પણ બહુ અજીબ હોય છે પણ આ રીત એ હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

હિંદુ શાસ્ત્રમાં મુખ ૧૬ સંસ્કાર હોય છે જેમાં એક આ લગ્ન પણ છે. જો વ્યક્તિ સન્યાસ નથી લેતો તો દરેક વ્યક્તિએ લગ્ન કરવા જરૂરી છે. લગ્ન પછી જ પિતૃઋણ ચૂકવી શકાય છે. વિ+વાહ = વિવાહ આનો સરળ અર્થ થાય છે વિશેષ સ્વરૂપે વહન કરવું. વિવાહને પાણીગ્રહણ પણ કહેવામાં આવે છે.

હિંદુ દર્શન પ્રમાણે આશ્રમ પ્રણાલીમાં લગ્નની ઉંમર એ ૨૫ વર્ષ હતી જેનાથી સારા સ્વસ્થ્ય અને કુપોષણની સમસ્યામાંથી મુક્તિ મળે છે. બ્રહ્મચર્ય આશ્રમમાં પોતાનું ભણતર પૂર્ણ કર્યા પછી જ વ્યક્તિ એ લગ્ન કરી શકે છે. આશ્રમમાં ભણીને વ્યક્તિ સંસ્કારવાન બને છે. આશ્રમમાં યુવક અને યુવતી બંને માટે શિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આશ્રમમાં દાખલ થવા માટે ઉંમર ૭ થી ૮ વર્ષ હોવી જોઈએ. આશ્રમ સિવાય પણ શાસ્ત્રકોત્તર જીવન એ લગ્નનો સમય હોય છે, એટલે કે વિદ્યા લઇ લીધા પછી લગ્ન કરીને ગૃહ્સ્સ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. શિક્ષા વિજ્ઞાન અનુસાર ૨૫ વર્ષની ઉંમર સુધી શરીરમાં વીર્ય, વિદ્યા, શક્તિ અને ભક્તિનો પુરતો સંશય થતો હોય છે. આ સંશયના આધારે જ વ્યક્તિ એ ગૃહસ્થ આશ્રમની બધી નાની મોટી જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ બને છે.

શ્રુતિનું વચન છે : બે શરીર, બે મન અને બુદ્ધિ, બે હૃદય, બે પ્રાણ અને બે આત્માનો સમન્વય કરવાથી અઢળક પ્રેમના વ્રતનું પાલન કરવાવાળા દંપતી શંકર પાર્વતી સમાન બને છે અને એ જ સાચા લગ્ન છે. હિંદુ સંસ્કૃતિમાં લગ્ન એ ક્યારેય ના તુટવા વાળું એક પરમ પવિત્ર બંધન હોય છે. યુવક અને યુવતીનું લગ્ન જીવન એ સુખી બની રહે તેના માટે લગ્ન પહેલા બંનેની કુંડળી મેળવવામાં આવે છે.

ઉંમરમાં અંતર હોવાના કિસ્સાઓને હિંદુ ધર્મમાં કોઈ ખાસ મહત્વ નથી યુવતીની ઉમર વધારે હોય કે સમાન હોય કે પછી ઓછી હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. જો બંનેનું ભણતર અને સંસ્કાર યોગ્ય હોય તો બંને સમજદારી પૂર્વક સાથે રહી શકે છે. જો આવું નથી હોતું તો એ દંપતીનું જીવન એ એક સમજદારી કહેવાય છે અને તે સંબંધ ક્યાં સુધી ચાલશે તે કહી શકતું નથી.

વેદોને બાદ કરતા બીજા ધર્મશાસ્ત્રો અનુસાર યુવતીના લગ્ન એ માસિકધર્મ પહેલીવાર શરુ થાય એ પહેલા જ કરી દેવા જોઈએ. બાળ વિવાહનું ચલણ એ આ ધારણા પ્રમાણે જ કરવામાં આવે છે. વેદ અનુસાર આવા લોકો જે ઉમરથી પહેલા સંભોગ કરે છે તેમની ઉંમર બહુ જલ્દી વધી ગઈ હોય એવું લાગે છે. તેમનો માનસિક વિકાસ પણ હજી બરોબર નથી થઇ શકતો. દરેક રાજ્યમાં લગ્નની ઉમર અને પ્રથા એટલે કે રીવાજ અલગ અલગ છે પણ તેનું વેદો સાથે કોઈપણ સંબંધ નથી.

વેદોમાં સ્ત્રીને પુરુષની સહચારીની, અર્ધાંગિની અને મિત્ર કહેવાય છે. આ પ્રમાણે ઉમરનું સંતુલન હોવું એ જરૂરી બની જાય છે. જૈવિકા રૂપમાં પુરુષ એ પોતાની ઉમરથી ૨ વર્ષ ઓછો સમજદાર હોય છે જયારે મહિલાએ પોતાની ઉમરથી ૨ વર્ષ વધારે સમજદાર હોય છે. એટલા માટે તેમનામાં બે વર્ષનું અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે. પારંપરિક રૂપથી પુરુષને ઘરનો મુખ્ય વ્યક્તિ ગણવામાં આવે છે અને એટલા માટે જ તેને સન્માન આપવું જરૂરી માનવામાં આવે છે જોડીની સામાજિક સ્વીકૃતિ માટે પણ આ જરૂરી છે. અમુક અપવાદોને બાદ કરતા પ્રાચીન કાળથી યુવકની ઉમર એ યુવતી કરતા વધારે હોય તેને સાચી માનવામાં આવી છે. આની પાછળ અલગ અલગ કારણો જવાબદાર હોય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here