હનુમાનજી આ મંદિરમાં રોજ દેખાડે છે ચમત્કાર, કરે છે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર

0

આપણા દેશ ભારતને ચમત્કારોનો દેશ માનવામાં આવે છે, આપણા દેશમાં લોકોને ભગવાન પ્રત્યે ખૂબ જ આસ્થા છે અને અહીંના મંદિરોના ચમત્કારો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ઘણીવાર લોકો મંદિરમાં ભગવાનથી પોતાની સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરવા આવે છે. ભક્તોને ભગવાન પર ખૂબ જ વિશ્વાસ હોય છે અને તેમની એક જ ઈચ્છા હોય છે કે ભગવાન તેમના બધા જ દુઃખો દૂર કરે, તેમની કૃપા બનાવી રાખે. જો ઈશ્વર ચમત્કાર ન બતાવે તો ભક્તોને લાગે છે કે આ સંસારમાં ભગવાન નથી પરંતુ એવું માનવામાં આવે છે કે મહાબલિ હનુમાનજી કળિયુગમાં પણ સાક્ષાત બિરાજમાન છે. તેમને કળિયુગના સાક્ષાત દેવ માનવામાં આવ્યા છે. તો આજે હનુમાનજીના એક એવા મંદિર વિશે વાત કરીશું કે જે મંદિરની અંદર છેલ્લા 45 વર્ષોથી હનુમાનજી સતત ચમત્કાર દેખાડી રહયા છે.

આજે જે મંદિર વિશે જાણકારી આપીશું એ મંદિર લખનઉમાં આવ્યું છે. આ મંદિર હનુમાન સેતુ મંદિર તરીકે જાણીતું છે. આ મંદિરની અંદર હનુમાનજી છેલ્લા 45 વર્ષથી સતત પોતાના ચમત્કાર દેખાડી રહયા છે. હનુમાનજીના આ મંદિરમાં, ભક્તો તેમની મુશ્કેલીઓને એક ચિઠ્ઠી પર લખીને લાવે છે. અને અહીં હનુમાનજીને આપે છે. મહાબલિ હનુમાનજી બધી જ ચિઠ્ઠીઓ વાંચે છે અને થોડા દિવસોમાં તેમના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આજ કારણે, હનુમાન સેતુ મંદિરને અરજીવાળા હનુમાનના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હનુમાનજીનું એવું મંદિર છે જ્યાં ભક્તો પોતાની સમસ્યાઓ લિખિતમાં આપે છે અને હનુમાનજી તેમના ભક્તોની સમસ્યાઓને દૂર કરે છે.

મહાબલિ હનુમાનજીનું આ મંદિર ગોમતી નદીના કાંઠે આવેલું છે. આ મંદિરના પૂજારીનું કહેવું છે કે જો તમે 70ના દાયકાના ઇતિહાસને ઉઠાવીને વાંચો તો, ત્યાં માહિતી મળશે કે એ સમયે લખનઉમાં ભારે પૂર આવ્યું હતું. ગોમતી નદીમાં પૂર આવ્યું, અને બધું જ વહાવીને પોતાની સાથે લઇ ગયું. પરંતુ મહાબલિ હનુમાનજીની મૂર્તિનું પૂરથી કઈ જ બગાડ્યું નહિ. તેમની મૂર્તિ બિલકુલ પણ હલી ન હતી. ત્યારે બાબા નીવ કરૌરીએ અહીં આવીને પૂરને પોતાના આશીર્વાદથી શાંત કરાવ્યું હતું. જયારે પૂરના પાણી ઉતારી ગયા એ પછી અહીં વહીવટીતંત્રે ગોમતી નદી ઉપર પૂલ બાંધવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ પૂલ બનાવી શક્યા ન હતા.

જયારે પણ નદી પર પૂલ બાંધવામાં આવતો તો એ કોઈને કોઈ કારણોસર પડી જતો હતો. છેવટે હાર માનીને કેટલાક અધિકારીઓ પૂલ બનાવવા માટે નીવ કરૌરી બાબા પાસે આવ્યા હતા, ત્યારે બાબાએ એ અધિકારીઓને કહ્યું હતું કે હનુમાનજીએ તો રામ ભગવાનની કૃપાથી સમુદ્ર પર પૂલ બનાવી દીધો હતો. બસ તમે લોકો એ વાતનો સંકલ્પ કરો કે પૂલ બનાવતા પહેલા હનુમાનજીનું મંદિર બંધાવશો. તેના પછી જ અહીં પૂલ બનાવવામાં આવ્યો અને અધિકારીઓએ હનુમાનજીનું મંદિર બનાવ્યું.આ જ કારણથી, હનુમાનજીના આ મંદિરનું નામ હનુમાન સેતુ મંદિર પડ્યું હતું. આ મંદિરમાં કોઈ પણ ભક્ત આવે છે એ હનુમાનજીના દર્શન કોઈને કોઈ રૂપમાં કરી જ લે છે. મહાબલિ હનુમાનજી છેલ્લા 45 વર્ષથી પોતાના બધા જ ભક્તોની વ્યાજબી માંગણીઓ પૂરી કરે છે. આ મંદિરની અંદર હનુમાનજી રોજ પોતાના ચમત્કાર બતાવે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર બાબા નીવ કરૌરી આજે પણ વિરાજમાન છે અને સમયે-સમયે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. જો તમારી પણ કોઈ સમસ્યા હોય, જેનાથી છુટકારો ન મળતો હોય તો તમે પણ પોતાની અરજી લખીને આ મંદિરમાં જઈ શકો છો, અતંરિ સમસ્યાઓનું સમાધાન આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here