ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીતા અંબાણી, જોવા મળ્યો સાદગી ભર્યો, 10 કરોડ ફાળવ્યા અને 4 ગામો લીધા દત્તક


દેશના ધનાઢ્ય અંબાણી પરીવારના પુત્રવધૂ નીતા અંબાણી તેમના પુત્ર અનંત સાથે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત અબિયાણા ગામની સંવેદનાસભર મુલાકાત લીધી હતી. જ્યાં ગામની મહિલાઓ સાથે નીતા અંબાણીએ નીચે જમીન પર બેસીને હૃદય સ્પર્શી વાર્તાલાપ કર્યો તો સાથેસાથ બહેનો પાસે ભજન ગવડાવી હસ્તા ચહેરે સાંભળી તાલીઓ વગાડીને તાલથી તાલ મીલાવ્યો હતો. તો દિકરા અનંત સાથે પ્રવાસમાં સ્થળે સ્થળે જ્યશ્રી કૃષ્ણ કહી હાથ જોડ્યા હતા. તો સાથેસાથ નીતા અંબાણીએ ચારથી પાંચ વખત દુપટ્ટો માથે ઓઢીને ગુજરાતી સભ્યતાની પ્રતીતિ કરાવી હતી.

પૂરગ્રસ્તની મુલાકાતે પુત્ર અન્નત સાથે આવી પહોંચેલી નીતા અંબાણી

રીલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી ધર્મપત્ની નીતા અંબાણીએ બુધવારે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત અબિયાણા ગામની સંવેદનાસભર મુલાકાત લીધી હતી. તેઓએ અબિયાણા ગડસઇ અને ઉનડી ગામના પૂરગ્રસ્તોને કિટ વિતરણ કર્યુ હતું. બાદમાં ગ્રામ સભાને સંબોધતા રીલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે ત્રણથી ચાર ગામો દત્તક લેવાની સાથે રૂ.10 કરોડ ધનરાશી પુન:સ્થાપન કામગીરી માટે ફાળવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ ગામોની પસંદગી કરાશે તેમ તેમણે જણાવ્યુ હતું.

દેશના ધનાઢ્ય અંબાણી પરીવારના પુત્રવધૂ નીતા અંબાણી તેમના પુત્ર અનંત સાથે બનાસકાંઠાના થરા ખાતે હેલીકોપ્ટર મારફતે આવી રોડમાર્ગે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે પહોંચ્યા હતા. જયાં તેઓના હસ્તે ગડસઇ ગામના મહિલાઓ ભાઇઓને મળીને હ્રદય સ્પર્શી વાર્તાલાપ કર્યો હતો. તેઓએ બસ સ્ટેન્ડ પાસે કિટ વિતરણ કેમ્પ અને ગામમાં પશુ ચિકિત્સા કેમ્પ, મેડીકલ કેમ્પની મુલાકાત લઇ રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે ગામચોક ખાતે ટુંકી સભા સંબોધી હતી.

જેમાં આપત્તિના સમયમાં રીલાયન્સ ફાઉન્ડેશન તમારી સાથે છે તેવો સધીયારો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ફાઉન્ડેશને સદકાર્ય કર્યુ઼ હતું. તે પછી ઉત્તરાખંડ, કેદારનાથ,ચેન્નઇ અને હવે પૂરગ્રસ્ત આ વિસ્તારમાં ટ્રસ્ટ તેનું યોગદાન આપશે. આ માટે જામનગર તેમજ અન્ય સ્થળોના 50 જેટલા માણસો અહીં કામે લગાડ્યા છે. ગામના સરપંચ ભીખીબેન આહિર, પૂર્વ સરપંચ શિવાજી ગોહિલે ગામમાં રોટી કપડા મકાનની અને જમીન ધોવાણની રજુઆતો કરી હતી.આ પ્રસંગે મામલતદાર , એઅેસપી, મદારસિંહ ગોહીલ વગરે હાજર રહયા હતા.
નીતા અંબાણીના વાર્તાલાપમાં સંવેદના પ્રકટી

ગામમાં પ્રવેશતાં સન્માન સ્વાગત વેળાએ પૂછ્યું બહુજ પૂર આવી ગયા. હજુ પણ પાણી છે.  ફાઉન્ડેશનના કર્મચારીઓને પૃચ્છા કરતા 8000 કિટ વિતરણ કરાયાનું જણાવ્યું
કિટ લેવા આવેલ એક મહિલા તાવથી ધ્રુજવા લાગતાં તેમને તુરંત મેડીકલ કેમ્પમાં લઇ જવા કહ્યુ. ગામમાં ગોઠવેલ મેડીકલ કેમ્પ અને વાનનો ઉપયોગ કરજો. કલોરીનની ગોળીઓ ખાઇ ન જતા, પાણીમાંનાખજો

ધાબાવાળા મકાન બનાવજો જેથી પૂરમાં આશરો લેવાય

Source: Divyabhaskar

ગામની મહિલાઓ સાથે નીતા અંબાણી વાર્તાલાપ કરી રહયા હતા ત્યારે એક મહિલાએ કહયું કે બહેન મકાન બનાવોતો ધાબાવાળા બનાવજો, જેથી પુર આવેતો તેના પર આશરો લઇ શકાય. આ સાંભળી નીતા અંબાણીએ કહયું કે સારૂ, પણ ભગવાન આ દિવસો ફરી ન લાવે. તેઓએ દીકરા અનંત સાથે પ્રવાસમાં સ્થળે સ્થળે જયશ્રી કૃષ્ણ કહી હાથ જોડ્યા હતા. બહેનો પાસે ભજન ગવડાવી હસતા ચહેરે સાંભળી તાલીઓ વગાડીને તાલ મિલાવ્યો હતો. નીતાએ ચાર પાંચ વખત દુપટ્ટો માથે ઓઢીને ભારતીય સભ્યતાની પ્રતીતી કરાવી હતી. ગામમાં ભાઇઓ બહેનોએ નીતાબેન, રીલાયન્સ ફાઉન્ડેશનની જય બોલાવી હતી.

 

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
6
Wao
Love Love
8
Love
LOL LOL
0
LOL
Omg Omg
1
Omg
Cry Cry
0
Cry
Cute Cute
3
Cute

ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીતા અંબાણી, જોવા મળ્યો સાદગી ભર્યો, 10 કરોડ ફાળવ્યા અને 4 ગામો લીધા દત્તક

log in

reset password

Back to
log in
error: