અજમાવો આ એકદમ સરળ 7 ઉપાય, આવશે ઘરમાં સુખ, સમૃદ્ધિ ને વૈભવ …..100% ફાયદાકારક માહિતી વાંચો

0

સામાન્ય રીતે સુખ સમૃદ્ધિ અને ખુશીથી ભરપૂર ઘર બનાવવા માટે શાંતિ અને પૈસા બંનેની જરુર પડે છે, પરંતુ કોઈ પાસે પૈસા હોય તો શાંતિ અને સુખ નથી. કોઈ પાસે પાસે સુખ શાંતિ છે તો પૈસા નથી દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યા છે. તેથી આપણે કંઈક આવાં ઉપાયો અજમાવવા જોઈએ. જેનો ઉપયોગ કરીને જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું પૈસાનું દુખ અને સુખ સમૃદ્ધિની અભાવ ન રહે. અને ઘરમાં હંમેશાં શાંતિનો માહોલ બન્યો રહે.

ઘરમાં શૂઝ-ચપ્પલ આડા અવળા અથવા યંધા ચતા ન રાખવા જોઈએ. આનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે.

સવારે નિત્ય પૂજા પ્રત: 6 થી 8 વાગ્યે જમીન પર આસન પાથરીને પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું રહે તેમ બેસીને કરવી જોઈએ. પૂજાનું આશન કુશાનું હોય તો ઉત્તમ છે, અન્યથા ગરમ, પીળો, લાલ અથવા સફેદ રંગ પણ વાપરી શકાય છે. આનાથી આધ્યાત્મિક વૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે.

પહેલી બનાવેલી રોટલી ગાય માટે કાઢો. આમ કરવાથી દેવતા પણ ખુશ થાય છે અને પિતૃને પણ શાંતિ મળે છે.

પૂજા ઘરમાં હંમેશા પાણી તાંબાના લોટામાં ભરેલું રાખો, શક્ય હોય તો ઇશાન ખૂણાના ભાગમાં રાખો.

આરતી, દીપ, પૂજા અથવા આગ્નિ જેવી પવિત્ર વસ્તુને ક્યારેય ફૂંક મારી ન બુજાવવું.

મંદિરમાં દીવા, અગરબતી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ-પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં રાખવી.

ઘરના મુખ્ય દ્વાર પર જમણી તરફ સ્વસ્તિક બનાવો.

ઘરમાં કોઈ પણ ખૂણે કરોડિયાના જાળા ન થાય તેનું ધ્યાન રાખવું. તેનાથી જીવનમાં બાધા ને અડચણ આવે છે.

અઠવાડિયામાં એકવાર ચોક્કસપણે દરિયાઈ મીઠું અથવા સિંધાલૂ નાખી ઘરમાં પોતું કરવું. અને રોજ મીંઠાવાળા પાણીથી ઊંમ્બરો ધોવાથી ઘરની નકારાત્મક નકારાત્મક શક્તિ દૂર થાય છે.

દરેક અમાસે ચાર રસ્તા પર ચાર વાંટનો સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો, આમ કરવાથી તમે ઋણ મુક્ત થશો.

રોજ સનહે ગાયના કાચા દૂધમાં મધના ટીપાં નાખી ઘરમાં છાંટી દેવું, અને ત્યારબાદ ગૂગલ, હરમલ, અને લોબાન ભેગું કરી ઘરમાં ધૂપ આપવો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here