ઘરની બહાર જાવ તો ફ્રિઝ બંધ ન કરો, રાખો એક રૂપિયાનો સિક્કો – ફાયદાકારક TIPS વાંચો ..

 

જ્યારે તમ ઘરની બહાર જાતા હોવ છો ત્યારે અમુક વસ્તુ ચેક કરો છો તો અમુક વસ્તુ ને નજરઅંદાજ કરો છો. ખાસ કરી ને તમે અમુક દિવસો માટે ઘર ની બહાર જતા હોવ ત્યારે અમુક બાબતો ની કાળજી રાખવી ખુબજ જરૂરી છે.

તમે વિચારો છો કે તમારી ગેરહાજરીમાં ઘરમાં ઓછી ઇલેક્ટ્રિસિટી કંઝ્યૂમ થાય. આ માટે બધા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અને લાઇટ્સ ઓફ કરીને જાઓ છો. પણ જો રેફ્રિજરેટર બંધ કરો છો તો તેમાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડે છે. ફ્રિઝને કઇ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તેને લોડ ઓછો પડે છે અને તમારું કામ પણ ઘટે છે.

ઘરની બહાર જાવ તો ફ્રિઝ બંધ ન કરો, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અને લાઇટ્સ, રેફ્રિજરેટર

જો ફ્રીજ મા ખવાનું નથી રાખ્યું તો પણ જગ કે બોટલ મા પાણી ભરી ને રાખો. કેમ કે ફ્રીજ ને લો ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે કોઈક ચીજ તો જોઈએ જ છે.


એક બાઉલ મા બરફ જમાવી ને તેમાં એક રૂપિયા નો સિક્કો રાખી ને ફ્રીજ મા મુકો. તમે આવશો ત્યારે કોઈન  બાઉલ ની નીચે કે વચ્ચે મળે તો સમજો કે લાઈટ ગય હશે. આ સમયે ફ્રીજ મા રાખેલું ફૂડ ના ખાઓ.

ઈલેકટ્રીસીટી બચાવવા માટે તમે ફ્રીજ બંધ કરવા ઈચ્છો છો તો પહેલા તેમને ડીફ્રોસ્ટ કરો. બધો બરફ કાઢ્યા બાદ મોઈશ્ચર ક્લીન કરો અને પછી દરવાજા ઓપન કરી ને જાઓ.

બહાર જતી સમયે ફ્રીજ બંધ ના કરો. તમે બંધ કરો છો તો તેમાં સ્મેલ આવે છે અને ફૂગ જામે છે. વેકેશન થી આવ્યા બાદ તમારુ કામ વધી જાય છે.

ઈચ્છો તો ફ્રીજ નું આઈસ મેકર બંધ કરી દો અને તેને દીવાલ થી થોડું દુર ખસેડી દો. જેથી જે પણ પાણી તેમાં થી નીકળે તેને જગ્યા મળી રહે.

જયારે પણ ફ્રીજ ઓન રાખો છો ત્યારે તેનો ઈલેક્ટ્રીકલ કોડ ડેમેજ તો નથી ને તે ચેક કેરી લો. હેવી એકસટેન્શન કોડ જ યુજ કરો. જેથી તમારી ગેરહાજરી મા ખતરો ના રહે.

ઘર બંધ કરો ત્યારે ફ્રીજ નો દરવાજો ખાસ બંધ કરો. એવું ન બને કે તેમથી ઠંડી હવા બહાર નીકળતી રહે અને એવા મા ફ્રીજ ને સામાન્ય કરતા વધારે કામ કરવું પડે.

ફ્રીજ ને યોગ્ય ટેમ્પરેચર પર રાખો. ૩૭ – ૪૦ ડીગ્રી ફેરનહિટ પર ટેમ્પરેચર સેટ કરો. ભલે તમે કેટલાક  દિવસો સુધી ફ્રીજ નો ઉપીયોગ ના કરવાના હોય.

બંધ ફ્રીજ નો ડોર ઓપન કરવાની સાથે તેના ફ્રીજર અને રેફ્રીજરેટર મા બેકિંગ સોડા નું ઓપન બોક્સ રાખો. તે મોઈસ્ચર શોષી લેશે અને ફૂગ નહી આવે.

Original Content: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!