ગાડી ખરીદવી છે પણ બજેટ ઓછું છે? તો 2.5 લાખ રૂપિયા માં ખરીદી શકો છો આ અદ્ભુત ગાડી, વિગતે વાંચો…

0

લગભગ દરેક મધ્યમવર્ગી વ્યક્તિની ઈચ્છા હશે જ કે એક નાનકડું ઘર હોય અને એક નાનકડી અને ગાડી હોય. પણ જો મધ્યમવર્ગના વ્યક્તિને નડે તો ફક્ત એક જ વસ્તુ અને એ છે બજેટ. આજકાલ કોઈપણ સપનું પૂરું કરવું હોય તો તેના માટે પૈસા જોઈએ જ. જો તમે પણ ગાડી લેવાનું પ્લાન કરો છો પણ બજેટ નડે છે તો આજે અમે લાવ્યા છે તમારી માટે એવી એક અદ્ભુત ગાડીની માહિતી કે જે તમારા બજેટમાં પણ આવશે અને તેના ફીચર પણ તમને પસંદ આવશે.

ડેટશન કંપનીએ ઘણા સમય પહેલા આ ગાડીને લોન્ચ કરી દિધી હતી. લોન્ચ થઇ એ સમય પછી આ ગાડીએ ઘણા બધા લોકોના હૃદયમાં જગ્યા બનાવી લીધી હતી. રેડી-ગોને રેનો કવીડના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું હતું. રેડી-ગોમાં બેસ મોડલમાં ૮૦૦ સીસીનું એન્જીન નાખવામાં આવ્યું છે, જે ૫૪ પીએસનો પાવર અને ૭૨ એનએમનો ટોર્ક ઉત્પન્ન કરે છે.

કેબીનમાં ઘણીબધી જગ્યા આપવામાં આવી છે. ઉંચાઈના કારણે ગાડીમાં હેડરૂમ બહુ સારું મળી રહે છે. આ ગાડીમાં ચાર વ્યક્તિ આરામથી બેસી શકે છે. ફીચર્સ વિષે તમને જણાવીએ તો આ ગાડીમાં ટચસ્ક્રીન ઇન્ફોટેમેન્ટ સીસ્ટમની જગ્યાએ સિંગલ ડીન મ્યુઝીક સીસ્ટમ આપવામાં આવી છે. આનો બુટ સ્પેસ એ ૨૨૨ લીટર છે.

ગાડીના આગળના ભાગમાં ડેટસનની હેક્સાગોનલ ગ્રીલ આવેલ છે. હેંડલેપ્સ રૈપ-અરાઉન્ડ સ્ટાઈલ છે અને આમાં ક્રોમ ઇન્સર્ટ આપવામાં આવ્યું છે. ડેટસનની બહુ ચર્ચિત ગાડી રેડી ગોના બેસ મોડલની કીમત આપણા દેશમાં ૨.૫૦ લાખ રૂપિયાથી શરુ થાય છે. આ ગાડી વિષે કંપની કહે છે કે ડેટસન રેડી ગો ગાડી એ ૨૫.૧૭ કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે.

જો તમે પહેલીવાર ગાડી ખરીદી રહ્યા છો તો તમારા માટે આ ગાડી એ સારો ઓપ્શન છે. બહુ ઓછી કીમતે તમને આ ગાડીમાં ઇન્ટરટેનમેંટ સીસ્ટમ, યુનિક ડીઝાઇન, સ્ટાઈલીશ ઇન્ટીરીયર, સોફ્ટ સ્ટેયરીંગ વ્હીલ અને અદ્ભુત એવરેજ આપવાવાળું એન્જીન મળે છે. ટેગ કરો તમારા મિત્રોને જે હાલ ગાડી લેવાનું પ્લાન કરી રહ્યા છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here