રોજ ફળો ને પણ તમારા ખોરાક માં કરો શામિલ, નહીં જરૂર પડે એકપણ દવાની, જાણો ફળો ખાવાના ફાયદાઓ…

0

આ વાત થી બધા જાણકાર છે કે કોઈપણ ફળ આપણા સ્વાસ્થય માટે કેટલા ઉપયોગી છે. ફળો નુ સેવન આપણ ને લાંબી આયુષ ની સાથે સાથે સુંદરતા પણ પ્રદાન કરે છે. ફળ ખાવા થી આપણા શરીર મા વીટામીન, ખનીજ ની પૂર્તિ થાય છે. જે આપણા શરીર ને સારી રીતે કામ કરવા મા ખુબ જરૂરી છે. ફાઈબર યુક્ત ફળ આપણા પાચન શક્તી ને વધારવા મા મદદ કરે છે. જે લોકો વજન ઓછુ કરવા માંગતા હોય તે લોકો માટે ફળ એ એક સ્વસ્થ આહાર નો મહત્વ પુર્ણ હીસ્સો છે. ફળ ખાવા થી આપણ ને પર્યાપ્ત ઉર્જા પણ મળે છે.આ બધા સીવાય ફળ આપણ ને સ્વાસ્થય સંબધી સમસ્યાઓ જેવી કે હીટ સ્ટ્રોક, ઉચ્ચ રક્ત ચાપ, કેંન્સર, હ્રદય રોગ જેવા રોગો થી લડવા ની ક્ષમતા આપે છે. ત્વચા અને વાળ માટે પણ ફાયદા કારક છે. લગભગ બધા ફળો મા પોષક તત્વો મળી આવે છે. જુદા જુદા ફળો જુદી જુદી સમસ્યા ઓ મા કામ આવે છે. જેમ કે સફરજન પાચન ક્રીયા, હાડકા ની સમસ્યા, અને દમ જેવા રોગ મા રોગી ઓ માટે લાભકારી છે. જ્યારે દ્રાક્ષ ત્વચા સંબધીત સમસ્યાઓ માટે, પપૈયા તમારા શરીર ના કોલેસ્ટ્રોલ ને નિયત્રીત કરવા માટે લાભકારી છે.

ફળો ના ગુણ વધારે શારીરીક ઉર્જા:
જ્યારે તમે ફળો નુ સેવન કરો છો તો ઓછા સમય મા ઉર્જાવાન અનુભવ કરો છો. જે નો ઉપયોગ આપણે આપણી ભાગદોડ વાળા જીવન મા કરી શકે છે. અને આજ કારણ છે કે એથ્લીટ તેના ખોરાક મા ફળો ને ખાય છે. અને ડોક્ટર પણ ગર્ભવતી મહીલા ઓ ને હમેશા ફળ લેવાની સલાહ આપે છે.

ફળો ના લાભ રોગ પ્રતીરોધક ક્ષમતા વધારવા માટે:આધુનીક સમય મા આપણે તુરંત આરામ લેવા માટે જાત જાત ના ટેબલેટ નો ઉપયોગ કરી છે. જેના લીધે આપણા શરીર મા રોધક ક્ષમતા ઓછી થઈ જાય છે. આ પરીસ્થીતી મા ફળ આપણ ને બીમારી થી લડવા માટે રોધક ક્ષમતા પ્રદાન કરે છે. એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે કોઈ પણ આહાર પુરક (સપ્લીમેંટ) ફળો ની જગ્યા ન લઈ શકે. જ્યારે તમે લગાતાર ૧૦ વર્ષ જેવા સમય સુધી ફળો લ્યો છો તો તમારા શરીર ના સ્વાસ્થય મા અદભુત બદલાવ આવે છે. જેમકે ઉર્જાવાન હોવુ, વાળો ની ચમક વગેરે.

પાચન ક્રીયા માટે ફળ લાભદાયક છે.:ફળો મા ફ્લેવનોઈડ્સ (એક જરૂરી આહાર તત્વ), એંટી ઓક્સીડન્ટ, ખનીજ, વીટામીન જેવા આહાર તત્વો હોય છે. અને આ બધા નુ સંયોજન તમારા સ્વાસ્થય મા સારા પ્રમાણ મા વધારો કરે છે. તાજા ફળો મા પાણી અને ફાઈબર ની માત્રા વધારે હોય છે જે આપણા પાચન શક્તી ને સારી બનાવા માટે સહાયક છે. એ સીવાય ફળો ની છાલ મા ફાઈબર ની વધારે માત્રા હોય છે. જે આપણા શરીર મા ઉત્સર્જન પ્રક્રીયા મા ખુબ ઉપયોગી છે. જો કે અમુક રેશાદાર ફળો ની છાલ આપણે ન ખાઈ શકે જેવાકે લીંબુ, કેળા, તરબુચ, નારંગી તો પણ આના બાકી રહેલા હીસ્સા મા પર્યાપ્ત માત્રા મા હોય છે.વજન ઓછુ કરવા માટે ફળો ના લાભ:તમે તમારા દૈનીક આહાર મા જંકફુડ ની જગ્યાએ ફળો ને લ્યો તો તમે જોઈ શકશો કે તમારુ વજન ઓછુ થવા લાગ્યુ છે. પણ ફક્ત ફળ ના સેવન થી જ વજન ઓછુ નહી થાય આના માટે તમારે દૈનીક વ્યાયામ પણ કરવો પડે છે. અમેરીકા મા થયેલા એક સર્વે મા એવુ જાણવા મળ્યુ છે કે જે પરીવાર મા ફળો ને નિયમીત આહાર મા લેવામા આવે છે, એ લોકો વધારે સ્વસ્થ અને તેના શરીર મા સરેરાશ લોકો કરતા ચરબી નુ પ્રમાણ ઓછુ છે.ફળો ના ફાયદા ત્વચા માટે:
ખાસ કરીને છોકરીઓ ત્વચા અને ખીલ માટે વધારે પરેશાન હોય છે. પણ આ સમસ્યા કોઈ પણ ને અને કોઈ ને પણ થઈ શકે છે. ખીલ ની સમસ્યા માટે સૌથી સારો ઈલાજ સફરજન છે. આની છાલ મા પોક્ટીન નુ સ્તર વધાર હોય છે. જો તમે રોજ દ્રાક્ષ નુ સેવન કરો તો તે તમારી ત્વચા અને શરીર ને શુધ્ધ કરવા મદદ કરે છે. કારણ કે આમ પાણી ની માત્રા સારા પ્રમાણ મા હોય છે. પપૈયા નુ સેવન પણ તમારી ત્વચા મા નવી ચમક લાવે છે. અને તમને કદાચ ખબર નહી હોય કે લીંબુ નો રસ તમારી ત્વચા પર પડેલા નીશાન ને મટાવા મા મદદ કરે છે.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here