અગરબત્તી વહેંચનારા એ ભૂલથી ફરારી કાર ને મારી ટક્કર, 3 લાખ ડોલર ના નુકસાન સામે દિલ ખોલીને કહી આ વાત

0

ભૂલ થી ફરારી કાર માં ટક્કર મારનારા 20 વર્ષના છોકરા નો સંકલ્પ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તે આ કાર ની નુકસાન ની ભરપાઈ કરવાનો દાવો કરી રહ્યો છે. અગરબત્તી વહેંચનારા છોકરાનું કહેવું છે કે તે પોતાની મહેનત ના બળ પર આ નુકસાન ની ચુકવણી કરશે. લોકોએ તેની આ કહાની થી પ્રભાવિત થઈને તેના માટે દિલ ખોલીને દાન કર્યું છે.રવિવાર ની સવારે પહાડીના ઉપર ના રસ્તે થી જયારે ‘લિન’ ચીન-સિયાંગ મંદિરોમાં અગરબત્તી પહોંચાડીને પોતાની ગાડી હટાવી રહ્યો હતો તે જ દરમિયાન તેની ગાડી એક ફરારી કાર સાથે અથડાઈ ગઈ. જો કે, તેની ગાડી તો બચી ગઈ પણ રસ્તા ના કિનારે ઉભેલી મોંઘી ફરારી ગાડીઓને ઘણું નુકસાન પહોંચ્યું. તેના પર છોકરા એ ગુરુવારે કહ્યું કે કદાચ તેને જોકું આવી ગયું હશે. તેની રાજધાની માં અગરબત્તી ની એક દુકાન છે જ્યા તે પોતાની માં ની સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે તે નુકસાન નું ભુગતાન કરવા માટે કડી મહેનત કરશે.26,400 ડોલર નું દાન આવી ચૂક્યું છે:

આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ તો ના થયું પણ તેની સામે એક ભારે ભરખમ બિલ ચુકવવાની જવાબદારી આવી ગઈ છે. આ બિલ તેની કાર ની વીમા રકમ કરતા પણ અનેક ગણી વધારે હતી. મીડિયા ના અનુસાર, ફરારી ડીલરો એ કહ્યું કે વાહનો ને રીપેર કરવા પર 3,90,000 ડોલર નો ખર્ચ આવશે. પણ આ રકમ ચુકવવામાં તેને દશકો લાગી જાશે. પણ હવે તેની મદદ માટે ઘણા લોકો આગળ આવી ગયા છે. શહેર પ્રશાસન એ કહ્યું કે અત્યાર સુધી તેના માટે 26,400 ડોલર નું ફંડ આવી ચૂક્યું છે. દરેક દાન કર્તાઓને તેની સ્થતિ પર દયા આવી ગઈ. લિન ની માં એ જણાવ્યું કે પિતાની મૌત પછી તેનો પણ પરિવાર ચલાવવાનો ખુબ દબાવ આવી ગયો હતો. તે સવારે ત્રણ વાગ્યે જ કામ પર નીકળી જાય છે અને 5 વાગે અગરબત્તી ની વહેંચણી માં લાગી જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here