આજે જાણો એલર્જ ના પ્રકાર અને બચાવ તેનાથી બચવાના ઉપાયો વિશે …..કોઈ ડોક્ટર નહિ કહે આ સિક્રેટ ટિપ્સ, વાંચો આર્ટિકલ

0

એલર્જી ની સમસ્યા કોઈપણ ઉંમર માં થઈ શકે છે. ઘણી વખત બાળકો માં તે ઉંમર વધવા ની સાથે ઓછી થતી જાય છે, જ્યારે ઘણી વાર તેના લક્ષણો મોટી ઉંમરે પણ જોવા મળે છે. પણ જો તેના લક્ષણો ની શરૂઆત માં જ ઓળખી લેવા માં આવે તો ઘણી સમસ્યાઓ થી બચી શકાય છે. એલર્જી એટલે કે બહાર ના તત્વો પ્રત્યે ની શરીર ની અત્યંત સંવેદનશીલતા, જે એક સામાન્ય સમસ્યા છે. પણ મોટા ભાગ ના લોકો ને ખબર જ નથી હોતી કે તેમણે હકીકત માં એલર્જી ની સમસ્યા છે, જ્યારે આપણું શરીર કોઈ ખાસ પદાર્થ પ્રત્યે વધી સંવેદનશીલતા અથવા તીવ્ર પ્રતિક્રિયા દેખાડે છે ત્યારે આપણે તેને એલર્જી કહીએ છીએ. આ એલર્જી એ વાત નો સંકેત આપે છે કે આપણાં શરીર ની રક્ષા પ્રણાલી નબળી પડી ગઈ છે. આવા સમયે આપનું શરીર ઘણી સ્થિતિ માં કોઈક ખાસ વસ્તુઓ સ્વીકારવાનું બંધ કરી દે છે.
એલર્જી ની અસર સામાન્ય રૂપે ચામડી પર દેખાઈ છે, પરંતુ તે આંતરડા, મોઢા, નાક, ફેફસા વગેરે પર પણ તેની અસર જોવા મળે છે. આમ શરીર ની પ્રકૃતિ કઈ પ્રકાર ની છે તેના આધારે એલર્જી ના અલગ-અલગ કારણો હોય શકે છે. વિભિન્ન રિપોર્ટ પર થી જાણવા મળ્યું છે કે 20 થી30 ટકા લોકો કોઈ ને કોઈ પ્રકાર ની એલર્જી થી પીડિત જોવા મળે છે. એક મળતી માહિતી અનુસાર 34% લોકો ને ઝિંગ, 31% લોકો ને ઘઉં, 28% લોકો ને દૂધ, 20/5 લોકો ને ઈંડા, 17% લોકો ને નારિયેળ, 20% લોકો ને બદામ, 10% લોકો ને ચિકન, થી 9% લોકો ને માછલી થી એલર્જી જોવા મળી છે.

એલર્જી ના લક્ષણ

નાક માં પાણી આવવું, છીંક આવવી, આંખ માં પાણી આવવા, કે ખૂજલી થવી, ચામડી લાલ થવી, ચામડી પર સર્કલ પડવા, આખા શરીર માં ખુજલી થવી, ચહેરા, આંખ, હોંઠ, અને જીભ પર સોજો ચડવો, ઉલ્ટી થવી, તાવ આવવો, થાક અને બીમાર હોવા નો અનુભવ થવો, શ્વાસ ફૂલવી, પેટ ની સમસ્યા ઉત્પન્ન થવી, વગેરે એલર્જી ના ખાસ લક્ષણો છે. ઘણી વિશેષ પરિસ્થિતી માં એનાફિલેક્સિસ જેવી ગંભીર એલર્જીક પ્રતિક્રિયા પણ થઈ શકે છે, જે પ્રાણઘાતક બની શકે છે. આ લક્ષણો ની ઉપરાંત શ્વાસ લેવા માં તકલીફ થવી, ચક્કર આવવા, ગળા અને મોઢા માં સોજા ચડવા, ત્વચા કે હોંઠ નીલા પડી જવા, અને બેભાન જેવુ અનુભવવું વગેરે લક્ષણ પણ દેખાય છે.
એલર્જી ના પ્રકાર

નાકની એલર્જી

નાક ની એલર્જી ને એલર્જીક રાઈનાઇટીસ પણ કહેવા માં આવે છે. સામાન્ય રીતે આ એલર્જી મૌસમ બદલવા ના સમયે પરાગ પર્ણો ને કારણે થાય છે. આ દરમિયાન શ્વસન નળી માં સોજો આવી જાય છે. છીંક આવવી, નાક માં ખુજલી થવી, નાક માથી પાણી વહેવું જેવા લક્ષણો આ એલર્જી માં જોવા મળે છે.

ખાદ્ય પદાર્થો ની એલર્જી

ઘણી વખત આપણું શરીર કોઈ ખાસ ખાદ્ય પદાર્થ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ થઈ જાય છે. આવા સમયે એ પદાર્થો ખાવા થી શરીર નેતા પ્રત્યે પ્રતિક્રિયા દેવા નું શરૂ કરી દઈએ છીએ. દૂધ, માછલી, ઈંડા, ઘઉં, સીંગદાણા, થી એલર્જી થવા ના કિસ્સાઓ વધુ સામે આવે છે.

ડ્રગ એલર્જી

ઘણી વખત કોઈ દવા થી પણ શરીર પર દાગ, ચામડી લાલ થવી, કે ગુમડાઓ નીકળી પડે છે. જેને ડ્રગ એલર્જી કહે છે.

એટોપીક ડર્મેટાઇટીસ

આ પ્રકાર ની એલર્જી રસાયણિક પ્રદૂષણ, પર્યાવરણ પ્રદૂષણ અને કોસ્મેટિક વગેરે ના ઉપયોગ થી થાય છે. જેમાં ચામડી પર સોજા ઓ ચડી જાય છે.

એલર્જીક અસ્થમાએલર્જી વાળા પદાર્થો ના સંપર્ક માં આવવા થી જ્યારે શ્વાસ ની નળીઓ માં સોજો કે સંકોચન થવા લાગે છે ત્યારે શ્વાસ લેવા માં તકલીફ પડે છે. ધૂળ, વાયુ પ્રદૂષણ, ધુમાડો વગેરે તેના મુખ્ય કારણો છે.

ઉપાયો

જો ધૂળ ની એલર્જી હોય તો ઘર માં ચાદર ના પાથરવી, પરદાઓ, બિસ્તર, તકિયાઓ સાફ રાખવા. જાનવર ના સંપર્ક માં આવવા થી બચવું. ફફુંદ થી થતી એલર્જી માટે ઘર માં સફાઈ જાળવી રાખવી. ઘર ની અંદર કપડાઓ સુકવવા નહિ. પરાગ પર્ણો થી બચવા માટે બગીચા, ખેતર વગેરે માં નાક પર કપડું બાંધી ને જવું. જે ખાદ્ય પદાર્થ ની એલર્જી હોય તેને ખાવા થી બચવું. દૂષિત પાણી પણ એલર્જી થઈ શકે છે. પાણી માં કેમિકલ હોવા ને કારણે શરીર પર કરચલીઓ પડવા લાગે છે. થાઈરૉઈડ, મધુ પ્રમેદ, બીપી જેવી સમસ્યા માં એલર્જી થાય ત્યારે ડૉકટર ને દેખાડવું જરૂરી છે.

લેખન.સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here