દુલ્હન ખરીદીને લાવ્યો પણ પૈસા ચૂકવી ન શક્યો પછી આવો કદમ ઉઠાવ્યો, જાણીને રહી જાશો હૈરાન…

0

યુપીના બાગપત જીલ્લામાં એક હૈરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. જાણકારી છે કે અહી લાંબા સમયથી યુવતીઓની ખરીદારીનો ધંધો ચાલી રહ્યો છે. તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક દુલ્હનના ખીરદદારે અહી ફાંસી લગાવને આત્મહત્યા કરી લીધી હતી.

જાણકારી અનુસાર બાગપતના સરુરપુરમાં ઈંટ ભટ્ટા પર અમરોહા જનપદના ઈમરતપુર ગામ નિવાસી મુકેશે 16 માર્ચના રોજ 22 હજાર રૂપિયામાં મલ્લિકા નામની યુવતીને ખરીદીને લગ્ન કર્યા હતા. બદલામાં તેણે યુવતીને વહેંચનારાઓ યુવકોને 15 હજાર રૂપિયા આપ્યા, 7 હજાર રૂપિયા છોડીને અમુક દિવસોમાં ચુકતા કરવા માટેનું કહ્યું, તેના બાદ પણ જ્યારે તેઓને રૂપિયા ન મળ્યા ત્યારે તેઓ મંગળવારની સાંજે તેની પત્નીને લઈને ચાલ્યા ગયા, પત્નીના જવાથી સદમામાં આવીને મુકેશે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેનું શવ બુધવારે ભટ્ટાની પાસે ફાંસી પર લટકેલું મળી આવ્યું હતું.

આ મામલામાં પરિજનોએ સોનું નિવાસી ગુરાના અને મોનું હરિયાણાના વિરુદ્ધ આત્મહત્યા માટે ઉક્સાવાની ધારાઓ માં રીપોર્ટ દર્જ કરાવી. પોલીસે મોડી રાત આરોપી સોનુંને હિરાસતમાં લઇ લીધા હતા. બાદમાં જાણ થઇ કે ઘણા સમયથી અસમથી યુવતીઓને લાવીને બાગપતમાં વહેંચવાનો ધંધો ચલાવી રહ્યા હતા. તેઓએ મુકેશને મલ્લિકા નામની મહિલા 22,000 માં વહેંચી હતી. મૃતક યુવકના પરિજનોનું કહેવું છે કે આરોપી સોનું અને મોનું અસમથી યુવતીઓ લાવીને બાગપતમાં વહેંચતા હતા. પોલીસ આ મામલાની ગોપનીય તરીકાથી જાંચ કરી રહી છે.

આ છે પૂરો મામલો:
ગામ સરુરપુરના ઈંટ ભટ્ટા પર 16 માર્ચના રોજ ચાર યુવતીઓની બોલી લગાવામાં આવેલી હતી. મૃતક મુકેશે અસમની મલ્લિકા ને 22,000 રૂપિયામાં ખરીદીને લગ્ન કર્યા હતા. મૃતકના પરિજનોએ જણાવ્યું કે આરોપી યુવક સોનું અને મોનું ઘણા સમયથી યુવતીઓને વહેંચવાનું કામ કરી રહ્યા હતા. સોનુનું સસુરાલ અસમ માં છે. તે ત્યાંથી યુવતીઓને બહેલા-ફૂસલાવીને અહી લાવે છે અને પછી તેઓની બોલી લગાવીને વહેંચી નાખે છે. 8 દિવસ પહેલા પણ તે અસમની ચાર યુવતીઓને લઈને આવ્યો. તેઓની બોલી લગાવામાં આવી હતી. મલ્લિકાને તેને મુકેશને વહેંચી અને અન્ય ત્રણ યુવતીઓને લઈને તેઓ અન્ય ભટ્ટામાં ચાલ્યા ગયા.

સીઓ દિલીપ સિંહે જણાવ્યું કે ભટ્ટા પર યુવતીઓની બોલી લગાવામાં આવી હતી કે નહી તેની જાંચ કરવામાં આવી રહી છે. જનપદમાં અન્ય ભટ્ટાઓ પર અસમની યુવતીઓની તલાશ કરવામાં આવી રહી છે. આરોપી સોનુને હિરાસતમાં લઈને પુછતાછ કરી તો તેણે પોલીસને જણાવ્યું કે તેનું સાસરું અસમમાં છે. મલ્લિકાના પતીની અમુક દિવસ પહેલા મૌત થઇ ગઈ હતી. માટે તે તેને અહી લઈને આવ્યો હતો અને તેના મુકેશ સાથે લગ્ન કરાવ્યા હતા. મૃતક મુકેશ શરાબનો આદિ હતો માટે તે તેની સાથે રહેવા માંગતી ન હતી, અમે તેને સમજાવવા માટે તેને અમારી સાથે લઇ ગયા. સીઓ એ જણાવ્યું કે પુરા મામલાની ઊંડાઈ જાંચ કરવામાં આવી રહી છે. જે પણ દોશી સાબિત થાશે, તેના વિરુદ્ધ સખ્ત કારવાઈ કરવામાં આવશે.

સીઓ દિલીપ સિંહે જણાવ્યું કે મૃતક મુકેશે અસમ નિવાસી મલ્લિકા સાથે લગ્ન કર્યા હતા. મલ્લિકા 6 માસની ગર્ભવતી હતી. તેના પતિની મૌત થયા બાદ સોનું તેને અસમ લઈને આવ્યો અને તેના લગ્ન મુકેશ સાથે કરાવી દીધા. યુવતીની તલાશ કરવામાં આવી રહી છે, પણ હજી સુધી તેની જાણકારી હાથ લાગી નથી.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!