દિવસમાં ઊંઘ લેવી સ્વાસ્થ માટે યોગ્ય છે કે નહી ? જાણો ફાયદાકારક માહિતી….

તમે એ વાતતો સાંભળી જ હશે કે દિવસમાં થોડી ઘણી ઊંઘ લેવી જરૂરી હોય છે, તેનાથી તમે એકદમ ફ્રેશ થઇ જતા હોવ છો. અને તેનાથી એનર્જી પણ મળે છે. અમુક લોકો એવું પણ કહે છે કે તેઓ પુરા 24 કલાકોમાં માત્ર રાતના સમયે જ ઊંઘ લેવાનું જ પસંદ કરતા હોય છે, અને બીજી વાર ઊંઘ લેવી ન જોઈએ. પણ શું તમે જાણો છો કેવી રીતે ઊંઘ લેવી જોઈએ.

એક રીસર્ચ દરમિયાન જાણવામાં આવ્યું છે કે બે વાર ઊંઘ લેવાથી ઇન્સાનની જ્ઞાન સંબંધી ક્ષમતાઓમાં વધારો થાય છે. તેનાથી ફોકસ કરવી કૈપેસીટી પણ વધે છે. બપોરના સમયે એક કલાકનો આરામ તમારા સ્ટ્રેસને દુર કરી શકે છે. જેના બાદ બાકીનો સમય તમે કામના પ્રતિ સહજ અને એનર્જેટિક રહી શકો છો.

સાઈન્સના અનુસાર , જ્યારે ઈલેક્ટ્રીસીટીની ખોજ થઇ હતી ન ત્યારે લોકો સાંજે 8.30 વાગે સુઈ જઈને સવારે 3 વાગે ઉઠી જતા હતા. આજ રોશની માટે આપણે સુરજ પર નિર્ભર નથી રહેતા. માટે લોકો પોતાની સહજતા પ્રમાણે સુવાનું અને ઉઠવાનું પસંદ કરતા હોય છે.

બપોરનું ભોજન લીધા બાદ પણ ઉંઘ આવવી એક સામાન્ય વાત છે. તે સમયે થોડી વાર આરામ કરવો ખુબ જરૂરી છે. તેનાથી ભોજન જલ્દી પચી જાય છે. સ્ટડી એ પણ કહે છે કે જો તમે શરૂઆતથી જ 8 થી 9 કલાકની ઊંઘ લેતા આવ્યા છો તો તમારું આ સ્લીપ રૂટીન બદલવાની કોઈ જરૂર નથી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!