દેશનું આ સૌથી નાનું હિલ સ્ટેશન, ખતરનાક ખાણમાંથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે શ્વાસ પણ રોકાઈ જશે…..વધુ વાંચો

0

દેશનું આ સૌથી નાનું હિલ સ્ટેશન, ખતરનાક ખાણમાંથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે શ્વાસ પણ રોકાઈ જશે…
ભીડ ભાડથી ઘણા દૂર અને એકાંતમાં જવાની જ્યારે એકાંતની વાત આવે છે, ત્યારે હિલ સ્ટેશન સૌથી પહેલા યાદ આવે છે. કુદરતને એકદમ નજીકથી જોવાની અને તેને ઓળખવાનો આનાથી બીજો કોઈ વધુ સારો વિકલ્પ શું હોય શકે. ઊંચા પર્વતો, ઊંડી ઊંડી ખીણો, અને વિવિધ પ્રકારના ગાઢ વૃક્ષો અને ખળ ખળ વહેતી નદીઓ અને ઝરણાઓ……હરકોઈનું ધ્યાન ખેંચે જ છે.બીજી બાજુ, સૂમસામ ગલીઓ અને રસ્તાઓ પર એકલા એકલા ફરવાનો આનંદ જ અનેરો હોય છે. પરંતુ આવું દૃશ્ય લગભગ મોટાભાગના દરેક હિલ સ્ટેશન પર તમે જોઈ શકો છો. તો શા માટે, જો તમે આ સમયે અત્યારે કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ? તો …., તો પછી પહોંચી જાવ માથેરાન હિલ સ્ટેશન પર. આ હિલ સ્ટેશન સૌથી અલગ છે. કેમકે તે દેશનું એક નાનું હિલ સ્ટેશન છે અને ત્યાં પહોંચવા માટેની સફર એકદમ રોમચથી ભરેલી હશે.સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે આ હિલ સ્ટેશન માથેરણના રાયગઢ જીલ્લામાં આવેલૂ છે. અને દુનિયાની ગણતરીની જગ્યાઓમનૌ એક છે. કેમકે અહીંયા પહોંચવા માટે તમારે ખતરનાક રસ્તાને ઓળંગીને જવું પડશે. અને આ રસ્તો ખૂબ ખતરનાક ને ડેંજર હોવાથી અહીંયા કોઈપણ પ્રકારની ગાડી લઈ જવાની સખત મનાઈ છે. પ્રવાસીઓને અહીંયા જવા માટે ટવોય ટ્રેનમાં બેસીને જ જવું પડે છે. જે ઊંચા ઊંચા પહાડો અને એકદમ સખ્ત રસ્તેથી પસાર થાય છે.વળાંકવાળા રેલ ટ્રેક અને તેના કિનારે તે ખૂબ ખતરનાક ખાઈ આવેલી છે. તમે વિચારી શકો છો કે આ મુસાફરીમાં જીવનું જોખમ રહેલું છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે ખીણની કિનારી પર આવેલા રેલવે ટ્રેક પર ટ્રેન ચલાવવા માટે ડ્રાઇવરને ખાસ તાલીમ આપવામાં આવે છે, જે અત્યંત કાળજીથી ખીણના કિનારેથી ટ્રેન પસાર કરે છે. મુસાફરી શરૂ કરતાં પહેલાની મુસાફરી,આ માર્ગ પર સાવચેત રહેવાની ચેતવણી પણ આપવામાં આવે છે.

મુંબઈની નજીકમાં જ આવેલ નેરુલ જંક્શનથી બે ફૂટની નીરો ગેજ લાઇન પર ચાલવાવાળી ટવોય ટ્રેન લગભગ 21 કિમીની મુસાફરી પ્રવાસીઓને માથેરાન બજારની બરોબર વચ્ચે આવેલા રેલવે સ્ટેશન પર પહોંચાડે છે. આ ટ્રેન દેશના સૌથી વધુ વહીવટી રેલ્વે માર્ગ પર ચાલે છે, આ ટ્રેન દેશના સૌથી વધારે વળાંકવાળા વિસ્તારમાં ચાલે છે. જેમાં 1:20 ગ્રેડિઅંટ આવે છે.તેમ છતાં, સમગ્ર વર્ષ દરમિયાન કુદરતના અદ્ભુત દૃશ્યો તમને જોવા મળશે. પરંતુ વરસાદની મોસમમાં કાચી રસ્તાઓ પર લપસી જવાનું જોખમ રહેલું છે. જોકે આ સીઝનમાં પણ તેની મજા છે. વરસાદમાં અહીં પર્વતો પાણીમાં પડે છે.
માથેરાનને દેશના પ્રદૂષણ મુક્ત હિલ સ્ટેશન માનું એક માનવમાં આવે છે. અહીંયા કાર અને પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ હોવાથી અહીંયા પ્રદૂષણ થતું નથી. અહીંયા સવારી માટે તમને ધોડાગાડી, ખચ્ચર, હાથથી ચાલતી ગાડી અને પાલખી આસનીથી મળી જશે. જો તમે ચાહો તો ચાલીને પણ આખા હિલ સ્ટેશનની મજા માણી શકો છો.
માથેરનમાં જોવા લાયક 20 સ્થળો આવેલા છે. જેમાં વ્યૂ પોઈન્ટ, તળાવ અને ઉધ્યાનનો સમાવેશ થાય છે. એમાં મંકી પોઈન્ટ, મનોરમાં પોઈન્ટ, સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ મુખ્ય છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here