બોડીબિલ્ડર ડાયેટના આ 3 નિયમો ફોલો કરો અને પહેલવાન જેવી બોડી બનાવો !

0

બોડિબિલ્ડર શબ્દ સાંભળીને જ ફિટ અને બીમારીમુક્ત શરીરનું ચિત્ર મનમાં અંકિત થાય છે. અને આપણે પણ તેના જેવુ જ ફિટનેસ મેળવવા માટે પ્રયત્નો કરીએ છીએ. પરંતુ બૉડીબિલ્ડર બનવું એ એટલું રળ નથી, અને તેને જાળવવાનું પણ સરળ નથી. જિમમાં જઈને કલાકોના કલાકો સુધી પરસેવો પાડવો જરૂરી છે, અને સાથે સાથે ખાવા પીવા પર ખાસ ધ્યાન આપવું એ પણ મહત્વપૂર્ણ છે. બોડિબિલ્ડરના ખોરાકમાં તમામ વિટામિન્સ અને પ્રોટીન હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે. બોડિબિલ્ડર ખોરાકના કેટલાક નિયમોનું પણ પાલન કરે છે. બૉડીબિલ્ડરના ડાયેટના કેટલાક નિયમો વિશે આ લેખમાં વિગતવાર અમે તમને જણાવી રહ્યા છીએ.

બ્રેકફાસ્ટ ક્યારેય ન છોડવો :
સવારનો નાસ્તો બધા માટે ખૂબ જ જરૂરી છે અને તેને ક્યારેય છોડવો જોઈએ નહીં. બૉડીબિલ્ડર્સ સવારે નાસ્તો છોડતા નથી. જો ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ ન્યુટ્યુશનિસ્ટ્સ માને છે કે સવારમાં તંદુરસ્ત નાસ્તો કરીને, સ્નાયુનો વૃદ્ધિ વિકાસ થાય છે અને તે જ સમયે તે સ્નાયુઓને પણ મજબૂત કરશે. આ ઉપરાંત, તે દિવસ દરમ્યાન સમગ્ર શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે. તેથી બૉડીબિલ્ડર્સ સવારે નાસ્તો ક્યારેય ભૂલી જતા નથી.

પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ
બોડીબિલ્ડર સવારે તેના વર્ક આઉટ પછી પ્રોટીન અને કાર્બોહાઇડ્રેડ નું સેવન કરે છે. તે તેમના દરેક વર્ક આઉટ સેસન પત્યા પછી આ કરે છે. વ્યાયામ પછી સ્નાયુઓ મજબૂત રાખવા માટે ગ્લુકોઝ અને એમિનો એસિડની જરૂર હોય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મેડિકલ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એ વાત જાણવા મળે છે કે, કસરત પછી માંસપેસીઓની વૃદ્ધિ માટે 6 ગ્રામ એમિનો એસિડ, અથવા દૂધ 12 આઉન્સનું સેવન લાભદાયી છે પછી. કાર્બોહાઈડ્રેટ ની ખામીને દૂર કરાવા માટે ચોકલેટ વાળું દૂધ નું સેવન કરો. આમ કરવાથી વધારે માંસપેશીઓ મજબૂત બને છે.

ક્રિએટિન નું સેવન –
બોડિબિલ્ડર સ્નાયુઓને મજબૂત કરવા અને તેમના સારા વિકાસ માટે દરરોજ ક્રિએટિન નું સેવન કરે છે. હવાઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનો અનુસાર, ક્રિએટીનીન વપરાશમાં સ્નાયુઓ સાથે શરીરની ક્ષમતા અને ઊર્જાના સ્તરમાં વધારો કરે છે, તેના કારણે કવ્યાયામ કરવામાં કોઈ આળસ થતી નથી. પરંતુ જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો તેની આડઅસર પણ થઈ શકે છે. તેથી દરરોજ 5 ગ્રામથી વધુ તેનું સેવન ન કરવું જોઈએ.

જો તમે તમારા શરીરને બૉડીબિલ્ડર જેવા બનાવવા માંગો છો, તો આ આહારના નિયમોનું પાલન કરો અને પોતાને એકદમ ફિટ રાખો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here