બીટથી ફક્ત લોહી જ બને છે એવું નથી ડાયાબિટીસ અને પ્રેગનેન્સી માટે પણ છે અદ્ભુત અને ચમત્કારિક 5 ફાયદા.

0

બીટ ના અદભૂત ગુણ અને ફાયદા

બીટ શરીર માટે સૌથી વધારે ફાયદાકારક શાકભાજી માથી એક છે. મુખ્યત્વે બીટ નો ઉપયોગ ખોરાક તરીકે થાય છે પણ બીજા ઉપયોગ મા આર્યુવેદીક ઔષધી, ખાવાનો રંગ બનાવવા મા થાય છે. મોટે ભાગે બીટ નો ઉપયોગ સલાડ, જ્યુસ બનાવવા મા થાય છે. બીટ નો રસ શાકભાજી તરીકે કરી શકાય છે સાથે બીટ ના જ્યુસ ને લીંબુ, સંતરા, સફરજન વગેરે સાથે કરી શકાય છે. બીટ નો ઉપયોગ સારા પાચન માટે પણ કરી શકાય, કારણ કે બીટ મા મળી આવતા એસીડ સારા પાચન માટે ફાયદાકારક ગણાય છે. આ પેટ મા થનાર એસીડ ના સ્તર ને સુધારી પેટ ફૂલવા જેવી વ્યાધી થી બચાવે છે.

મધ્ય યુગ થી બીટ નો ઉપયોગ ખાલી ખોરાક તરીકે લેવા ની સાથે સાથે ઘણી બિમારી ના ઈલાજ માટે પણ થાય છે. ભારતીય પરિવારો મા આનો ઉપયોગ એનીમીયા ના ઈલાજ માટે કરવા મા આવે છે. બીટ લાલ કલર નુ હોવા થી લોકો તેને લોહી વધારવા વાળુ પણ માને છે. બીટ મા સોડિયમ, પોટેશીયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સલ્ફર, ક્લોરીન, આયોડીન, આયર્ન, વિટામીન બી ૧, બી ૨ અને વિટામીન સી સારી માત્રા મા હોય છે. આમા રહેલ ફોલીક એસીડ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદા કારક છે. બીટ ના પાન ના સેવન કરવા થી આપણા શરીર મા કદી લોહી ની ઉણપ થતી નથી. આ તંદુરસ્તી ની સાથે સાથે સોંદર્ય માટે પણ લાભ કારી છે. દરરોજ સવારે એક કપ બીટ નું જ્યુસ પીવાથી તમે ક્યારેય બીમાર નહી પડો.

એનીમીયા ના ઈલાજ માટે

પ્રોટીન, લોહ, વિટામીન ના અપુરતા ખોરાક ને કારણે એનીમીયા થાય છે. ક્યારેક કોઈ દુર્ઘટના કે ઘાવ ને લીધે લોહી ઓછુ થઈ જવા થી એનીમીયા થવાની શક્યતા રહે છે. અન્ય કારણો મા દારૂ નુ સેવન, ગર્ભાવસ્થા, થૈલેસેમીયા, ભારે રક્તસ્ત્રાવ વગેરે જેવી સમસ્યા ઓ થી થાય છે. એનીમીયા ના ઉપચાર મા બીટ એક વ્યાજબી અને ભરોસા પાત્ર ઉપચાર છે. બીટ નો ઉપયોગ આપણા શરીર મા લોહી વધારવા માટે થાય છે. બીટ મા આયર્ન ભરપુર માત્રા મા મળી આવે છે, જેથી આ લાલ લોહી કોશીકાઓ ને સક્રીય કરી શરીર મા એની સંખ્યા વધારે છે. આના સેવન થી રોગ પ્રતિકાર શક્તિ વધે છે.

બીટ ના ફાયદા મસ્તિષ્ક માટે

મોટી ઉમર ના માણસો ને ઘણી વાર મસ્તિષ્ક મા ઓક્સીજન નો પ્રવાહ ઓછો થઈ જાય છે. બીટ ને આહાર ના સ્વરૂપ મા ઉપયોગ કરવા થી મસ્તિષ્ક મા રક્ત નો પ્રવાહ વધી શકે છે. કારણ કે એમા રહેલ નાઈટ્રાઈટ્સ થી રક્ત વાહીની ની પહોળાઈ વધે છે અને ઓક્સીજન ની ઉણપ વાળી જગ્યા એ રક્ત અને ઓક્સીજન નો પ્રવાહ વધી જાય છે. બીટ ના ઉપયોગ આપણા મસ્તિષ્ક મા ઓક્સીજન ના પ્રવાહ ને બનાવી રાખે છે જેથી મસ્તિષ્ક મા રક્ત નો સંચાર સુચારુ રહે. બીટ મા કોલીન નામ નુ પોષક તત્વ હોય છે જે આપણી યાદશક્તિ ને વધારવા મા સહાયક થાય છે.

ડાયાબીટીસ ને કંટ્રોલ કરકા માટે

જો કોઈ ને ડાયાબીટીસ હોય તો બીટ તમારા આહાર મા ઉપયોગ મા લેવાતી સારી વસ્તુ માની એક છે. તમે આને કાચા સ્વરૂપ મા કે પછી ઉકાળી ને અથવા સલાડ તરીકે ખાઈ શકો છો. આ ધીરે ધીરે શુગર ને શરીર મા છોડે છે જેથી લોહી મા શુગર નુ પ્રમાણ બનેલુ રહે છે. બીજી એક વાત એ પણ છે કે બીટ મા ઓછી કેલેરી હોય છે જે થી આ શરીર મા ફેટ ને વધતુ અટકાવે છે. બીટ નો રસ ડાયાબીટીસ ના દર્દી એ અજમાવા જેવો વિકલ્પ છે. ફાઈબર વિશેષ રૂપ થી શુગર ના દર્દી માટે સૌથી મહત્વ પુર્ણ પોષક તત્વો માથી એક છે. જે બીટ આવશ્યકતા અનુસાર ફાઈબર પ્રદાન કરે છે.

પ્રેગ્નેંસી દરમ્યાન ફાયદાકારક

મહીલા ઓ માટે આ ઘણુ ફાયદાકારક છે. પણ ગર્ભાવસ્થા દરમ્યાન આ વધારે આવશ્યક થઈ જાય છે. બીટ લોહી મા હિમોગ્લોબીન વધારવા માટે મદદ કરે છે. એટલા માટે ગર્ભવતી મહીલાઓ ને શરીર મા આયર્ન વધારવા માટે બીટ નો રસ પીવા ની સલાહ આપવા મા આવે છે. સાથે આનો રસ એનીમીયા વિકસિત કરવા મા પણ મદદ કરે છે. બીટ મા ખુબ પ્રમાણ મા ફોલીક એસીડ હોય છે જે મહીલા ઓ ના ગર્ભ મા રહેલ બાળક ના વિકાસ માટે મહત્વ પુર્ણ હોય છે. આ સીવાય બીટ નો ખોરાક ગર્ભવતી મહીલા ઓ ને વધારે ઉર્જા પ્રદાન કરે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here