બર્થ-ડે સ્પેશયલ: પરી કથા જેવી છે ટીના અંબાણીની લાઈફ – વાંચો અજાણી વાતો..

1. 1978માં કરી હતી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી:

મુંબઈ: 11 ફેબ્રુઆરી 1957એ જન્મેલી પૂર્વ અભિનેત્રી ટીના મુનીમનો આજે બર્થ ડે છે. લગ્ન પછી ટીના મુનીમ ટીના અંબાણી થઈ ગયાં. ક્યારેક ટીના મુનીમની ઓળખ તેમની ફિલ્મોથી હતી. 1975માં એક આંતરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં જીત મેળવ્યા બાદ દેવાનંદની નજર તેમના પર પડી અને ‘દેશ-પરદેશ’ ફિલ્મથી 1978માં ટીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી.

2. 35 જેટલી ફિલ્મોમાં કર્યું કામ:

ટીના એક એવા ગુજરાતી પરિવારમાંથી આવતા હતાં, જેને ફિલ્મ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો અને તેમને પોતાને પણ ફિલ્મોમાં રસ નહોંતો. પણ, દેવાનંદ જેવા મહાન અભિનેતાનો પ્રસ્તાવ કોઈ કેવી રીતે નકારી શકે અને પછી તો તેમની ફિલ્મી સફર ઘણા સુંદર પડવા મેળવતા 1987 સુધી ચાલતી રહી, જ્યાં સુધી તેઓ કોલેજ અડેન્ટ કરવા કેલિફોર્નિયા ન જતા રહ્યાં. આ દરમિયાન તેમણે 30-35 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં સંજય દત્ત સાથેની ‘રોકી’ સુપર હિટ રહી.

3. 31 વર્ષની ઉંમરે અનિલ અંબાણી સાથે કર્યા લગ્ન:

બાસુ ચેટર્જી સાથે તેમણે ‘બાતોં બાતોં મેં’ અને ‘મનપસંદ’ એમ બે ફિલ્મો કરી. જોકે, તેઓ પોતે ‘અધિકાર’ને અભિનયની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ ફિલ્મ માને છે. 1991માં જ્યારે ટીના 31 વર્ષના હતાં, ત્યારે તેમણે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા. ટીનાના ફિલ્મ જીવનમાં તેમનું નામ કેટલાક અભિનેતાઓ સાથે ચોક્કસ જોડાયું, ખાસ કરીને રાજેશ ખન્ના સાથે. પણ, લગ્ન પછી ટીના અંબાણી પરિવારની એક સારી વહુ, સારી પત્ની અને મા સાબિત થયાં.

4. ‘અનિલે ક્યારેય કોઈ વસ્તુ માટે નથી પાડી ના’:

ટીના વારંવાર પોતાના ઈન્ટરવ્યુઝમાં કહેતાં રહે છે કે, તેમના પતિ અનિલે તેમને આજ સુધી કોઈ વસ્તુ માટે ના નથી પાડી અને તેમના જીવનમાં એવું કંઈપણ નથી, જે તેઓ મેળવવા ઈચ્છતાં હોય અને ન મેળવી શકે. પરી કથા જેવું છે ટીનાનું જીવન… બધું જ સુવર્ણમય, ઝગમગતું અને ચમત્કારી! ઉલ્લેખનીય છે કે, ટીના-અનિલના બે પુત્રો છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.

5. ઝાકમઝોળથી દૂર રહે છે ટીના:

ટીના મુંબઈની ઝાકમઝોળથી દૂર રહેવાનું પસંદ કરે છે. શોભા ડેના મેગેઝિન ‘હેલ્લો’ના એપ્રિલ 2012ની આવૃત્તિમાં ટીના લાંબા સમય પછી કવર પેજ પર દેખાયાં. આ મેગેઝિન માટે આપેલા એક ઈન્ટરવ્યુમાં ટીનાએ જણાવ્યું કે, સામાન્ય સોશયલાઈટ મહિલાઓની જેમ તે બ્રાન્ડેડ કપડાં, બ્યૂટી પાર્લરોમાં પોતાનો સમય નથી બગાડતાં, તે જ્યારે જરૂર પડે કોમોર્શિટલ ફ્લાઈટનો ઉપયોગ કરે છે, પતિનું ચાર્ટર્ડ પ્લેન હોવા છતાં પણ. બહારના દેખાડાથી દૂર ટીનામાં ગજબનો આત્મવિશ્વાસ છે, જે તેને સૌથી અલગ, સૌથી સારો બનાવે છે.

Source:IamGujarat

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!