બાળકો માટે ધડકે છે આ હોસ્પિટલ નુ ‘દિલ’, નથી કેશ કાઉન્ટર, બચે છે જીવ…..વિદેશથી આવે છે લોકો – શેર કરો માહિતી કોઈને કામ લાગી જાય

0

ઘર નુ કોઈ સદસ્ય બીમાર હોય તો પૈસા ની તંગી ને લીધે ઘણા લોકો ઇરછી ને પણ મોટા ખાનગી હોસ્પિટલમાં ઈલાજ નથી કરાવી શકતા. એવામાં વિચારો તે લોકો ની બેબસી જે તેના નાના બાળક ના હૃદય માં છેદ ની બીમારી નો ઈલાજ પૈસા ની કમી ને લીધે નથી કરાવી શકતા, પરંતુ અહીં એક હોસ્પિટલ છે, જ્યાં સુવિધા તો બધી જ છે, પણ કેશ કાઉન્ટર નથી.સત્ય સાંઈ હોસ્પિટલ.

ઉત્તરપ્રદેશ ના આજમગઢ જિલ્લા ના નાના ગામ માં રહેવા વાળા અજય સિંહ ના ઘરે ત્રણ મહિના પહેલા દીકરી નો જન્મ થયો. પહેલી સંતાન હોવાને લીધે ખૂબ ખુશી માનવી, પરંતુ આ ખુશી વધુ દિવસો સુધી ટકી ના શકી કેમકે દીકરી નો ચહેરો નીલો પડી ગયો અને તે દૂધ પણ નતી પી શકતી.

ગરીબો માટે ‘સંજીવની’ છે હોસ્પિટલ

સિંહ જ્યારે બાળકી ને લઈ ને ડોકટર પાસે પહોંચે છે તો તે જાણી ને તેનુ દિલ જ બેસી ગયુ કે તેની દીકરી ના દિલ માં છેદ છે. ખાનગી સ્કૂલ માં શિક્ષક અજય પાસે એટલા પૈસા ન હતા કે બાળકી નો મોંઘો ઈલાજ કરાવી શકે. તેવામાં તેને કોઈ એ નવા રાયપુર ના શ્રી સત્યસાંઈ સંજીવની હોસ્પિટલ નુ સરનામુ આપ્યુ તો તે મોડુ કર્યા વિના તેની લાડલી ને લઈ ને ત્યાં પહોંચી ગયા.

બાળકી ના દિલ નુ ઓપરેશન થયુ

સિંહ કહે છે કે આ હોસ્પિટલ સાચે તેની દીકરી માટે સંજીવની સાબિત થયુ. જ્યારે તે ત્યાં પહોંચ્યા તો ડોક્ટરો એ કહ્યુ કે બાળકી ના શરીર ની એક નસ પણ સંકળાયેલી છે. પહેલા તો તેનુ ઓપરેશન કરવુ પડશે પછી દિલ નુ. ત્રણ દિવસ પહેલા બાળકી નુ એક ઓપરેશન સફળ રહ્યુ. ત્યાંજ બાળકી ના દિલ નુ છેદ 13 મિલીમીટર થી નાનુ થઈ ને 6 મિલીમીટર જ રહી ગયુ છે. સિંહ ને આશા છે કે તેની નાની પરી જલ્દી ઠીક થઈ ને તેની ગોદ માં રમવા લાગશે. સિંહ એટલા ખુશ છે કે વારંવાર શ્રી સત્યસાંઈ ને પ્રણામ કરે છે અને અહીં ના ચિકિત્સકો ને ભગવાન કહે છે.

દિલ ના ઈલાજ માટે પ્રસિદ્ધ છે હોસ્પિટલ

શ્રી સત્યસાંઈ સંજીવની હોસ્પિટલ દેશ ની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે બાળકો ને હૃદય રોગો ના ઈલાજ માટે સમર્પિત છે. પૂરી રીતે નિઃશુલ્ક સેવા દેવા વાળા આ હોસ્પિટલમાં દુનિયાભર થી આવેલા બાળકો નો ઈલાજ કરવામાં આવે છે.

ઝારખંડ ના શિવશંકર એ સંભળાવી કહાની

ઝારખંડ ના શિવશંકર ના પાંચ વર્ષ ના દીકરા નિકકુ ના દિલ માં પણ છેદ હતો જેનુ સફળ ઓપરેશન થઈ ચૂક્યુ છે. હવે તે તપાસ માટે અહીં આવ્યા છે.

હોસ્પિટલ ના જનસંપર્ક અધિકારી અજય કુમાર કહે છે કે એકસો બિસ્તર વાળા આ હોસ્પિટલ ની સ્થાપના નવેમ્બર વર્ષ 2012 માં થઈ હતી. અને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં 13 વર્ષ ની બાળકી રિતિકા નુ સફળ ઓપરેશન કર્યુ હતુ. પહેલા અહીં બધી ઉમર ના દર્દીઓ ના દિલ ના ઈલાજ કરાતા હતા. પરંતુ ફેબ્રુઆરી વર્ષ 2014 થી તેને ચાઈલ્ડ હાર્ટ કેર સેન્ટર ના રૂપ માં પરિવર્તિત કરવામાં આવ્યુ. ત્યારથી આ હોસ્પિટલ બાળકો ના દિલ ની દેખભાળ કરે છે.

હોસ્પિટલ માં નથી કેશ કમાન્ડર

શ્રોફ જણાવે છે કે આ એવી હોસ્પિટલ છે કે જ્યાં કેશ કાઉન્ટર નથી. મતલબ પ્રાથમિક તપાસ, ઓપરેશન, ઈલાજ, રહેવુ અને ખાવુ બધુ મફત છે. આ હોસ્પિટલમાં ભરતી થવા વાળા 12 વર્ષ સુધી ના બાળક ની સાથે બે વ્યક્તિ ને તથા 12 થી 18 વર્ષ સુધી ના હૃદય રોગ થી પીડિત બાળકો સાથે એક વ્યક્તિ ને રહેવા અને ખાવા ની વ્યવસ્થા કરવામાં આવે છે.

25 જાત ના ઓપરેશન કરવામાં આવે છે.

આ હોસ્પિટલમાં બાળકો ના હૃદય રોગ ના 25 જાત ના ઓપરેશન થાય છે. ખાનગી હોસ્પિટલો માં તેનો ખર્ચ ત્રણ થી 15 લાખ રૂપિયા થાય છે પણ અહીંયા તે નિઃશુલ્ક છે. અહી ઉત્તમ ડોક્ટરો ની ટીમ છે જે એક દિવસમાં ઓછા માં ઓછા પાંચ ઓપરેશન કરે છે. જેમાં થી ત્રણ ઓપરેશન હાર્ટ સર્જરી ના હોય છે.

દૂર-દૂર થી આવે છે લોકો

હોસ્પિટલ ના જનસંપર્ક અધિકારી જણાવે છે કે હોસ્પિટલ ના શરૂ થયા પછી થી આ વર્ષ ના માર્ચ મહિના સુધી ત્યાં 4500 બાળકો ના હૃદય ના ઓપરેશન થઈ ચૂક્યા છે. અહીં તેના બાળકો ના હૃદય ના ઈલાજ કરાવવા માટે છત્તીસગઢ સહિત દેશ ના 28 રાજ્યો અને નવ અન્ય દેશો ના લોકો આવી ચુક્યા છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ ના બાળકો ના પણ થયા ઈલાજ

શ્રી સત્યસાંઈ સંજીવની હોસ્પિટલ માં ફીજી ના બે બાળકો, પાકિસ્તાન ના નવ બાળકો, બાંગ્લાદેશ ના 11 બાળકો, નાઇજિરિયા ના આંઠ બાળકો, નેપાળ અને શ્રીલંકા ના પાંચ પાંચ બાળકો, અફઘાનિસ્તાન ના બે બાળકો તથા લાઈબેરિયા અને યમન ના એક એક બાળકો ના ઈલાજ કરવામાં આવ્યા છે. અહીં ના ચિકિત્સકો ની ટીમ એ ફીજી જઈને 26 બાળકો ના દિલ નુ ઓપરેશન કર્યુ હતુ.

દિલ ના આકાર ની બની છે હોસ્પિટલ

દિલ ના આકાર વાળી 30 એકર માં ફેલાયેલી આ હોસ્પિટલ પરિસર માં સત્યસાંઈ સૌભાગ્યમ અને નર્સિંગ કોલેજ પણ છે. સત્યસાંઈ સૌભાગ્યમ માં કલા, સંસ્કૃતિ, શિક્ષા અને સામાજિક ઉત્થાન ના કાર્યક્રમો થયા કરે છે.

હોસ્પિટલ નહીં ટેમ્પલ ઓફ હીલિંગ કહો

અજય શ્રોફ જણાવે છે કે અમે તેને હોસ્પિટલ નહીં પણ ટેમ્પલ ઓફ હીલિંગ કહીએ છીએ. અને તેને મંદિર ની જેમ જ પૂજાય છે. હોસ્પિટલ નો નિયમ છે કે દરરોજ સવારે જે બાળકો ના ઓપરેશન થાય છે તેના માટે પ્રાર્થના કરવામાં આવે છે અને તેનુ લિસ્ટ દેશ-વિદેશ માં ફેલાયેલા લાખો અનુયાયીઓ ને મોકલવામાં આવે છે. જેથી તે પણ પ્રાર્થના માં શામિલ થઈ શકે.

હોસ્પિટલ ના શિશુ હૃદય રોગ વિશેષગ્ય અતુલ પ્રભુ કહે છે કે તેને અમે હોસ્પિટલ નહીં મંદિર માનીએ છીએ અને અમે અમારુ કામ પણ એ રીતે કરીએ છીએ. તેથી ક્યારેય નથી લાગતુ કે અમારે પૈસા કમાવા છે. અમે ઇરછીએ છીએ કે અહીં આવવા વાળા બાળકો ની સ્માઈલ તેને પાછી આપી શકાય.

ઓસ્ટ્રેલિયા માં રહી ચૂકેલા ડોક્ટર પ્રભુ કહે છે કે અહીં કામ કરવા દરમ્યાન અમને લાગે છે કે અમે અમારા કામ ની સાથે ન્યાય કરી રહ્યા છીએ અને તે જ કારણ છે કે અહીં આવવા વાળા માતા-પિતા ના દુખ-દર્દ ને મહેસુસ કરી શકીએ છીએ.
જનસંપર્ક અધિકારી શ્રોફ કહે છે કે શ્રી સત્યસાંઈ એ કહ્યુ હતુ કે –
બધા થી પ્રેમ બધા ની સેવા. આ હોસ્પિટલમાં તે જ તો કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here