હરણ શિકારના મામલામાં કોર્ટમાં જજે આપ્યો મોટો ચુકાદો – હવે સલમાન ખાન….. વાંચો અહેવાલ

0

કાળા હરણના શિકારના મામલામાં બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનને જોધપુરની સેશન કોર્ટે જમાનત પર પોતાનો નિર્ણય આપી દીધો છે. અદ્લાતે સલમાન ખાનને તેના વકીલોની દલીલોની લીધે બેલ આપી દીધી છે. સલમાન ખાનના વકીલે જમાનત માટે શનિવારે જોધપુરની અદાલતમાં ઘણી એવી દલીલો રાખી હતી.  સલમાનના વકીલે પહેલી દલીલમાં કહ્યું કે હાઈકોર્ટ તેના મુવક્કિલ ને બે અન્ય મામલોમાં બરી કરી ચુક્યા છે. કોર્ટમાં તે સાબિત ન થઇ શક્યું કે ચિંકારા હરણને સલમાન ખાને પોતાની લાઈસેન્સ રિવોલ્વરથી માર્યું હતું. સાથે જ સલમાના વકીલે પોતાની બીજી દલીલમાં કહ્યું કે ગવાહોના બયાન પર ભરોસો કરવો સ્વાભાવિક નથી. જ્યારે વકીલે પોતાની ત્રીજી દલીલમાં કહ્યું કે પોસ્ટમોર્ટમ માટે હરણનાં હાડકાઓ પણ મોકલવામાં આવ્યા હતા. બીજી બાજુ અભિયોજન પક્ષે કહ્યું કે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં એ સાબિત થઇ ગયું હતું હે હરણોની મૌત ગોળી લાગવાને લીધે જ થઇ હતી.અભિયોજન પક્ષે સલમાનની દલીલનો વિરોધ કરતા કહ્યું કે ચશ્મદિદ ગવાહોના બયાન તેના વિરુદ્ધમાં છે. અદાલતે લંચ બાદ બપોરે 3 વાગે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ જમાનત આપવાનો નિર્ણય કરી લીધો છે. સલમાન ખાનને આગળની સુનવાઈ માટે 7 મેં નાં રોજ ફરીથી આવવું પડશે. શનિવારે સુનવાઈના સમયે પહેલાથી જ રાજસ્થાન હાઈકોર્ટે આ મામલાની સુનવાઈ કરી રહેલા જજ રવીન્દ્ર કુમાર જોશી સહીત અન્ય ઘણા જજોને તબદલા કરી દીધા.

સલમાન ખાનને જોધપુરના સેશન કોર્ટથી જમાનત મળ્યા બાદ દેશભરમાં ફેંસમાં ખુશીની લહેર ઉઠી ચુકી છે. મુંબઈ સ્થિત ગૈલેક્સી એપાર્ટમેન્ટની બહાર સલમાનના ફેંસ પોસ્ટર લઈને નાચી રહ્યા છે. સાથે જ બિહારના પટના શહેરમાં સલમાનની રાખી બહેન સબા અને ફરાહે જમાનત મળવા પર લોકોને મીઠાઈ વહેંચી હતી. કરોડોના તાદાદમાં સલમાન ખાનના પ્રશંશક આ નિર્ણય બાદ ખુબ જ ખુશ છે. સલમાનને 50-50 હજારના બે મુલચકોની શરત પર કોર્ટે તેને જમાનત આપી છે. સાથે જ કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે તે કોર્ટને બતાવ્યા વગર દેશથી બહાર જઈ શકશે નહી.એવી ઉમ્મીદો હતી કે આ મામલાની સુનવાઈ કરી રહેલા જજની બાબતો ને લીધે સલમાન ખાન મુશેક્લીઓમાં ઘેરાઈ શકે છે, પણ જજ રવીન્દ્ર કુમાર જોશીએ સલામન ખાનની જમાનત અરજી પુરા દલીલોની સાથે સાંભળ્યા બાદ શનિવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો અને જમાનત મંજુર કરી લીધી.

મુખ્ય ન્યાયિક મજીસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ 1998 માં થયેલા આ ઘટના સંબંધમાં 28 માર્ચના મુકદમાની સુનવાઈ પૂરી કરતા પોતાનો નિર્ણય બાદમાં સંભળાવવાનું નક્કી કર્યું હતું. નિર્ણય આપવાના સમયે દરેક આરોપી કલાકાર સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, અને નીલમ પણ ઉપસ્થિત રહ્યા હતા.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.