એપ્પલ ના લોગો માં પુરા સફરજનની જગ્યાએ કપાયેલું સફરજન શા માટે છે? જાણો રહસ્યની વાત……

0

આઈફોન અને આઇપેડ બનાવનારી કંપની એપ્પલ ને તો બધા જાણે જ છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફેમસ કંપની એપ્પલ ના લોગો માં કપાયેલું સફરજન શા માટે છે. તેની જગ્યાએ આખું સફરજન પણ હોઈ શકતું હતું. આ સવાલ દરેક તે લોકોના મનમાં જરૂર આવતો હશે, જેઓ એપ્પલ ના આ લોગો ને જોતા હોય. આજે અમે તમને આ ખાસ રહસ્ય વિશે જણાવીશું કે આખરે આવું તે શા માટે?1977 માં રોબ જેનીફ એ આ લોગો ને તૈયાર કરીને એપ્પલ ના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ ને દેખાડ્યું હતું અને પહેલી જ નજરમાં જોબ્સ ને આ બટકું ભરેલા સફરજનનો લોગો ગમી ગયો હતો.
રિપોર્ટ્સ ના આધારે આ કપાયેલા સફજન વિશે કહેવામાં આવે છે કે આ લોગો કોમ્પ્યુટર સાઇન્સ ના પિતા માનવામાં આવતા એલન ટર્નિંગ ની યાદમાં બનાવામાં આવ્યો છે, જેનું 1954 માં સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃત્યુ થઇ ગયું હતું અને તેના શવની પાસેથી એક ઝેરીલું કપાયેલું સફરજન મળી આવ્યું હતું.એકવાર ઇન્ટરવ્યૂ ના સમયે રૉબ જેનીફ એ કહ્યું હતું કે સફરજન એક એવું ફળ છે, જેની આકૃતિ થોડી ઘણી કપાયા પછી પણ તેને ઓળખી શકાય છે અને તેની સફરજન તરીને ની ઓળખ બદલાતી નથી. માટે જ એપ્પલ કંપની એ આ પ્રકારનો લોગો તૈયાર કર્યો છે.જેનીફ એ જણાવ્યું કે સ્ટીવ જોબ્સ એ પોતાની કંપની નું નામ એપ્પલ એટલા માટે રાખ્યું કેમ કે ઉત્તર કૈલિફોર્નિયા માં તેનો સફરજન નો મોટો બાગ છે અને ત્યાં તેનો ઘણો એવો સમય વીત્યો હતો. સાથે જ સ્ટીવ સફરજનને એક પરફેક્ટ ફ્રૂટ માનતા હતા. જયારે તેઓ કંપની બનાવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેના નામોની લિસ્ટમાં એપ્પલ સૌથી પહેલા નંબર પર હતું અને આ નામ તેણે જ આપ્યું હતું.
તેના સિવાય માનવામાં આવે છે કે કપાયેલું સફરજન એટલે કે અંગ્રેજી માં તેને એપ્પલ બાઈટ કહેવામાં આવે છે. બાઈટ(byte) કોમ્પ્યુટર માં માપવાનો એક યુનિટ છે. માટે આ લોગો ને રાખવામાં આવ્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here