10 Photos – અમુક દેશો માં છે ઊંઘવાની આવી આદતો, જુઓ તમને પણ કોઈ પસંદ આવી જાય..

0

અહી બાળકોને સુવડાવે છે ઘરની બહાર.

ઊંઘ કરવી એક સામાન્ય વાત છે. દરેક લોકો હર રોજ ઊંઘ લે છે. પણ દરેકના ઊંઘવાની આદત અલગ અલગ હોય છે. કોઈને દિવસમાં પણ ઊંઘ જોઈતી હોય છે તો અમુકને રાતે 10 વાગા પછી જ ઊંઘ આવે છે. કોઈને તકિયા વગર ઊંઘ નથી આવતી તો કોઈ પંખા વગર સુઈ નથી શકતા.

હવે આ આદતો તો લોકોના હિસાબથી હોય છે. પણ અલગ-અલગ દેશોમાં સુવાથી લઈને અલગ-અલગ ચલણ હોય છે. હવે તો તમે પણ માનતા હશો કે વિભિન્ન દેશો માં રહન-સહન ને ખોરાકની અલગ-અલગ પરમ્પરાઓ હોય છે. આં દેશોના નિયમો પણ એક-બીજાથી અલગ હોય છે. આ દેશો માં અલગ-અલગ રીત અનુસાર સુવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે.

આ દેશોની સુવાની આ આદતો તમને અજીબ પણ લાગી શકે છે, અને મજેદાર પણ. તમને જો આમાંની કોઈપણ આદત પસંદ આવે તો તેને ટ્રાઈ કરી શકો છો.

  1. બપોરની ઊંઘ:

આપણા દેશમાં ઓફીસ હોવાને લીધે ઈચ્છવા છતાં પણ બપોરની ઊંઘ લઇ શકાતી નથી. પણ સ્પેન, ઇટલી અને અન્ય યુરોપિયન દેશોમાં દિવસમાં બ્રેક મળતો હોય છે. આ સમયે ઘરે જઈને જમીને નાની એવી ઊંઘ લઇ શકાય છે.

2. કપડા વગર ઊંઘ કરવી:

યુંનાઈટેડ કિંગડમમાં લોકો કપડા પહેર્યા વગર સુવું વધુ પસંદ કરે છે. એક સ્ટડીના અનુસાર બ્રિટેનમાં એક તિહાઈ લોકો કપડા પહેરીને ઊંઘતા નથી. જે અન્ય દેશોની તુલનામાં વધુ છે.

3. પેટ્સની સાથે સુવું: અમેરિકામાં મોટાભાગે લોકોને પોતાના પેટ્સ સાથે સુવાની આદત હોય છે. તેઓનું માનવું છે કે પેટ્સની સાથે સુવાથી ખુશી, ગરમાહટ અને શાંતિ મળે છે.

4. બાળકોને બહાર સુવળાવવા: નોર્વે અને સ્વીડન જેવા દેશોમાં પેરેન્ટ્સ પોતાના બાળકોને ઘરની બહાર તડકામાં સુવળાવે છે. મોટાભાગે પેરેન્ટ્સ સ્ટોરની અંદર શોપિંગ કરતા હોય છે અને બાળકો બહાર સ્ટ્રોલરમાં ઊંઘતા હોય છે. તેઓનું માનવું છે કે ફ્રેશ હવા મળવાથી બાળકો બીમાર પડતા નથી.

5.બેડટાઈમ પ્રેયર: મેક્સિકોમાં લગભગ 62% લોકો સુવાના એક કલાક પહેલા પ્રેયર કે મૈડીટેશન કરતા હોય છે.

6. ઓછી શીટ્સ માં સુવું: આપણે ત્યાં ગાદલા પર ચાદર બીછાવીને સુતા હોઈએ છીએ. પણ ઘણા યુરોપિયન દેશોમાં લોકો ફીટેડ શીટ્સ(જે બેડમાં ફીટ આવી જાય છે) પર સુતા હોય છે. આવું કરવાથી લેયર્સ નથી વધી અને ગરમાહટ પણ બની રહે છે.

7. બાળકોને મોડી રાતે સુવળાવવા: મોટા લોકો ભલે મોડા સુધી જાગતા રહે પણ બાળકોને થોડું જલ્દી સુવળાવી દેવું જોઈએ. અર્જેનીટા માં પેરેન્ટ્સ પોતાના બાળકોને રાતે ખુબ મોળા સુધી સુવળાવતા હોય છે.

8. પબ્લિક માં સુઈ જવું: જાપાનમાં પબ્લિક પ્લેસીસ પર નાની એવી જપકી લેવી એક સામાન્ય વાત છે. અહી લોકો પાર્કમાં બેંચ પર બેસીને, ટ્રેઈન માં, ડીનર પાર્ટી કે કોઈ મીટીંગ નાં સમયે નાની એવી જપકી લેતા નજરમાં આવી શકે છે.

9. Worry Dolls:Guatemala માં લોકો worry dolls  બનાવે છે. આ ડોલ્સને તકીયાની નીચે રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે તે વ્યક્તિની ચિંતાઓને શોસી લે છે અને તેઓ ચૈન ભરી ઊંઘ લઇ શકે છે.

10. ડરીને સુવું: સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ બાલી માં ‘Fear Sleep’ નો કોન્સેપ્ટ ચાલે છે. અહી તણાવની સ્થિતિ માં લોકો  ખુબ વહેલા ઊંઘી જતા હોય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.