હું પિતા સેફ અલી ખાન નહિ પણ અમૃતા સિંહ ની દીકરી કહેવાનું વધુ પસંદ કરું છું-સારા અલી ખાન…જાણો શું વધુ ખુલાસો કર્યો

0

સારા અલી ખાન ની ફિલ્મ કેદારનાથ 7 ડિસેમ્બર ના રોજ રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મ ના ટ્રેલર માં સારા ને ખુબ જ પસંદ કરવામાં આવી છે. સારા હાલના દિવસોમાં પોતાની ફિલ્મના પ્રમોશન માં લાગેલી છે. ફિલ્મ ની સાથે-સાથે તેની પર્સનલ લાઈફ ના પણ ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સારા નું કહેવું છે કે તે નથી ઇચ્છતી કે તેને એક સ્ટાર કિડ ના સ્વરૂપે જાણવામાં આવે. સારા એ કહ્યું કે તે ઈચ્છે છે કે તેને પોતાની મમ્મી અમૃતા સિંહની દીકરી ના રૂપે જે જાણવામાં આવે.અમૃતા સિંહ-સૈફ અલી ખાન ની દીકરી સારા ચાર વર્ષ ની ઉંમર થી જ એક અભિનેત્રી બનવા માગતી હતી. સારા ને અભિનેત્રી બનવાનો વિચાર તે સમયે આવ્યો જયારે તે માત્ર 4 જ વર્ષ ની હતી. પણ એક સમય એવો પણ હતો જયારે તેના પિતા સૈફ અલી ખાન ઈચ્છતા ન હતા કે તે એક અભિનેત્રી બને. સારા ના આ સપના ને તેની માં અમૃતા સિંહ એ પૂરું કર્યું. અમૃતા એ સારા ના કેરિયર પર પણ ખુબ મહેનત કરી છે.

સારા ઘણા અંશે પોતાની માં જેવી જ દેખાય છે. જયારે તે 10 વર્ષ ની હતી ત્યારે તેની માં અને સૈફ અલી ખાન ના છૂટાછેડા થયા હતા. સારા હંમેશા પોતાની માં સાથે જ રહી છે. જો કે તે પિતાની સાથે રહી ન હતી પણ તેની સાથે બોન્ડિંગ ખુબ સારું રહ્યું છે. સારા ના આધારે તે સૈફ અલી ખાન ની દીકરી ના બદલે અમૃતા સિંહ ની દીકરી કહેવું વધારે પસંદ કરે છે.સારા એ કહ્યું કે તેની માં એ તેની અને તેના ભાઈ ની સંભાળ એક સામાન્ય રીત ની સાથે કરવાની કોશિશ કરી છે. સારા નું કહેવું છે કે,”માં મારા માટે ખુબ જ ખાસ છે. હું આજે પણ દરેક બાબત પર તેની સલાહ લવ છું. મારા માટે સ્ટાર સંતાન હોવા કરતા વધારે જરૂરી મારી માં ની દીકરી હોવું છે. મારી માં એ ખુબ જ સિમ્પલ જીવન જીવ્યું છે.
આગળના દિવસોમાં તે હૈદરાબાદ ફિલ્મ ‘સિમ્બા’ ની શૂટિંગ કરી હતી. શૂટિંગ થી સમય કાઢીને તે હૈદરાબાદ ની ગલીઓમાં પોતાની માં ની સાથે શોપિંગ કરવા માટે પહોંચી હતી. હૈદરાબાદ થી બંગળી બજારમાં સારા પોતાની માં સાથે શોપિંગ કરતી નજરમાં આવી હતી. સારા ના અનુસાર તે ક્યારેય પણ મોંઘી શોપિંગ કરતી નથી. તે 1000 રૂપિયા કરતા વધારે શોપિંગ પણ નથી  કરતી, અને તેની શોપિંગ પણ હંમેશા કોઈ મોલ માંથી નહિ પણ સામાન્ય અને સસ્તી બજાર માંથી જ થાય છે. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here