આવી ખતરનાક ચીજ ગળી ગયો હતો વ્યક્તિ, અને પછી જુઓ શું થયું….

0

દુનિયામાં ઘણા પ્રકારના લોકો હોય છે, અમુક સારા હોય છે તો અમુક માનસિક રૂપથી વિક્ષિપ્ત પણ હોય છે. જેઓ ને ખુદ જાણ નથી હોતી કે પોતે શું કરી રહ્યા છે. આજે અમે તમને એવાજ એક વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છીએ જેનો કારનામો જાણીને તમે પણ હેરાન રહી જાશો. આ વ્યક્તિ નું ઓપરેશન કરીને વ્યક્તિના પેટમાંથી એવી ચીજ ને બહાર કાઢી છે જેના વિશે જાણીને તમે વિચારી પણ નહિ શકો. કોઈ વ્યક્તિ ખાવાની ચીજો સિવાય અન્ય ચીજોને કેવી રીતે ખાઈ શકે, પણ આ વ્યક્તિ એ કઈક એવો જ કારનામો કર્યો છે. જણાવી દઈએ કે ઇથિયોપિયા ની રાજધાની અદિસ અબાબા માં ડોકટરો એ એક માનસિક બીમાર દર્દી નું ઓપરેશન કર્યું છે. આ ઓપરેશન તેના પેટ નું હતું અને તેના પેટ થી ડોકટરો એ 16 નખ અને અન્ય ધારદાર અને ખુબ જ ખતરનાક વસ્તુઓને બહાર કાઢી છે. જેના વિશે કોઈપણ વિચારી ના શકે. આ બધું જોઈને ડોકટર પણ હેરાન છે. જાણકારી અનુસાર 33 વર્ષ ના માનસિક રૂપથી બીમાર વ્યક્તિ ના પેટ થી 16 નખ(10 સેન્ટિમીટર), ચાર પિન, ટુથપિક અને તૂટેલા કાંચ ના ટુકડા બહાર કાઢયા હતા. આ ઓપરેશન સાડા 4 કલાક ચાલ્યું હતું.જાણકારી અનુસાર આ વ્યક્તિ આગળના 10 વર્ષો થી માનસિક રૂપથી બીમાર છે જેની તેણે દવાઓ ખાવાનું પણ બંધ કરી દીધું હતું, જેના ચાલતા તેણે આવી વિચિત્ર વસ્તુઓ ખાવાનું શરૂ કરી દીધું હતું. ડોકટરો નું કહેવું છે કે પાણી દ્વારા તેણે આ ચીજોને ખાઈ લીધી હતી અને તે તેનું ખુશ નસીબ છે કે તે સલામત છે અને વસ્તુઓ એ પોતાનો વધારે ખતરનાક પ્રભાવ નથી દેખાડ્યો. તેણે કહ્યું કે હવે દર્દી જલ્દી જ ઠીક થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here