‘આશિકી’ માં નજરમાં આવેલા આ એક્ટરનો બદલાઈ ગયો છે કઈક આવો લુક, પત્ની દ્વારા કાઢી મુકતા આવો થઇ ગયો હતો હાલ…

0

પત્નીએ પણ કાઢી મુક્યો હતો ઘરની બહાર.

પહેલાના સમયમાં બે ફૂલોને એકબીજા સાથે અથડાતા કે વ્રુક્ષોની આસપાસ ચક્કર લગાવતા બે પ્રેમીઓને જોઈને દર્શકો રોમેન્ટિક સીન્સનો આનંદ લેતા હતા. તે સમયમાં એક્ટર અને એક્ટ્રેસની વચ્ચે રોમેન્ટિક સીન્સ ફીલ્માવી અને દર્શકોની સામે રજુ કરવો ખુબ મુશ્કિલ થતું હતું.

તેજ સમયમાં એક ફિલ્મ રીલીઝ થઇ હતી, જેનું નામ હતું, ‘આશિકી’. જયારે લોકોએ આ ફિલ્મ જોઈ તો તેઓ આ ફિલ્મના દીવાના બની ગયા હતા. આ ફિલ્મના ગીતો હોય કે પછી સીન્સ હોય બધુજ લોકોના મગજમાં છવાઈ ગયું હતું. તેનો નશો એવી રીતે લાગી ગયો કે વર્ષો બાદ તેમની રીમેક ‘આશિકી -2’ પણ બનાવામાં આવી હતી.

જો કે અમે અહી ફિલ્મ નહિ પણ તેના એક્ટરની વાત કરી રહ્યા છીએ. આ કલાકારે માત્ર આજ ફિલ્મ નહિ પણ ઘણી એવી ફિલ્મોમાં કામ કર્યું છે. પણ પછી અચાનક જ આ એક્ટર ગાયબ જ થઇ ગયો.

1. દીપક તિજોરી:

દીપક તિજોરી બોલીવુડ એક્ટર માના એક છે જે બોલીવુડ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય અને યોગદાન માટે જાણવામાં આવે છે.

2. સપોર્ટીંગ એક્ટરના રોલ માં:

હીરોના તૌર પર દીપક તિજોરીને કાઈ ખાસ સફળતા મળી ન હતી. પણ સપોર્ટીંગ એક્ટરના તૌર પર તેને ખાસ રીતે સહારા આપવામાં આવ્યો હતો.

3. આવા કીરદારોમાં હિટ ફિલ્મો:

જો દીપકના હિટ ફિલ્મોની વાત કરીએ તો તેમાંના ‘આશિકી’, ‘જો જીતા વહી સિકંદર’, ‘કભી હા કભી ના’, ‘અંજામ’ જેવી ઘણી એવી ફિલ્મો શામિલ છે. જેમાં તેમણે સપોર્ટીંગ રોલ પર કામ કર્યું હતું.

4. હીરો નો કિરદાર:

સપોર્ટીંગ રોલ કરતા-કરતા દીપક તિજોરીને મન માં ને મન માં જ હીરો બનવાની ખ્વાઈશ જાગવા લાગી. તે હીરો બનવા ઇચ્છતા હતા અને તેની આ ઈચ્છા ‘પહેલા નશા’ નામનું ફિલ્મ માં પૂરી થઇ ગઈ હતી. આ ફિલ્માં તેની સાથે પૂજા ભટ્ટ અને રવિના તંડન નજરમાં આવ્યા હતા.

5. સપનું થયું ચુર-ચુર:

એક જબરજસ્ત સ્ટારકાસ્ટ અને મોટું બજેટ હોવા છતાં પણ દીપક તિજોરીની આ ફિલ્મ ખરાબ રીતે પીટ ગઈ હતી. તેનાબાદ દીપકનું હીરો બનવાનું સપનું ચુર-ચુર થઇ ગયું હતું.

6. નિર્દેશક બનવાનો નિશ્ચય:

એક્ટિંગ બાદ દીપકે નિર્દેશક બનવાનું વિચાર્યું. તમણે ઘણી એવી ફિલ્મો ડાયરેક્ટ પણ કરી હતી. તેમાંની ‘ટોમ- ઔર હેરી’, ‘ફોકસ’, ‘ખામોશી: એક રાત’, જેવી ફિલ્મો નો પણ સમાવેશ થાય છે જે ફ્લોપ સાબિત થઇ હતી.

7. ફિલ્મી દુનિયાથી થયા ગાયબ:

તેના બાદ દીપક તિજોરી ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયા હતા. અમુક સમય પહેલા જાણ થઇ કે તેની પત્ની સાથે જગડો થઇ ગયો અને માટે તેમની પત્નીએ તેને ઘરની બહાર કાઢી મુક્યો હતો.

8. બદલાઈ ગયો લુક:

આટલા વર્ષો બાદ દીપક તિજોરીમાં ખુબ બદલાવ આવી ગયો છે. તે હાલ કઈક આવી રીતે દેખાવા લાગ્યો છે. ક્યારેક ચોકલેટી બોય તરીકે જાણવામાં આવતા દીપક તિજોરી આવા લુકમાં દેખાઈ છે.

9. નીરજ વોરાના અંતિમ સંસ્કારમાં:

હાલ માં જ દીપક, એક્ટર નીરજ વોરાના અંતિમ સંસ્કારમાં નજરમાં આવ્યા હતા. ત્યારે તેનો આ લુક મીડિયા સામે આવ્યો હતો.

10. હેરાન છે ફેંસ:

જે પણ દીપક તિજોરીનો આ લુક કોઈ પણ માટે ખુબ ચોકાવનારો છે. જ્યાં 90ના દશકના એક્ટર્સ ગોવિંદા, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર જેવા સ્ટાર્સ આજે પણ ખુબ એક્ટીવ અને હેલ્ધી દેખાઈ આવે છે. એવામાં આટલા નાની ઉમરમાં દીપકનો આ લુક કોઈને પણ ચોંકાવી શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!