આપણા દેશનો અસલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, 3 વાર તાજમહેલ અને 2 વાર લાલ કિલ્લો વેચી દિધો હતો…વાંચો રસપ્રદ આર્ટિકલ

0

નટવરલાલ, હા ઘણા મિત્રો હશે જેમને આ નામ વાંચીને જ ખ્યાલ આવી ગયો હશે કે આપણે કોની વાત કરવા જઈએ છીએ. હા મિત્રો આ જ એ વ્યક્તિ છે જેણે ત્રણ વાર તાજમહેલ અને બે વાર લાલ કિલ્લો વેચી દીધો હતો. આજે તો ખરેખર ઠગ અને નટવરલાલ એ બંને સમાનર્થી શબ્દ છે. આ વાત એ સિત્તેર, એસી અને નેવુંના દાયકાની છે. આ સમય દરમિયાન એક પછી એક ઘણી બધી આવી છેતરપીંડી અનેક ઘટનાઓ લોકો સામે આવવા લાગી હતી.

સૌથી વધારે મજાની વાત તો એ છે કે સરકારની નજરોમાં ભલે નટવરલાલ દ્વારા કરવામાં આવતી આ ચોરીને અપરાધ એટલે કે ગુનો માનવામાં આવતો હતો પણ નટવરલાલ એ પોતાની આ હરકતને સમાજ સેવાનું નામ આપતા હતા. તેમનું કહેવું હતું કે તેઓ લોકોને મુર્ખ બનાવીને પૈસા માંગે છે અને એ લોકો તેને પૈસા આપે પણ છે એમાં તેમનો કોઈ વાંક નથી. આટલું જ નહિ તેમનો દાવો છે કે જો સરકાર તેમને પરમીશન આપશે તો તેઓ ભારત દેશ પર લાગેલ દરેક વિદેશી દેવું તે પૂરું કરી આપશે. આજે અમે તમને આ નટવરલાલ વિષે માહિતી જણાવવાના છે. નટવરલાલ એ પોતાની ઠગબુદ્ધિના લીધે ભારત દેશમાં મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ હતો.

૧. બહુ ઓછા લોકોને તેના અસલી નામ વિષે ખબર હતી.
નટવરલાલનું અસલી નામ મીથીલેશ કુમાર શ્રીવાસ્તવ હતું. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. નટવરલાલની આ તેજ બુદ્ધિની પાછળ એક વકીલ છુપાયેલ છે. હા તમે સાચું વાંચ્યું છે નટવરલાલ એક વકીલ હતો. મીડિયાના એક રીપોર્ટ પ્રમાણે તેમનો જન્મ સીવાન જીલ્લાના જીરાદેઈ ગામથી બે કિલોમીટર દુર બંગરા ગામમાં થયો હતો.

૨. આપણા દેશમાં પહેલી વાર સામે આવ્યો હતો આવો કોઈ ઠગ
ઇતિહાસમાં પહેલી વાર સરકારી જગ્યાઓ વેચવાવાળો કોઈ વ્યક્તિ સામે આવ્યો હતો. આ આ વાત સાચી છે નટવરલાલે ત્રણ વાર તાજમહેલ અને બે વાર લાલ કિલ્લો અને એક વાર રાષ્ટ્રપતિ ભવન વેચી દીધો હતો. એટલું ઓછું હોય તો એકવાર તેણે ભારતના સંસદ ભવનને પણ વેચી દીધો હતો.

૩. નટવરલાલ વેશ પલટો કરવામાં હતો હોશિયાર
જેમ મુવીમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ તેમ અપરાધી ઘણીવાર એ પોતાનો વેશ બદલીને પોતાનું કામ એટલે કે ચોરી કરવાનું કામ કરતો હોય છે. આમ કરવાથી કોઈ તેમને ઓળખી શકતું નથી. તેઓ પોતાની સાચી ઓળખ કોઈપણ લોકો સામે આવવા દેતા નહિ. તે એવો વેશ પલટો કરીને લોકોને છેતરતો હતો કે જો એ બીજીવાર એ જ વ્યક્તિ પાસે આવીને ઉભો રહે તો કોઈ તેને ઓળખી શકે નહિ. તમને વિશ્વાસ નહિ થાય પણ એકવાર નટવરલાલે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના નકલી હસ્તાક્ષર કરીને પણ છેતરપીંડી કરેલ છે. નટવરલાલ એ ધીરુભાઈ અંબાણી, ટાટા અને બિરલા ઉદ્યોગપતિઓને પણ છેતર્યા હતા. હવે આટલામાં જ આપણે સમજ જવું જોઈએ કે એ વ્યક્તિ એ કેટલો હોશિયાર અને ચાલક હશે.

૪. જયારે નટવરલાલ પકડાઈ ગયા ત્યારે શું થયું હતું.જયારે તેઓ પકડાઈ ગયા હતા ત્યારે તેમને ૧૧૩ વર્ષની સજા થઇ હતી. મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં એ સૌથી પહેલા નંબર પર હતા. નટવરલાલ સામે ૮ અલગ અલગ રાજ્યમાં કુલ ૧૦૦ થી પણ વધુ કેસ નોંધાયા હતા. પણ દરવખતે તે કોઈને કોઈ ચાલાકી કરીને છટકી જતો હતો. છેલ્લે જયારે તે પોલીસ પાસેથી ભાગ્યો હતો ત્યારે તેની ઉંમર ૮૫ વર્ષની હતી. ૨૪ જુન ૧૯૯૬માં તેમને કાનપુર જેલથી AIIMS દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તેણે પોલીસને હાથતાળી દઈને ભાગી ગયો હતો. આ ઘટના પછી તે ક્યારેય ફરીથી જોવા મળ્યો નથી.

૫. મરણમાં પણ કરી છેતરપીંડીનટવરલાલે મૃત્યુનું નાટક કરીને પણ લોકો સાથે છેતરપીંડી કરી હતી. વર્ષ ૨૦૦૯માં નટવરલાલના વકીલ દ્વારા તેની વિરુદ્ધ દાખલ ૧૦૦ કેસને હટાવી લેવાની માંગણી કરવામાં આવી હતી પણ નટવરલાલના ભાઈએ એવો દાવો કર્યો હતો કે નટવરલાલનું મૃત્યુ તો લગભગ ૧૩ વર્ષ પહેલા ૧૯૯૬માં થઇ ગયું હતું.

૬. બોલીવુડના નટવરલાલ
નટવરલાલના જીવનથી પ્રેરિત બોલીવુડમાં એક મુવી બની હતી મિસ્ટર નટવરલાલ નામ હતું આ મુવીમાં મુખ્ય ભૂમિકા અમિતાભ બચ્ચને નિભાવી હતી. પછી એક મુવી આવી હતી રાજા નટવરલાલ આમાં મુખ્ય હીરોની ભૂમિકા ઇમરાન હાશમીએ મીભાવી હતી.

૭. અપરાધી હોવા છતાં પણ તેમના હતા અનેક લોકો ફેન
બિહારમાં તેમના ગામના લોકોની માંગ હતી કે તેમના ગામમાં નટવરલાલનું એક સ્મારક બનાવવમાં આવે. વાત એમ હતી કે ગામના લોકોનું માનવું હતું કે નટવરલાલ એક બહુ સારો માણસ હતો. તે લોકોની બહુ મદદ કરતો હતો. તેની આવી જ વાતોના લીધે ઘણા લોકો તેને માનવા લાગ્યા હતા તેના પછી આવી કોઈ વ્યક્તિ આવી નથી કોઈએ આવો ઈતિહાસ રચ્યો નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here