આપણા દેશની આ જગ્યાઓ પર હંમેશા રહે છે વાતાવરણ 25 ડીગ્રી, જો તમને ઠંડક ગમે છે તો એકવાર મુલાકાત જરૂર લેજો.

0

વરસાદ જે રીતે આ વર્ષે રિસાયો છે એ જોતા એવું લાગે છે કે આ વર્ષે શિયાળો એટલે કે ઠંડી જેવું કઈ બહુ આવશે જ નહિ. જો તમને પણ ઠંડક અને ગુલાબી ઠંડી ગમતી હોય તો આજે અમે તમારી માટે એવી જ માહિતી લાવ્યા છીએ. આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ આવેલ છે જ્યાં ક્યારેય પણ વાતાવરણ એ ૨૫ ડીગ્રીની નીચે જતું જ નથી. આ જગ્યાઓ તમને ઠંડકનો અહેસાસ કરાવશે. તો આવો જાણી લો અને તમે ઈચ્છો તો દિવાળી વેકેશનમાં પણ જઈ શકો છો.

તવાંગ, અરુણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશનું આ નાનકડું શહેર પોતાના રંગ બેરંગી ઘર અને સુંદર ઝરણાઓના લીધે બહુ પ્રખ્યાત છે. અહિયાંની લીલોતરી એ તમારા મનને શાંતિ અને શરીરને ઠંડક આપશે. અહિયાનું તાપમાન એ ૨૧ ડીગ્રી જ હોય છે.

હેમિસ, જમ્મુ અને કાશ્મીરજેમને પણ પહાડો અને ઠંડક વાળી જગ્યાઓ પસંદ છે તેમને લદ્દાખ તો એક ડ્રીમ ડેસ્ટીનેશન હોય જ છે પણ તમે કદાચ કાશ્મીરની આ એક જગ્યા વિષે બહુ ઓછા લોકો જાણતા હશે. આ એક નાનકડો કસબો છે જે કુદરતી સોન્દર્યથી ભરપુર છે. અહિયાનું વાતાવરણ પણ બહુ ઠંડક વાળું હોય છે. અહિયાનું તાપમાન એ ૪ થી ૨૧ ડીગ્રીની આસપાસ જ હોય છે.

લેંસડાઉન, ઉત્તરાખંડજો તમે ગરમીથી પરેશાન છો અને ક્યાંક ઠંડક વાળી અને કુદરતી વાતાવરણથી ભરપુર જગ્યાએ જવાનું પસંદ કરો છો તો આ શહેર તમારા માટે બેસ્ટ છે. અહિયાં કોઈપણ સમયમાં આવો તમને ત્યાનું તાપમાન એ ૧૫ થી ૨૫ ડીગ્રી જ જોવા મળશે.

મુનસિયારી, ઉત્તરાખંડઆ જગ્યા ધીરે ધીરે લોકોમાં ફેમસ થઇ રહી છે. જો તમે પણ આ જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો તો ઓછામાં ઓછા ૩થિ ૪ દિવસ તો રહેવું જ જોઈએ. અહિયાનું તાપમાન એ ૭ થી ૨૦ ડીગ્રી જ હોય છે.

ત્રિંઊંડ, હિમાચલ પ્રદેશજો તમે ધર્મશાળામાં જવાનું વિચારો છો તો અહિયાં તમારે જવું જ જોઈએ, અહિયાનું ઠંડુ વાતાવરણ તમને ગરમીમાંથી રાહત આપશે અહિયાં હંમેશા વાતાવરણ ૫ થી ૨૦ ડીગ્રીની વચ્ચે જ હોય છે.

ત્રિથાન વૈલી, હિમાચલ પ્રદેશજો એકવાર તમે આ જગ્યાની મુલાકાત લેશો તો વારંવાર તમે અહિયાં જતા પોતાની જાતને રોકી નહિ શકો. ઉનાળામાં જયારે આપણે અહિયાં તાપ સહન કરતા હોઈએ છીએ ત્યારે અહિયાં તાપમાન એ ૨૦ થી ૨૫ ડીગ્રી જ રહે છે.

પેલિંગ, સિક્કિમસિક્કિમનું આ પેલીંગ એ બહુ જ ફેમસ હિલ સ્ટેશન છે. દેશમાં જ્યાં અમુક જગ્યાએ બહુ ગરમીની અસર નથી તેમાંથી આ એક જગ્યા પણ છે. અહિયાં તાપમાન એ ૨૫ની આસપાસ જ રહે છે. આ જગ્યાએ પરિવાર સાથે ફરવા જવામાં બહુ મજા આવે છે અને ફેમીલી સાથે ફરવા જવા માટે આ એક યોગ્ય જગ્યા છે.

મોકોક્ચુંગ, નાગાલેંડનાગાલેંડનું આ ગામ તમને એક અનોખો અનુભવ કરાવશે. કોહિમાથી ફક્ત ૬ કલાક દુર આવેલ છે આ જગ્યા. અહિયાં તાપમાન હમેશા ૨૨ ડીગ્રીની આસપાસ જ હોય છે. અહિયાં એકવાર તમે જશો તો તમને ત્યાંથી પરત આવવનું મન જ નહિ થાય.

ચેરાપુંજીલગભગ બધા જ જાણતા હશે કે આપણા દેશમાં સૌથી વધુ વરસાદ આ જગ્યાએ પડે છે. અહિયાં પણ વાતાવરણ ૨૩ ડીગ્રીની પાસે જ હોય છે. અહીયાની લીલોતરી તમને ખુશ કરી દેશે. અહિયાં તમને પરમ શાંતિનો અનુભવ થશે.

હફલોંગ, આસામઆનો અર્થ એવો થાય છે કે કીડીઓનો પહાડ, આસામના અદ્ભુત વાતાવરણમાં આવેલ આ એક નાનકડું ગામ છે. આ ગામ પોતાના ખુશનુમા વાતાવરણના લીધે બહુ ફેમસ છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here