આ પથ્થર પર બેસવાથી સ્ત્રી થઇ જાય છે ગર્ભવતી, વૈજ્ઞાનિક પણ નથી સોલ્વ કરી શક્યા આ રહસ્ય, જાણો વિગતે…

0

જીવનમાં દરેક યુગલોને એક બાળકની ઈચ્છા તો હોય જ છે. પછી તેઓ અમીર હોય કે પછી ગરીબ, બાળકની ચાહતમાં લોકો દરેક પ્રકારના જતન કરતા રહેતા હોય છે. દેવી-દેવતાઓના સ્થાન પર માથા ટેકવાથી લઈને, માનતાઓનો સહારો પણ લેતા હોય છે. આજે અમે તમને ગર્ભધારણ સંબંધિત એક એવી જાણકારી વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને હર કોઈ હેરાન થઈ જાશે.

આ જાણકારીના આધારે હાલ પથ્થરોથી પણ ગર્ભધારણ કરી શકાય છે. હેરાન કરી દેનારી આ બાબત એકદમ સાચી જ છે. આ ઘટના ચીનની છે જ્યાં હવે પથ્થરોના માધ્યમથી પણ ગર્ભધારણ કરવાનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. અહી પર અમુક પ્રાચીન કાળના સમયના પથ્થરો છે અને એવો દાવો કરવામાં આવે છે કે આ પથ્થરોના સંસ્પર્શમાં આવતાની સાથે જ અક્ષમ મહિલાઓ પણ ગર્ભધારણ કરી શકે છે. ગર્ભધારણ કરવા માટે મહિલાઓને માત્ર આ પથ્થર પર માત્ર બેસવાનું જ હોય છે.

આશ્ચર્યજનક આ પથ્થર શેનડોંગ પ્રાંતમાં વૈયફેંગના ચેંગલ ગામમાં સ્થિત છે. આ મામલામાં જ્યારે ચેંગલ ગામના લોકો ને પૂછવામાં આવ્યું તો એક ગ્રામીણનું કહેંવું હતું કે અહી પર ત્રણ લૈંગિક આકારના પથ્થરો છે અને તેની આસપાસ અમુક નાના આકારના પથ્થર પણ રાખેલા છે, જેના વિશે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રાચીન સમય થી જ અહી જ છે અને જો કોઈ મહિલા ગર્ભધારણની સમસ્યાથી પરેશાન છે તો તેઓ આ લૈંગિક આકારના પથ્થર પર ચઢીને બેસી જાય તો તેઓ ગર્ભવતી બની શકે છે.

આ પથ્થર જંગલોમાં વિખેરાયેલા પડ્યા છે પણ અહીના લોકો પાસે એ વાતની કોઈ જાણકારી નથી કે આ પથ્થર અહી ક્યાંથી, ક્યારે અને કેવી રીતે આવ્યો. જો કે આ બાબતનો હજી કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી મળી શક્યો કે આ વાત સાચી છે કે નહિ, અને વાસ્તવમાં કોઈ મહિલા આ પથ્થર ને લીધે જ ગર્ભવતી બની છે કે નહિ. આ મામલામાં માત્ર ચીન જ નહિ પણ આની પહેલા કઈક આવા પ્રકારની ખબરો પેરુ માંથી પણ આવી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.