આ કિલ્લા પરથી આવે છે ચીખો, એક જ રાતમાં 7 છોકરીઓએ કરી આત્મહત્યા, આ કિલ્લામાં આજે પણ સંભળાય છે માસુમ છોકરીઓની દર્દનાક ચીખો,

0

આજના સમયમાં પણ ઘણી એવી શાપિત ડરામણી જગ્યાઓ છે જ્યાં લોકો પગ મુકવાથી પણ ડરે છે. ફિલ્મો, કહાનીઓમાં તો તમે ઘણીવાર એવા ભૂતિયા ડરામણા સ્થાનો જોયા જ હશે, પણ આજે અમે તમને જે શાપિત જગ્યા વિશે કહેવા જઈ રહ્યા છીએ તેની કહાની ખુબ જ દર્દનાક છે. આ એક એવો કિલ્લો છે જ્યાં 7 છોકરીઓની ચીખો આવે છે. આગળના 150 વર્ષથી અહીંના લોકો આ ચીખો સાંભળી રહ્યા છે. આ કિલ્લાના દરવાજા પર આ 7 છોકરીઓની પેન્ટિંગ બેનેલિ છે. તો જાણો આખરે શા માટે આ કિલ્લા પર ગુંજી રહી છે આ યુવતીઓની ચીખો.   

લલિતપુરના તાલબેહટનો કિલ્લો 1850 માં મર્દન સિંહે બનાવ્યો હતો. રાજા મર્દન સિંહને 1857 ની ક્રાંતિ માં રાની લક્ષ્મીબાઈનો સાથ આપ્યો હતો. તેને આજે પણ ક્રાન્તીવીરના રૂપમાં યાદ કરવામાં આવે છે. આ કિલ્લાને મર્દન સિંહે પોતાના પિતા પ્રહલાદ સિંહ માટે બનાવ્યો હતો.  

લોકોનું આવું છે કહેવું:
અહીના લોકોનું કહેવું છે કે આં કિલ્લા પર રાતતો ઠીક પણ દિવસમાં જવાથી પલ લોકો ગભરાઈ ઉઠે છે. તેઓનું કહેવું છે કે લગબગ 150 વર્ષ પહેલા એક એવી અનહોની ઘટના બની હતી જેના બાદ આ કિલ્લો એક ડરનું પ્રતિક બની ગયો. અહીની મહિલાઓ આ કિલ્લા પર બનેલી આ 7 છોકરીઓની પેન્ટિંગની પૂજા પણ કરે છે.  

શું છે કહાની:
કહાની અનુસાર અક્ષય તૃતીયાના આ ઇલાકામાં મહિલાઓ નેગ માંગવા માટે રાજા પ્રહલાદના દરવાજા પર જતી હતી. આ તહેવાર પર તે સમયે નેગ માંગવાનો રીવાજ ચાલતો હતો. આ જ રિવાજને પૂરું કરવા માટે તાલબહેટ રાજ્યની 7 છોકરીઓ રાજા મર્દન સિંહ ના આ કિલ્લા પર નેગ માંગવા માટે આવી પહોંચી હતી. તે સમયે રાજા મર્દન સિંહના પિતા પ્રહલાદ આ કિલ્લા પર એકલા જ હતા. આ છોકરીઓની સુંદરતા જોઇને તેની નિયત ખરાબ થઇ ગઈ અને તેણે આ છોકરીઓને બંદી બનાવી લીધી. અને તેની સાથે વાફરતી બલાત્કાર કર્યો હતો. બાદમાં દરેક છોકરીઓએ મહેલથી કુદીને પોતાનો જીવ ખોઈ નાખ્યો હતો.   

આ 7 છોકરીઓ સાથે થયેલી ઘટના બાદ ગામમાં જાણે હાહાકાર મચી હયો હતો, પોતાના પિતાની આ કરતુતનો પશ્ચાતાપ કરવા માટે રાજા મર્દન સિંહે આ છોકરીઓને શ્રધાંજલિ આપવા માટે કિલ્લાના મુખ્ય દ્વાર પર આ છોકરીઓનું ચિત્ર બનાવળાવ્યુ હતું. આ ચિત્ર આજે પણ અહી મોજુદ છે પણ તેના છતાં લલિતપુરમાં અક્ષય તૃતીયાના દિવસને અશુભ માનવામાં આવે છે.     

આ દિવસે અહીની મહિલાઓ મુખ્ય દ્વાર પર આ છોકરીઓની પૂજા-અર્ચના કરે છે, તેઓનું માનવું છે કે આવું કરવાથી તેઓની આત્માઓને શાંતિ મળશે. 

અહીના સ્થાનીય લોકોના આધારે આજે પણ અહી આ 7 છોકરીઓની આત્માઓની ચિંખો આ કિલ્લામાં સાંભળવા મળે છે. અ ઘટના અક્ષય તૃતીયાનાં દિવસે થઇ હતી માટે આજે પણ અહી આ દિવસે તહેવારની ઉજવણી કરવામાં આવતી નથી. અ શાપિત કિલ્લાને અહીના લોકો અશુભ માને છે.   

લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.