આ 5 રીતથી તમે તમારા બાઇક કે કારનું 40 % માઇલેજ વધારી શકો છો.

કાર નાની હોય કે મોટી, માઇલેજ બધા માટે મહત્વનું છે. જો બાઇક કંપનીના બતાવ્યા કરતાં ઓછું માઇલેજ આપે છે તો ચિંતા વધી જાય છે. પણ તમે બાઇક કે કારમાં કંઈક ખાસ કામ કરો તો માઇલેજ વધી શકે છે. મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમના પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ (પીસીઆરએ) ના અનુસાર 40% માઇલેજ વધારે લઈ શકાય છે. જણાવીએ છીએ આ સામાન્ય રીત…..

1. ટાયરના પ્રેશરનું ધ્યાન રાખો

પીસીઆરએ ની સ્ટડીમાં ટાયર પ્રેશરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ટડીમાં કહ્યું છે કે જો તમે નિર્ધારિત પ્રેશર કરતાં 25% ઓછું પ્રેશર રાખશો તો એન્જીન 5થી 10 ટકા વધારે પેટ્રોલનો ઉપયોગ કરશે.

2. એન્જીન ગરમ થવાનું ધ્યાન રાખો.

પીસીઆરએ અનુસાર સવાર સવારમાં કાર કે બાઇક સ્ટાર્ટ કરીને ઉભા ઉભા એક્સલેટર ન આપવું જોઈએ. થોડીવાર બાઇક કે કારને સ્ટાર્ટ કરીને એક્સલેટર આપ્યા વગર જ ચાલુ રાખો. ત્યારબાદ ટેમ્પરેચર ગેજ દેખાય એટલે કે ટેમ્પરેચર ગેજનો પારો ઊંચો ચડે ત્યારે સમજી લેવું કે બાઇક કે કાર 30 કે 40 ડીગ્રી ગરમ થઇ ગયું છે અને ત્યારબાદ જ કાર લઈને નીકળો.

3. એન્જીનને હેલ્થી રાખો, બચશે 6 ટકા પેટ્રોલ

પીસીઆરએ ની સ્ટડીમાં સામે આવ્યું છે કે જો તમે તમારા બાઇક કે કારના એન્જીનની સાર સાંભળ નિયમિત લેશો તો તમે 6% જેટલું પેટ્રોલ બચાવી શકશો.

સાચા ગિયરમાં વાહન ચલાવો, 20 ટકા પેટ્રોલ બચશે.

જો તમે સાચા ગિયરમાં બાઇક કે કાર નથી ચલાવતાં તો તમારું વાહન 20 ટકા જેટલું વધારે પેટ્રોલનો ઉપયોગ કરશે, એટલે હંમેશા પોતાનું વાહન સાચા ગિયરમાં ચલાવો અને 20 ટકા વધારે માઇલેજ મેળવો. કારને સ્ટાર્ટ કર્યા બાદ હંમેશ પહેલા ગિયરમાં લો.

40-55 કિમી.ની સ્પીડમાં મળશે 40 ટકા વધારે માઇલેજ

પીસીઆરએ ની સ્ટડીમાં સામે આવ્યું છે કે જ્યારે તમે કાર 60 કિમી. પ્રતિ કલાકની ઝડપ કરતાં વધારે ચલાવો છો ત્યારે પેટ્રોલની બરબાદી થાય છે. જો તમે 40થી 55 કિમી.ની ઝડપે કાર ચલાવો છો તો 80ની ઝડપ કરતાં તમને 40 ટકા માઇલેજ વધારે મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!