આ 5 દેશોમાં રહેવા પર તમારે પૈસા આપવા નહિ પડે, પણ તમને સામેથી યુરો-ડોલર મળશે…

0

ઘણા એવા લોકોને નવી-નવી જગ્યાઓની શોધ કરવી અને આ જગ્યાઓ પર ફરવાનો શોખ હોય છે, પણ પૈસાની કમીને લીધે તેઓ પોતાના આ શોખને પૂરું નથી કરી શકતા. જો કે, અમુક એવા દેશો પણ છે જ્યાં વસનારાઓને પૈસા આપીને મદદ કરે છે. અમુક નવા લોકોને પોતાને ત્યાં બોલાવા માટે તેઓ ઘણી એવી સુવિધાઓ આપે છે જેમ કે બીલ અને ટૈક્સ ઓછુ કરી આપવું, જ્યારે અમુક દેશ સ્ટાર્ટઅપ કરનારાઓને આર્થિક મદદ પણ કરે છે. જો તમે પણ કોઈ અન્ય દેશોમાં વસવાટ કરવા માટે નું વિચારી રહ્યા છો કે પછી ત્યાં શિફ્ટ થઈને સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો, તેના માટે આ 5 દેશ તમારા માટે ખુબ જ સારી અને યોગ્ય જગ્યા છે.

1. આયરલૈંડ:આયરલૈંડ પૂરી દુનિયાના ઉદ્યમીઓને આકર્ષિત કરવા માંગે છે. જો તમને એવું લાગે છે કે તમે જે સ્ટાર્ટઅપ કર્યું છે તેના ગ્રોથની ખુબજ સંભાવના છે, તો આ દેશમાં ફંડિંગ માટે એપ્લાઇ કરી શકો છો. જ્યારે તમારી અરજી સ્વીકાર કરી લેવામાં આવશે ત્યારે તમને ફંડના રૂપમાં હજારો યુરો-ડોલર મળશે, સાથે જ આયરલૈંડમાં રહેવા અને કામ કરવાનો પણ અવસર મળી શકશે. આયરલૈંડ પોતાના ઉચ્ચ જીવન સ્તર અને નવા બીઝનેસ માટે ઓછા ટૈક્સ માટે જાણવામાં આવે છે.

2. ચિલી:જો તમે તમારું સ્ટાર્ટઅપ બિજનેસ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ચીલી બેસ્ટ જગ્યા તેના માટે જ છે. ત્યાની સરકાર તમને બિજનેસ શરુ કરવા માટે 50, 000 ડોલર આપશે. સાથે જ આ દૌરાન 6 મહિના સુધી તમારે ત્યાં રહેવું પડશે અને ફંડિંગ નાં સિવાય ચિલીમાં તમને એક વર્ષના વર્કિંગ વીજા પણ મળશે સાથે જ બિજનેસ કોન્ટેક્ટસની એક લીસ્ટ પણ આપવામાં આવશે જે તમારા બિજનેસને આગળ વધારવા માટે ખુબ જ જરૂરી નીવડશે. અહી બિજનેસ શરુ કરવાનો એક અન્ય ફાયદો છે કે અહી ભાષાની સમસ્યા નથી રહેતી, કેમ કે અહી અંગ્રેજીની પ્રાથમિકતા છે.

3. કેનેડા:   જો તમે ગ્રેજ્યુએટ છો અને તમારી પાસે નોકરી નથી, તો કેનેડા ચાલ્યા જાઓ. અહી તમને 20,000 કેનેડાઈ ડોલર ટ્યુશન પ્રતિપૂર્તિ(રીએમ્બર્સમેંટ) ના રુપમાં મળશે. પણ તેના માટે તમારે 2010 માં કે તેના બાદ કોલેજ ગ્રેજ્યુએટ થવું જરૂરી છે. આ પ્રતીપૂર્તિ નોન રીફંડેબલ ટૈક્સ ક્રેડીટના રૂપમાં આપવામાં આવે છે અને તેનું ભુગતાન 10 વર્ષો સુધી ટુકડાઓમાં કરવામાં આવે છે.

4. થાઈલૈંડ, કોરિયા અને વિયેતનામ:    આ ત્રણે દેશ એક જેવી જ સુવિધાઓ પ્રદાન કરે છે. આ ત્રણે દેશ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ ના એવા લોકોની તલાશમાં રહે છે જે ઇંગ્લીશ અને અન્ય વિષય ભણાવી શકે. કોરિયામાં તેના માટે સારા એવા પૈસા મળે છે. ઘણા એવા કાર્યક્રમ પણ છે જેના ચાલતા તમારા દેશથી અહી આવવા-જવાનો ખર્ચ પણ અહી લોકો ઉઠાવે છે. થાઈલૈંડ અને વિયતનામ હાલ વિકાસશીલ દેશ છે માટે અહી કોરિયા નાં મુકાબલે પૈસા ઓછા મળે છે.

5. ન્યુજીલૈંડ:   ન્યુજીલૈંડમાં લોકોને આકર્ષિત કરવા માટે તેઓને ઘર આપવામાં આવે છે. કાયતગટા શહેરમાં લગભગ 4 એકડ માં બનેલું ઘર જેની કિંમત 230, 000 ન્યુજીલૈંડ ડોલર છે, લોકોને આપવામાં આવે છે. લોકોને બજારની કિંમત કરતા અળધી કિંમત પર ઘર આપવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ છે તે ક્ષેત્ર માં લોકોની કમી. અહી નોકરીઓ તો છે, પણ કામ કરવા માટે લોકો નથી.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!