6 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, તુલા રાશિના જાતકો ખાસ વાંચો….

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે ખાવા પીવામાં થોડી તકેદારી રાખવી બહારનું ખુલ્લું ખાવાનું ઉપયોગમાં લેવું નહિ. જીવનસાથી સાથે આજે સારો તાલમેલ જાળવી શકશો. આજે ધાર્મિક યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. ઓફિસમાં તમારા કામની વાહ વાહ થશે. તમારા મિત્રોનો આજે સારો સપોર્ટ રહેશે. જીવનમાં આગળ વધવા માંગો છો તો તમારાથી નીચેના વર્ગના લોકોને ધિક્કારસો નહિ. તમારે આજથી તમારો શંકાશીલ સ્વભાવ છોડવાનો છે.વડીલો સાથે આજે કોઈ વાતે ગેરસમજ થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): કુદરતનું સાંનિધ્ય તમને આનંદ આપશે. જો તમે ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાવ છો તો આજે તમને રાહત રહેશે. તમારા જીવનસાથી સાથે તમે એકલતાભર્યું અને આનંદથી સમય વિતાવી શકશો. ઘર અને પરિવારમાં દરેક સાથે મળીને લાંબી મુસાફરી કરી શકશો. આજે રોકાણ કરવા માટેનો સારો સમય છે. લાંબા ગાળા માટે પૈસા રોકવા હોય તો સારો નફો થશે પણ અનુભવી અને વડીલોનો સલાહ લેજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે તામારે તમારા ગુસ્સા પર કાબુ રાખવાનો છે. જે પણ મિત્રો તમારી સાથે લાંબા સમયથી કોન્ટેક્ટમાં નથી તેમનો સંપર્ક કરો અને તેમની સાથે વિતાવેલા જુના દિવસો યાદ કરો. આજનો દિવસ તમારા માટે ભારે છે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ સાથે વાદ વિવાદમાં ઉતરશો નહિ. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ,હ (Cancer):વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):તબિયતની કાળજી રાખો છો એ સારી વાત છે પણ સતત તેની ચિંતા કરવી નહિ. તમારા કોઈ જુના મિત્રોને કોન્ટેક્ટ કરો અને તેમની સાથે વાત કરીને હળવા થઇ જાવ. જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): જેટલું તમે પૈસા પાછળ દોડશો એ તમારાથી દૂર જશે તેની પાછળ ભાગશો નહિ. પૈસા કમાવવા માટે મહેનત કરો. તમારી ઈમાનદારી તમને સાચી સફળતાનો સ્વાદ ચખાડશે. આજે કામ કરવાની જગ્યાએ લોકો તમને હાનિ પહોચાડી શકે છે. રસ્તો ઓળંગતા તકેદારી રાખવી અકસ્માતના યોગ બની રહ્યા છે. આજે વાણી અને વર્તન પર થોડો કાબુ રાખવો. કામનું ટેન્શન કામના સ્થળ પર મુકીને ઘરે આવો. પરિવારના સભ્યો પર નાહકનો ગુસ્સો ના થઇ જતા. આવતીકાલ માટે આજથી જ તૈયારી કરો. માનસિક રીતે કોઈપણ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):ઓફિસમાંથી આજે તમને નવું કામ સોપવામાં આવશે. જો તમે ઈચ્છો છો કે તમને પ્રમોશન મળે અને પગાર વધારો થાય તો આજે તમને જે પણ કામ બતાવવામાં આવે એ પૂર્ણ ઈમાનદારીથી કરો. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. જો તેઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો આજે તેમને સાચો રસ્તો મળશે. જે મિત્રો વિદેશમાં ભણવા જવા માટે પ્લાન કરી રહ્યા છે તેમના માટે પણ આજે સારો દિવસ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

8. વૃષિક – ન,ય(Scorpio):હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ઓફિસમાં તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. તમારા અટકી રહેલા કાર્ય પુરા થઇ શકશે. તમારા સાથી કર્મચારી તમારાથી ઈર્ષા કરશે. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખુશ રહેશે. વધુ ને વધુ લોકો સાથે મુલાકાત કરો તમારો આવનારો સમય હવે તમારા હાથમાં જ છે. કોઈપણ રોકાણ કરવા માટેનો નિર્ણય કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની સલાહ લેવાનું રાખો. જીવનસાથીની તબિયત તમને વિચલિત કરશે. રોકાણ કરવા માટે સારો સમય.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારે તમારી વાણી અને વર્તનમાં સાવધાન રહેવાની જરૂરત છે. ક્યાંક તમારી નાની વાતનું મોટું સ્વરૂપ ના બની જાય. તમારા અગત્યના પ્રોજેક્ટમાં થોડી તકલીફ આવશે. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces): મીન – દ, ચ, જ, થ
લાંબા સમયથી ચાલી રહેલી પૈસાની તંગીમાં આજે સુધાર આવશે. પૈસા આવવાના કારણે તમે તમારું મનગમતું કામ કરી શકશો. બની શકે તો આજે જુના મિત્રોને કોન્ટેક્ટ કરો. તમારા પરિવાર સાથે વિતાવેલો આજનો સમય તમને જીવનભર યાદ રહેશે. તમારા કામના સ્થળે અમુક લોકો તમને તમારા કામ તરફથી ધ્યાન હટાવી લેવાનું ટ્રાય કરશે. આજે થોડું નુકશાન પણ જઈ શકે છે. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. તમારા જન્મદિવસનો આજનો દિવસ તમારા માટે યાદગાર બની રહેશે. પરિવાર અને જીવનસાથી તરફથી તમને સ્પેસીઅલ ફિલ કરાવશે. આજના દિવસથી તમારે અમુક નિર્ણય લેવા હોય તમારા જીવન માટે તો લઇ શકો છો.

૨.આ વર્ષે તમારે જુના મિત્રો સાથે સંપર્ક કરીને દરેક ભૂલની માફી માંગવાની છે નહિ તો માફ કરવાના છે. કોઈપણ મિત્રો કે પ્રિયજનની કોઈ વાત મન પર લેતા નહિ. સંબંધો જીવનભર સાથે રહેશે.

૩. આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

૪. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૫. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૬. ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

૭. જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

જીવનમાં જેટલા ઓપશન વધારે હશે એટલી જ મૂંઝવણ વધારે થશે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here