28,ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, વૃષભ રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):
જેટલું તમે પૈસા પાછળ દોડશો એ તમારાથી દૂર જશે તેની પાછળ ભાગશો નહિ. પૈસા કમાવવા માટે મહેનત કરો. તમારી ઈમાનદારી તમને સાચી સફળતાનો સ્વાદ ચખાડશે. આજે કામ કરવાની જગ્યાએ લોકો તમને હાનિ પહોચાડી શકે છે. રસ્તો ઓળંગતા તકેદારી રાખવી અકસ્માતના યોગ બની રહ્યા છે. આજે વાણી અને વર્તન પર થોડો કાબુ રાખવો. કામનું ટેન્શન કામના સ્થળ પર મુકીને ઘરે આવો. પરિવારના સભ્યો પર નાહકનો ગુસ્સો ના થઇ જતા. આવતીકાલ માટે આજથી જ તૈયારી કરો. માનસિક રીતે કોઈપણ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

7. તુલા – ર,ત (Libra):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : ગ્રે

8. વૃષિક – ન,ય(Scorpio):
જે મિત્રો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેઓ એ આજથી જ કસરત કે યોગની શરૂઆત કરવાની જરૂરત છે જે તમને વધુને વધુ સ્વસ્થ બનાવશે. ઓફિસમાં થોડું કામ વધારે આવી જશે જેના કારણે ઘરે જવામાં મોડું થશે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કામ ઘરે લઈને ના જાવ કારણકે પરિવારને સમય આપવો પણ જરૂરી બને છે. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : વાદળી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn): .
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારે અનેક મુસીબતનો સામનો કરવો પડશે પણ તમારું મજબુત મનોબળ તમને એ દરેક મુસીબતમાંથી બહાર લાવશે તમારે આજે કોઈપણ લલચાવનારી સ્કીમ કે રોકાણ કરવાવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકવાના નથી કોઈ પણ પ્રકારની ચકાસણી વગર જો તમે પૈસાનું રોકાણ કરશો તો તમારા એ પૈસા ડૂબવાની સંભાવના છે. આજે સાંજે તમારા જીવનસાથી તરફથી તમને એક ખુબ સુંદર ભેટ મળી શકે છે. આજે સાંજ પરિવાર સાથે હળવા મૂડમાં વિતાવો.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે કામના સ્થળે ગમે એવી મુશ્કેલી આવે તમારી સામે તો તેનાથી ડરીને પીછેહટ કરતા નહિ. તમારા મિત્રશત્રુ તમારા નિર્બળ થવાની રાહ જોઇને જ બેઠા છે. પરિવાર અને તમારા ઉપરી અધિકારીના કારણે તમે સારી રીતે દરેક મુસીબતનો સામનો કરી શકશો. શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે.
શુભ અંક : ૩
શુભ રંગ : કેસરી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

૨. આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.

૩. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૪. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૫. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : જો તમે સલામત હશો તો તમારા દરેક સપના તમે પુરા કરી શકશો, તો પહેલા સલામતી એ જ સમજદારી.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here