28, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે કઈ રાશિને મળશે માનસિક શાંતિ ને કોને થશે આર્થિક પ્રગતિ … !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
જેટલું તમે પૈસા પાછળ દોડશો એ તમારાથી દૂર જશે તેની પાછળ ભાગશો નહિ. પૈસા કમાવવા માટે મહેનત કરો. તમારી ઈમાનદારી તમને સાચી સફળતાનો સ્વાદ ચખાડશે. આજે કામ કરવાની જગ્યાએ લોકો તમને હાનિ પહોચાડી શકે છે. રસ્તો ઓળંગતા તકેદારી રાખવી અકસ્માતના યોગ બની રહ્યા છે. આજે વાણી અને વર્તન પર થોડો કાબુ રાખવો. કામનું ટેન્શન કામના સ્થળ પર મુકીને ઘરે આવો. પરિવારના સભ્યો પર નાહકનો ગુસ્સો ના થઇ જતા. આવતીકાલ માટે આજથી જ તૈયારી કરો. માનસિક રીતે કોઈપણ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આર્થિક પરિસ્થિતિ પહેલાથી મજબુત થશે. પૈસાની તંગી હવે દૂર થવાના યોગ છે. પારિવારિક જીવન શાંતિથી પસાર થશે. આજે સ્થાયી મિલકત જમીન કે પછી નવું મકાન લેવાના યોગ છે. આજે નોકરી કરતા મિત્રોને નોકરી બદલવાનો સારો મૌકો મળશે. આજે બીજાની જવાબદારી તમારે નિભાવવાની રહેશે. દાંપત્યજીવનમાં આજે પતિ પત્નીના સંબંધો સુધરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સારો દિવસ છે કામ કરવામાં તમને આળસ જેવું અનુભવ થશે પણ તમારું બધું કામ આજે પૂર્ણ કરી શકશો. વેપારીઓને આજે સફળતા અને સાથે સાથે ધનલાભ થવાની સંભાવના છે. વિદેશમાં નોકરી કરતા મિત્રોને માટે સારા સમાચાર આવશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન અને વેપારી મિત્રોને વેપાર વૃદ્ધિ મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારા જીવનસાથી અને તમારા માટે બહુ સુંદર દિવસ છે તમે ઈચ્છો એ આજે પૂર્ણ કરી શકશો. આજે તમારો પરિવાર પણ તમારાથી અને તમે કરેલા કામથી ખુશ રહેશે. આજે કોઈપણ મુશ્કેલી આવે તમારે તેને તમારા મન પર હાવી થવા દેવાની નથી સવારથી તમે જેમ ખુશ છો એવો જ સ્વભાવ બનાવી રાખજો. તમારો વધુ પડતું ઉદાર વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકશે. રસ્તો ઓળંગતા સમયે ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
અચાનક ધનલાભના યોગ છે, પગાર સિવાય એક્સ્ટ્રા ઇન્કમ કમાવવા માટેનો મૌકો મળશે. ઘર સજાવટ અને સંબંધીઓ પાછળ ખર્ચ થશે. પ્રેમીઓ માટે આજે બહુ સાચવવાનો દિવસ છે. કોઈપણ અગત્યનો નિર્ણય લેતા પહેલા સમજી વિચારી લેવું. આજે સંબંધો તૂટી પણ શકે છે. વિદ્યાર્થીઓને ભણવામાં અને સ્વાસ્થ્યમાં તકલીફ થશે. આજે કામ કરવામાં મન લાગશે નહિ. પૈસા કમાવવા માટે તમે સતત મહેનત કરી શકશો. તમને સફળતા જરૂર મળશે. માતા પિતાની સલાહ જરૂર લેજો. ઘરમાં પરિવર્તન આવશે જે તમને ખુશ કરશે અને સંબધો મજબુત બનાવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):
જેટલું તમે પૈસા પાછળ દોડશો એ તમારાથી દૂર જશે તેની પાછળ ભાગશો નહિ. પૈસા કમાવવા માટે મહેનત કરો. તમારી ઈમાનદારી તમને સાચી સફળતાનો સ્વાદ ચખાડશે. આજે કામ કરવાની જગ્યાએ લોકો તમને હાનિ પહોચાડી શકે છે. રસ્તો ઓળંગતા તકેદારી રાખવી અકસ્માતના યોગ બની રહ્યા છે. આજે વાણી અને વર્તન પર થોડો કાબુ રાખવો. કામનું ટેન્શન કામના સ્થળ પર મુકીને ઘરે આવો. પરિવારના સભ્યો પર નાહકનો ગુસ્સો ના થઇ જતા. આવતીકાલ માટે આજથી જ તૈયારી કરો. માનસિક રીતે કોઈપણ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આવક વધારવા માટે સારા અવસર આજે મળશે, પણ તમને જોઈએ એવી સફળતા તમને મળશે નહિ, નિરાશ થયા વગર તમારું કામ ઈમાનદારી અને વધુ ઉત્સાહથી કરો. સફળતા જરૂર મળશે. પાસપોર્ટ, વિઝા, વગેરે જેવું કામ કરવામાં થોડી પરેશાની આવશે. કોઈને પણ ગુપ્તદાન કે ખાનગીમાં પૈસા આપતા પહેલા સાચવજો, નુકશાન થવાના યોગ છે. અનુભવી મિત્ર અને નિષ્ણાત વ્યક્તિની મદદ લો અને પછી જ કોઈ સ્કીમમાં પૈસા ઇન્વેસ્ટ કરો. એકંદરે આજે સ્વાસ્થ્ય સારું હશે પણ અમુક નાની નાની તકલીફ તમને હેરાન કરશે. જે પણ મિત્રોના લગ્ન સાથે બહાર પણ અફેર છે તેમની માટે આજે મુશ્કેલી ઉભી થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય(Scorpio):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ધનલાભ મળશે, માનસિક ઉર્જાનું લેવલ ઊંચું હશે. આજે પારિવારિક જીવન સારું હશે તમને તમારા મિત્રો અને પરિવાર તરફથી સપોર્ટ મળશે. આજે પ્રેમીઓ વચ્ચે વાદ વિવાદ થઇ શકે છે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહશે, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનશે, અનેક જૂની બીમારીઓ આજે દૂર થશે. નવા વેપાર શરુ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે. તમારા ભવિષ્ય સાથે જોડાયેલ અમુક નિર્ણય કે મહત્વના પ્લાન આજે કોઈની સાથે ચર્ચા કરશો નહિ. તમારી મહેનતનું ફળ તમને જ મળવું જોઈએ.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn): .
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આર્થિક સ્થિતિ મજબુત થશે. નોકરી અને વેપારી મિત્રોને ફાયદો થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન અને પગાર વધારો મળશે. દાંપત્યજીવન સુંદર રહેશે. સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. આજે તમને કોઈ ચિંતા થશે અને મન બેચેન જણાશે. નોકરી બદલવા માંગતા મિત્રોને સારી તક મળશે અને નોકરી શોધતા મિત્રોને પણ સારી નોકરી મળશે. લગ્ન કરવા માંગતા મિત્રોને સારા ઘરના માંગા આવશે. આજે માતા પિતાની મરજી જાણીને જ અગત્યના નિર્ણય કરો. વેપારી મિત્રોને વધારે લાભ દેખાય એવી સ્કીમમાં પૈસા રોકવાના યોગ છે પણ સંપૂર્ણ તપાસ પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. આર્થિક પરીસ્થિતિને કારણે પરિવારમાં તણાવ જેવી પરીસ્થિતિ ઉભી થશે. જે મિત્રોને ડાયાબિટીસ, અને લોહી સંબંધિત તકલીફ હોય તેમણે તકેદારી રાખવાની છે. નિયમિત ડોક્ટરની મુલાકાત જરૂરી છે. તમારા જીવનસાથી આજે તમારી ભાવનાઓ સમજશે. તમારા જીવનસાથી તરફથી તમને સહકાર મળશે. આજે વિદ્યાર્થી મિત્રોનો સમય ફાલતું કામમાં પસાર થશે. વેપારી મિત્રોએ કોઈપણ જોખમ લેતા પહેલા વિચારવાનું છે. ભાગીદારીની ઓફર મળી શકે છે પણ આજે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here