20 ઓગસ્ટ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

મેષ – અ, લ, ઈ : પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

વૃષભ – બ, વ, ઉ
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

મિથુન – ક,છ,ઘ
મિત્રો અને પરિવારના સહયોગથી આજે તમને નિયમિત કરતા વધુ પૈસા કમાવવાની તક મળશે. થોડી વધુ મહેનત કરવાથી આજે તમારો દિવસ વ્યસ્ત રહેશે. જીવનસાથીને તમારે મદદરૂપ થવાનું છે જેનાથી તમારા જીવનસાથી તરફથી તમને પ્રેમ અને સ્નેહ મળશે. ભાગીદારી કરવા માટે આજે સારો દિવસ છે. સવારમાં આવેલા કોઈ બિઝનેસ પ્લાનને અમલમાં મુકવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ યોગ્ય છે. જેનો ફાયદો તમને ભવિષ્યમાં મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

કર્ક – ડ, હ
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

સિંહ – મ, ટ
આજે તમારી પાસે ભવિષ્યમાં ઘણો લાભ થશે એવા રોકાણ અને પ્રોજેક્ટ માટેના પ્રસ્તાવ આવશે વિચાર્યા વગર અને ભવિષ્યનો ફાયદો જોયા વગર કોઈપણ નિર્ણય લેશો નહિ ભવિષ્યમાં નુકશાન થવાના યોગ છે. તમારે જો આજે લાંબી મુસાફરી કરવી પડે એમ હોય તો પહેલા તમારા સ્વાસ્થ્ય સામે જુઓ અને પછી જ કોઈ નિર્ણય કરો. આજે તમારા પરિવારના સભ્યોનું વિશેષ ધ્યાન રાખો. તમારા જીવનસાથીને કોઈ નાનકડી ગીફ્ટ આપીને ખુશ કરી ડો જેના કારણે તમને તેમનો પણ સપોર્ટ મળે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

કન્યા – પ, ઠ, ણ
આજે જીવનસાથી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેના કારણે તમારો આજનો દિવસ ખુશનુમા વ્યતીત થશે. કોઈ ઉપરી અધિકારી કે પછી સહકર્મચારી સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તન પ્રત્યે સભાન રહો, તમારા બોલવાથી કોઈને દુઃખ પહોચી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સજાગ રહો. આજે પરિવાર સાથે અને ઘરના નાના બાળકો સાથે સમય પસાર કરો માતા અને પિતાના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખો. આજનો દિવસ રોજ કરતા થોડો વધારે થકવી દેનારો હશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

તુલા – ર, ત
પરિવાર સાથે સમય વિતાવવા માટે આજે સારો સમય છે. જો કોઈ જુનો કેસ કે કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો આજે અંત આવી શકે છે. નાણાકીય વ્યવહારને લઈને કોઈ બીજા અર આજે બહુ ભરોસો કરશો નહિ આજે બને ત્યાં સુધી કોઈ બીજાને ઉધાર પૈસા આપતા પહેલા પણ વિચાર કરજો નહિ તો તમારા પૈસા ડૂબવાના યોગ છે. બજેટને ધ્યાનમાં રાખીને જીવતા લોકો માટે આજનો દિવસ નિરાશા ભરેલો હશે તમે ઈચ્છો એ રીતે ખર્ચ નહિ કરી શકો. આજે તમારા સંતાનો પણ તમારાથી નારાજ થઇ શકે છે તો એમને તમારી પરિસ્થિતિ સમજાવો. દિવસનો અંત પરિવાર સાથે પ્રેમથી પસાર થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

વૃષિક – ન, ય:
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

ધન – ભ, ધ, ફ, ઢ
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : સોનેરી

મકર – જ, ખ
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

કુંભ – ગ, શ, સ
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

મીન – દ, ચ, જ, થ
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે. ૧. વર્ષના શરૂઆતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો બની શકે તો પરિવારની સાથે મહાદેવજીના મંદિરની મુલાકાત લેવાનું રાખો મહાદેવજીની કૃપા તમારી પર વરસસે. મંદિરે જતા રસ્તામાં કોઈ ભૂખ્યો માણસ મળે તો તેને ભોજન કરાવો, ગરીબ લોકોને બને ત્યાં સુધી કામની અને જરૂરિયાતની મદદ કરવી પૈસાની મદદ તેમની આદત બગાડી શકે છે. ૨. જીવનમાં ચઢાવ ઉતાર દરેક વ્યક્તિને આવતી જ હોય છે તો આ વર્ષે કોઈપણ મુશ્કેલી આવે તો તેનો સામનો હકારાત્મક વલણથી કરો તેમાંથી સરળતાથી બહાર આવવા માટે કોઈ જાણકાર અને ઉપરી અધિકારીની મદદ લો.

૩. વાણી વર્તનમાં હંમેશા ધ્યાન રાખો નહીતો તમારા પ્રિય પરિવારજનો તમારાથી દૂર થઇ શકે છે બાળકોને બને ત્યાં સુધી બહુ એકલા મુકશો નહિ. આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો. ૪. પૈસા કમાવા માટે આ વર્ષ સારું સાબિત થશે લાંબી મુસાફરી તમને સારો ફાયદો અપાવશે. હા મુસાફરી દરમિયાન તમને થોડો થાક મહેસુસ થશે તો નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આ વર્ષે નવું સાધન લેવાના યોગ છે તો મહેનત કરો અને આગળ વધો.
૫. હવે પૈસા આવવાના છે વધારે તો ખર્ચ પણ વધારે થશે બરોબર ને? હા તો આજે વર્ષો જૂની તમારી ક્યાંક ફરવા જવાની એક ઈચ્છા જે બાકી છે એ પૂર્ણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. જો ક્યાંક રોકાણ કરવા માટે કે પછી કોઈ ઘર કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીની પણ મંજૂરી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. એવું કરવાથી પરિવારજનો તો ખુશ થશે જ સાથે સાથે તમારો આર્થીક ફાયદો પણ થશે.

૬. આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે. ૭. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.
લેખન :
જ્યોતિષ આચાર્ય આનંદ.

આજનો વિચાર :
મુસીબતોનો સામનો હસતા હસતા કરે એ જ હંમેશા આગળ વધી શકે છે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!