14 મહિનાનું બાળક રમતા રમતા ચોથા માળે બારીમાંથી નીચે પડ્યું અને થયો ચમત્કાર…

0

14 મહિનાના બાળક પર એવો ચમત્કાર થયો કે જેને સાંભળીને દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. ગુરુવાર ના રોજ 14 મહિનાનો અથર્વ ચોથા માળ પરથી નીચે પડી ગયો હતો પણ તેને ભગવાન નો ચમત્કાર જ કહી શકાય છે કે એક ઝાડ ને લીધે તેનો જીવ બચી ગયો. જો કે અથર્વ ને ગંભીર ઇજા થઇ હતી. તેના હોંઠ, પગ અને લીવર માં ગંભીર ઈજાઓ થઇ હતી. બાળક ને તરત જ હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ માં અથર્વ ને આઇસીયુ માં રાખવામાં આવ્યો હતો. જો કે હાલ તેના સ્વાથ્ય માં સુધારો આવી રહ્યો છે.અથર્વ ના માતા-પિતા ના આધારે, ઘરની બારી ખુલ્લી રહી ગઈ હતી. રમતા રમતા તે બારી તરફ ચાલ્યો ગયો અને નીચે પડી ગયો. બારી ની પાસે ખુબ જ મોટું ઝાડ હતું જેને લીધે અથર્વ નીચે ના પડ્યો અને ઝાડ માં જ અટવાઈ ગયો. અથર્વ ની દાદી એ સૌથી પહેલા તેને જોયો અને જોતા જ બૂમો પાડવા લાગી. અથર્વ ના માતા-પિતા પણ બૂમો સાંભળીને બિલ્ડીંગ થી નીચે દોડી આવ્યા, તેઓએ સૌથી પહેલા અથર્વ ને ઝાડ પરથી નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઈને ગયા. જો અથર્વ સીધો જ જમીન પર પડી જાતો તો ખુબ મોટો અકસ્માત થઇ શકે તેમ હતો.
અથર્વ ના પિતા અજિત બરકડે મુંબઈ ના ગોવંડી માં ગોપી કૃષ્ણ બિલ્ડીંગ માં પોતાના પરિવાર ની સાથે રહે છે. અજિત એક બિઝનેસમૈન છે અને તેઓ આગળના જ વર્ષે અહીં રહેવા માટે આવ્યા હતા. આ ઘટના પછી તેઓએ બારીઓ પર ગ્રીલ પણ લગાડી દીધી છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here