14 બૉલીવુડ અભિનેત્રીઓ, જે બની ગઈ છે ગુમનામ…એક સમયે હતો રૂપ નો ભપકો

0

આજે અમે તમને એવી બૉલીવુડ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના એક જમાનામાં ખુબ વખાણ કરવામાં આવતા હતા. એક સમયમાં તેની સુંદરતા અને તેઓના અભિનય ની ખુબ ચર્ચાઓ થતી હતી. પણ સમય ની સાથે સાથે આ અભિનેત્રીઓ પણ ગાયબ થવા લાગી અને હાલ તેઓ બૉલીવુડ થી દૂર ગુમનામ નું જીવન જીવી રહી છે.

1. મહિમા ચૌધરી:ફિલ્મ ‘પરદેશ’ માં મહિમા ને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ એક ફિલ્મ થી તે સફળતાના ટોંચ પર પહોંચી ગઈ હતી. જો કે તેના પછી તેની બાકીની ફિલ્મો કઈ ખાસ ચાલી શકી ન હતી, અને ધીમે ધીમે તેનું કેરિયર ખતમ થવા લાગ્યું.

2. મધુ:‘ફૂલ ઔર કાંટે’ માં દમદાર ભૂમિકા નિભાવનારી મધુ ને ‘રોજા’ માં ખુબ પસંદ કરવામાં આવી. એક સમયે બૉલીવુડ માં તેના નામની ખુબ ચર્ચા થતી હતી. તેના પછી તે ધીમે ધીમે નાના-મોટા કિરદારો સુધી જ સીમિત રહી ગઈ.

3. ગાયત્રી ઑબેરૉય:ફિલ્મ ‘સ્વદેશ’ માં શાહરુખ ખાન ની ઓપ્પોઝીટ માં ભૂમિકા નિભાવનારી ગાયત્રી નું ગીત ‘સાંવરિયા સાંવરિયા’ તો તમને યાદ જ હશે. આ ફિલ્મ થી તેના કરિયર ને ખુબ જ ઊંચાઈ મળી હતી. પણ તેના પછી ગાયત્રી એ લગ્ન કરી લીધા અને બોલીવુંડ થી દુરી બનાવી લીધી.

4.ભાગ્યશ્રી:સુપર હિટ મુવી ‘મૈને પ્યાર કિયા’ થી ભાગ્ય શ્રી એ કેરિયર ની શરૂઆત કરી હતી. ત્યારે તે સૌથી ચર્ચિત અભિનેત્રી બની ચુકી હતી. હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા પછી તેમણે બૉલીવુડ થી દુરી બનાવી  લીધી, પણ તેને અમુક પાર્ટીઓમાં જરૂર જોવામાં આવે છે.

5. નમ્રતા શિરોડકર:નમ્રતા એ ‘વાસ્તવ’ અને ‘બ્રાઈડ એન્ડ પ્રેજુડાઇસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પણ તેનું કેરિયર જાણે કે લગ્ન પછી થમ્ભી ગયું હતું.

6. મોનિકા બેદી:‘જાનમ સમજા કરો’, ‘જોડી નંબર-1’, ‘પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત’ જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી તે એક ગેંગસ્ટર ના પ્રેમમાં પડી ગઈ. ત્યારે તેનું કેરિયર ઊંચાઈ પર હતું. ગેંગસ્ટર અબુ સલેમ ની સાથે તે દેશ છોડીને ચાલી ગઈ અને પછી તેને સ્પેન થી પકડી લેવામાં આવી.

7. મંદાકિની:મંદાકિની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ દ્વારા રાતો રાત ફેમસ બની ગઈ હતી. તેના પછી તેનું નામ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ ની સાથ જોડાઈ ગયું અને લાઈમલાઈટ થી તેનો સંબંધ જ તૂટી ગયો. પછી મંદાકિની અન્ય સાથે લગ્ન કરીને સેટલ થઇ ગયી હતી.

8. આયેશા જુલ્કા:એક સમયે આયેશા જુલ્કા આમિર ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારની સાથે પણ કામ કરી ચુકી છે. તેના પછી તે વધુ સમય સિનેમા ને પકડી રાખી શકી ન હતી. 2006 માં તેને છેલ્લી વાર એક ફિલ્મમાં જોવામાં આવી હતી.

9. ભૂમિકા ચાવલા:ભૂમિકા ચાવલા એ બૉલીવુડ માં સલમાન ખાન સાથે ની ફિલ્મ ‘તેરે નામ’ થી ડેબ્યુ કર્યું હતું. તેના પછી તેમણે અભિષેક બચ્ચન ની સાથે ‘રન’ ફિલ્મ કરી અને એક અન્ય સલમાન ખાન ની સાથે. પણ યોગ ગુરુ ભરત ઠાકુર સાથે લગ્ન કર્યા પછી તે સ્ક્રીન થી દૂર ચાલી ગઈ હતી.

10. નીલમ:નીલમ કોઠારી હાલ તો કોઈ ફિલ્મોમાં નજરમાં નથી આવતી પણ તે સામાજિક કાર્યો કરવામાં ખુબ એક્ટિવ રહે છે. તેમણે ટીવી કલાકાર સમીર સોની સાથે લગ્ન કર્યા છે.

11. અનું અગ્રવાલ:ચાર્ટબસ્ટર મુવી ‘આશિકી’ પછી અનુ એ ‘કિંગ અંકલ’ અને ‘ખલનાયીકા’ જેવી ફિલ્મોમા કામ કર્યું હતું. 1996 માં તેને છેલ્લી વાર સ્ક્રીન પર જોવામાં આવી હતી. તેના પછી તેનું એક અકસ્માત થયુ અને તે ફિલ્મોથી પુરી રીતે ગાયબ થઈ ગઈ.

12. મીનાક્ષી શેશાદ્રી:મીનાક્ષી એ લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યું છે અને 1990 સુધી સિનેમા જગતમાં તેની ચર્ચા રહી હતી.લગ્ન પછી તે અમેરિકા માં સેટલ થઈ ગઈ અને બૉલીવુડ થી ગાયબ થઇ ગઈ.

13. સોમી અલી:સોમી અલી ને બૉલીવુડ માં સલમાન ખાન ની પ્રેમિકા ના સ્વરૂપે વધુ જાણવામાં આવી હતી. સોમી એ સંજય દત્ત, ઓમ પુરી, સુનિલ શેટ્ટી અને સૈફ અલી ખાન સાથે કામ કર્યું છે. સલમાન ખાન સાથેના તેના બ્રેકઅપ પછી તેના માટે બધું જ ખતમ થઇ ગયું હતું. પોતાના તૂટેલા દિલને લઈને તે ફ્લોરીડા પાછી ચાલી ગઈ અને તેના પછી ક્યારેય પણ ભારત નથી આવી.

14. મમતા કુલકર્ણી:મમતા કુલકર્ણી એ જ્યારે સિનેમા જગતમાં એન્ટ્રી લીધી ત્યારે ઘણા લોકોના દિલની ધડકન બની ગઈ હતી. પણ પછી તેમણે આધ્યાત્મ નો રસ્તો અપનાવ્યો અને તેના પર એક પુસ્તક પણ લખ્યું તું. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે એક સમયે તે ડ્રગ કિંગપિન વિકી ગોસ્વામી ના પ્રેમમાં પડી ગઈ હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here